________________
[૬] રાક્ષસો અને વાનરોને પ્રવજ્યા-વિધાન અધિકાર
: ૪૯ : ધ્યાનમગ્ન રહેલા મુનિવરને દેખીને તે વ્યાધ કઠોર વચન બોલવા લાગ્યો, તેમજ તે દુરાત્મા તીવ્રપણે શસ્ત્રોથી ભય ઉત્પન્ન કરનાર ચેષ્ટા કરવા લાગે. ધનુષને અફાળો તે શિકારી બોલવા લાગ્યા કે શિકાર કરવા માટે હું ફરવા નીકળ્યા, ત્યારે આ નિર્લજે મને અપશકુન અને તીવ્ર અમંગલ કર્યું. ધ્યાન કરતા સાધુ પણ ત્યાં હદયથી વિચારવા લાગ્યા કે-“મુષ્ટિપ્રહારથી આ પાપકર્મીને ચૂર કરી નાખું.”
તપ-સંયમથી પહેલાં જે લાન્તક નામના વૈમાનિક દેવલોક એગ્ય પુણ્ય ઉપર્જન કર્યું હતું, પરંતુ ધ્યાન બગડવાના કારણે તે કર્મ પરાવર્તન કરીને હલકા
તિષ્ક દેવપણાનું પામ્યું. ત્યાંથી ચ્યવને તું અહીં તડિકેશ થયે. ભવ ભ્રમણ કરતો શિકારી પણ સંસારમાં વાનર થયે. જેને તે બાણથી હ, તે વાનર મરીને સાધુના પ્રભાવથી ઉદધિકુમાર દેવપણે ઉત્પન્ન થયો. આ પ્રમાણે પૂર્વભવનાં ચરિત સાંભળીને ગતભમાં જે બન્યું, તેના વિરનો ત્યાગ કરો અને વેરનિમિત્તે ફરી સંસારમાં પરિભ્રમણ ન કરે. પૂર્વના વેરને છોડીને આદર, વિનય, શ્રદ્ધા અને પ્રયત્નપૂર્વક મુનિસુવ્રત તીર્થકર ભગવંતને પ્રણામ કરે, જેથી કમરજ–રહિત નિર્મલ શિવસુખના સ્થાનને પ્રાપ્ત કરી શકાય. ત્યારપછી વાનરજીવ ઉદધિકુમાર ક્ષમાપના કરીને પિતાના ભવને ગયે. તડિકેશે પણ મુનિવરની પાસે દીક્ષા અંગીકાર કરી. તેના ગુણ સરખે તેને સુકેશ નામને પુત્ર લંકાનો રાજા થયો. તે એકાંત સુખ-સમૃદ્ધ વિશાલ રાજ્ય-સુખ ભગવતો હતે. તડિકેશ શ્રમણસિંહ ઉદારતા કરીને સમ્યક પ્રકારે ચારિત્રની આરાધન કરીને કાલ પામેલે તે મહદ્ધિક દેવ થયે.
આ સમયે કિષ્કિધિ નગરીમાં ધન્યાત્મા મહોદધિરવ નામના રાજા રાજ્ય કરતા હતા, ત્યારે તેની પાસે એક વિદ્યાધર આવ્યો. તેણે તડિત્યેશ રાજાની હકીકત નિવેદન કરી, એટલે મહોદધિર રાજા તે જ ક્ષણે વૈરાગ્ય પામ્યા. રાજ્યભારની ધુરા વહન કરવા માટે સમર્થ પ્રતીન્દ્ર પુત્રને રાજ્યાભિષેક કરીને વૈરાગ્ય પામેલ મહોદધિરાજાએ દીક્ષા અંગીકાર કરી. તે ધીર મહાપુરુષે ધ્યાનરૂપી ગજેન્દ્ર પર આરૂઢ થઈ, તરૂપી તીકણ બાણથી કર્મ-શત્રુને હણીને નિષ્કટક અને અનુકૂલ મોક્ષનગરીમાં પ્રસ્થાન કર્યું. ત્યાર પછી પ્રતીન્દ્ર રાજાએ પણ કિષ્કિધિ નામના પુત્રને રાજ્ય પર અભિષેક કરીને પોતે જિનપદિષ્ટ દીક્ષા અંગીકાર કરી. વિશુદ્ધ સમ્યકત્વ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગૌરવવાળો તે ઉદારતાનું સેવન કરીને શાશ્વત અનુત્તર મેક્ષપદ પામે. (૧૫૫) શ્રીમાલાને સ્વયંવર અને યુદ–વર્ણન
હે નરાધિપ! એ સમયે વૈતાઢ્ય પર્વતની દક્ષિણ દિશામાં રહેલી શ્રેણિમાં વિદ્યાધનું રથનપુર નામનું એક નગર હતું. સર્વ વિદ્યાધરને સ્વામી અશનિવેગ નામને એક રાજા રાજ્ય કરતા હતા. તેને વિજયસિંહ અને વિદ્યુતવેગ નામના બે પુત્રો હતા. આદિત્યપુરમાં મંદરમાલી નામને એક પ્રસિદ્ધ રાજા હતા. તેની ભાર્યાનું નામ વેગવતી અને પુત્રીનું નામ શ્રીમાલા હતું. તે પુત્રીને સ્વયંવર માટે વિદ્યાધર રાજપુત્રોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org