________________
પઉમચરિય-પદ્મચરિત્ર
ગુણવ્રત, ચાર શિક્ષાત્રતો મળીને શ્રાવકનાં બાર વ્રતે રૂ૫ ગૃહસ્થ ધર્મ જાણો. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળે શુદ્ધ અને આચાર કરવા પૂર્વક સિદ્ધ કરેલ અનગાર-મહર્ષિને ઉત્તમ ધર્મ છે. શ્રાવકધર્મનું સેવન કરીને તેના પ્રભાવથી પુરુષે દેવલોકમાં જાય છે અને અપ્સરાઓની મધ્યમાં રહેલા પ્રવર સુખ ભોગવનારા થાય છે. વિશુદ્ધભાવવાળા સિંહ પેઠે શ્રમણપણું પાળનારા એવા પુરુષો સાધુધર્મના પ્રભાવથી અવ્યાબાધ અનુપમ મોક્ષસુખ પ્રાપ્ત કરનાર થાય છે. શ્રાવકધર્મના પ્રભાવે થએલા દે ત્યાંથી ચ્યવને મનુષ્યલોકમાં આવે છે. ત્યાં શ્રમણપણું અંગીકાર કરીને ત્રણ કે બે ભવમાં મેક્ષે જાય છે.
જે બીજા મિથ્યાત્વી અજ્ઞાની આકરું તપ કરનાર હોવા છતાં પણ અલ્પઋદ્ધિવાળા સેવક-આજ્ઞા ઉઠાવનાર દેવ થાય છે. ત્યાંથી વેલા તે દેવો ઘણું પ્રકારની
નિવાળા સંસારમાં દુઃખ અનુભવતા લાંબા કાળ પર્યત ભ્રમણ કરે છે. તિયચ ગતિમાં તિર્યંચગતિના જીવો વધ, બંધન, કાન-નાક વિંધાવા, આર ભોંકાવી, લાકડી ચાબુકના માર, તિરસ્કાર વગેરે અનેક કષ્ટો અનુભવ કરી આયુષ્ય પૂર્ણ કરે છે. નારકીમાં રહેલા છે આગલા ભવમાં આકરાં પાપકર્મ કરીને અગ્નિની જવાલામાં શેકાવું વગેરે મહાદુઃખો ભેગવે છે. વળી ત્યાં પરમાધામીઓ દ્વારા કરવત યંત્રથી કપાવાના, પીલાવાના, કાંટાળાવૃક્ષ સાથે બાથ ભીડવી, તલવારની ધાર સખા પાંદડાવાળા વૃક્ષની નીચે બેસવું, તે પત્રોથી કપાવું, કુંભીપાકમાં રંધાવું–આવાં બીજા અનેક દુઃખો ત્યાં પરાધીનતાથી ભેગવવાં પડે છે. નગરમાં પ્રવેશ કરવા છતાં પણ માગ—ભૂલેલે મૂઢ પુરુષ આમ તેમ અટવાયા કરે છે, તેમ ધર્મરહિત જીવ પણ સંસારમાં પરિભ્રમણ કરે છે. તડિકેશ તથા મહેદધિરવના પૂર્વભવ
“હે ભગવંત! જે ધર્મરહિત જીવ લાંબા સંસારમાં પરિભ્રમણ કરે છે, તે પછી અમે કયા કારણથી અહીં સંસારમાં ભ્રમણ કરીએ છીએ? તેના જવાબમાં મુનિવરના મુખકમલથી નીકળતા ધર્મને એકાગ્ર મનથી શ્રવણ કરીને પોતાનું ચરિત્ર ફરી પ્રયત્ન પૂર્વક પૂછવા લાગ્યા.
તે સમયે મધુરવાણું બોલનાર મુનિવરે કહ્યું કે-“તમોને તે હકીકત સંક્ષેપથી કહું છું, તે તમે સાવધાનીથી સાંભળે. “આ ભયંકર સંસાર-મંડલમાં પરિભ્રમણ કરતાં મહ-અજ્ઞાનતાના કારણે બે પુરુષ એક બીજાનો ઘાત કરતા હતા. અકામનિર્જરાના કારણે બંને પુરુષપણે ઉત્પન્ન થયા. તેમાં એક વારાણસી નગરીમાં મહાપાપી વ્યાશિકારી થયો. બીજે શ્રાવસ્તી નગરીમાં દત્ત નામને મંત્રિપુત્ર થયો. તેને વૈરાગ્ય થયો, એટલે દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી તે કોઈક સમયે વિહાર કરતા કરતા કાશી નગરીમાં આવ્યા અને સુસ્થિત નામના સુંદર ઉદ્યાનમાં ત્રસ પ્રાણ જંતુ-રહિત નિર્જીવ ભૂમિપ્રદેશમાં ધ્યાનયોગમાં કાઉસ્સગ્ગ મુદ્રામાં રહ્યા. તેની પૂજા કરવા માટે સમ્યગ્દષ્ટિ લોકો આવ્યા, ભાવથી વિનયપૂર્વક પ્રણામ કરી પ્રદક્ષિણ આપી આનંદિત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org