________________
४७८
પઉમચરિય-પદ્મચરિત્ર
બંને તીવ્ર વૈરાગ્યવાળા થયા અને ઇતિમુનિ પાસે અશકતિલકાએ દીક્ષા અંગીકાર કરી. ઘેર તપ કરીને ઇતિમુનિ કાળધર્મ પામી ઉપરના શ્રેયકમાં મહાતિવાળે ઉત્તમ દેવ થયો.
ત્યાં તે પિતા-પુત્રે ઉત્પન્ન થએલા સંવેગભાવવાળા જિનેન્દ્ર ભગવન્તને વંદન કરવાની ઈચ્છાથી કુકુટનગરે જવાની ઈચ્છાવાળા થયા. પચાસ જન દૂર ગયા. ત્યારે કેઈક સમયે મોટા વાદળા સહિત વિજળીના ઝબકારાઓ સાથે જળસમૂહવાળ વર્ષાકાળ આવી પહોંચ્યો. ત્યારે કેશલાનગરી તરફ જતા જનકના પુત્ર પર્વતની તળેટીમાં નીચે દઢવૃતિવાળા મેંગમાં રહેલા મુનિવરોને દેખ્યા. જનકપુત્ર વિચારવા લાગ્યું કે,
આ પર્વતની તળેટીમાં રહેલા આ સાધુઓ પોતાને ચોમાસાને સમય પાલન કરવા માટે ઘોર ત્રાસદાયક ઘણું માંસાહારી શ્વાપદોથી વ્યાપ્ત એવા આ અરણ્યમાં રહેલા છે. આ પ્રમાણે ભામંડલે વિચારીને સાધુઓના પ્રાણ-રક્ષણ માટે તેમની નજીક વિદ્યાના બળથી મોટું નગર વસાવ્યું. કાળ અને દેશ અનુસાર નગરની અંદર સાધુઓ ગોચરી લેવા માટે આવ્યા. મહાપુરુષ ભામંડલે ચારે પ્રકારનાં આહાર-દાન કરીને મુનિઓને પ્રતિલાલ્યા. એ પ્રમાણે મુનિઓનું ચાતુર્માસ ક્રમે કરીને પૂર્ણ થયું. દરમ્યાન ભામંડલે પણ વિપુલ દાનનું ફળ ઉપાર્જન કર્યું. કોઈક સમયે સુન્દર પત્નીઓ સાથે ઉદ્યાનમાં કીડા કરતો હતો. તે સમયે વિજળી પડવાથી મૃત્યુ પામ્યા અને ત્રણ પત્યેમના આયુષ્યવાળો દેવકુરુમે યુગલિકપણે ઉત્પન્ન થયે. મનુષ્ય દાન કરવાથી ભેગો, તપના ગુણથી દેવલોક, જ્ઞાનથી સિદ્ધિસુખ મેળવે છે તેમાં સન્દહ નથી. :
ફરી સુરેન્ડે પૂછયું કે, “હે મહામુનિ! લક્ષમણ નરકની અધોગતિ પામ્યા છે, પરંતુ ત્યાંથી નીકળીને પછી કયું સ્થાન પામશે? નારકીગતિમાં અકામનિર્જરાથી કર્મસમૂહને નિર્જરીને રાવણ કઈ ગતિ મેળવશે? અને ભવિષ્યમાં મારી કઈ ગતિ થશે? તે જાણવાની મને ઈચ્છા થઈ છે.” ત્યારે બલદેવ રામમુનિવરે સીતેન્દ્રને કહ્યું કે,
હે દેવેન્દ્ર! લંકાધિપ રાવણ અને લક્ષમણના ભાવી ભવ ક્યા થવાના છે, તે હું કહું છું, તે સાંભળો. તેઓ બંને નરકમાંથી નીકળીને કામ કરીને મેરુપર્વતની પૂર્વમાં વિજયાવતી નગરીમાં મનુષ્યપણું પામશે. સુનન્દ નામના પિતા, રહિ નામની તેઓની માતા થશે. તેઓ બંને ગુરુદેવની પૂજામાં રક્ત શ્રાવકકુળમાં ઉત્પન્ન થશે. બંને અતિસુન્દર રૂપ ધારણ કરનાર અરદાસ અને શ્રીદાસ નામના કુમારે શ્રાવકપણાની આરાધના કરીને દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને તે જ નગરમાં પરમશ્રાવકપણું પામશે. મુનિવરને દાન આપવાના ફળથી હરિવર્ષમાં મનુષ્ય થશે. વળી ત્યાં ભેગે ભેગવીને દેવલોકમાં દેવ થશે, ત્યાંથી ચ્યવીને તે જ નગરમાં રાજપુત્ર થશે. લક્ષમીદેવીની કુક્ષિથી ઉત્પન્ન થએલા વાયુકુમારના અમરેન્દ્રના સમાન રૂપવાળા ધીર એવા જયકાન્ત અને જયપ્રભ નામના પુત્ર થશે.
ત્યાં ઉદારતપનું સેવન કરીને લાન્તક નામના કપમાં દેવ થશે, જ્યાં ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org