________________
[૧૧૮] રામનું નિર્વાણ-ગમન
': ૪૭૭ : એમ કહ્યું. આ પ્રમાણે સ્થિતિ પામવા છતાં જો તમે આત્માનું કાયમી શ્રેય ઈચ્છતા હો તે, નિર્વાણ-ગમનના શુદ્ધ ફળવાળું સમ્યકત્વ અંગીકાર કરે. ત્રણે લોકના શિખર પર રહેલા અને પવિત્ર મહામંગલરૂપ સિદ્ધ ભગવતે છે. તેમના કરતાં અધિક ચડિયાતાં કે મંગળ થયા નથી અને થશે નહિં. ત્રણે લોકને સમસ્ત પ્રકારે દેખનારા જિનેશ્વર ભગવતેએ કહેલા જીવાદિક નવ પદાર્થો મન, વચન અને કાયાથી શ્રદ્ધા કરતો પુરુષ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આ પ્રમાણે કહેવાએલા નરકમાં રહેલા રાવણ, શબૂક અને લક્ષ્મણે સમ્યકત્વ અંગીકાર કર્યું કે, જે અનાદિકાળથી રખડતા ઘણા કે ભામાં પણ પ્રાપ્ત કર્યું ન હતું. હે સુરપતિ! તમે અમારા હિત માટે અતિમહાન કર્યું કે, સમગ્ર જીવલોકમાં ઉત્તમ ગણતું એવું સમ્યકત્વરત્ન અમને આપ્યું. હે સીતેન્દ્ર! હવે તમે જલદી આરણ--અશ્રુતકલપમાં પાછા જાવ અને જિનવરધર્મના ફલસ્વરૂપ અતિઉત્તમ ભેગો ભગવો.” એ પ્રમાણે મહાનુભાવ સીતેન્દ્ર તેઓના ઉપર મહાન ઉપકાર કરીને નારકીમાં રહેલા તેઓને માટે શેક કરતા પોતાના સ્થાનકે પહોંચ્યા.
હાથી, ઘોડા, વૃષભ, સિંહ વગેરે વાહન ઉપર આરૂઢ થએલા દેથી પરિવરેલ સીતેન્દ્ર રામમુનિવરથી અલંકૃત ભરતક્ષેત્રમાં આવ્યા. ઘણું વાજિંત્રોના મધુર શબ્દ સહિત અપ્સરાઓ અને દેવડે ગુણો સાથે મંગલગીત ગવાતા સમગ્ર પરિવારવાળા સીતેન્દ્ર રામના શરણે ગયા. સર્વાદર-પૂર્વક દેવે રામની ફરી ફરી સ્તુતિ કરીને સર્વ પરિવાર-સહિત ત્યાં જ પૃથ્વીપીઠ ઉપર બેઠા. રામને પ્રણામ કરીને સીતેન્દ્ર દેવે પૂછયું કે, “હે ભગવન્ત ! અહિં જે દશરથ વગેરે તથા લવણ-અંકુશ વગેરે ભવ્ય છે કે કેમ? તથા તેઓ કઈ ગતિ પામ્યા? તે અમને કહે.” આ પ્રમાણે પૂછાએલા રામ મુનિવરે કહ્યું કે, “અત્યારે અનરણ્યપુત્ર આનત ક૫માં વિમલ વસ્ત્ર ધારણ કરનાર દેવપણે વતે છે. તે બંને જનકપુત્રો, કેકેયી, સુપ્રભા, સુમિત્રા અપરાજિતાની સાથે તેઓએ પણ સ્વર્ગ મેળવ્યું છે. વિવિધ પ્રકારના તપ-સંયમમાં દઢ, વિશુદ્ધશીલયુક્ત ગુણોને ધારણ કરનાર ધીર એવા લવણ અને અંકુશ પીડારહિત શાશ્વત મક્ષસ્થાનને પ્રાપ્ત કરશે.” આ પ્રમાણે સીતેન્દ્રને કહ્યું, એટલે હર્ષ પામેલા દેવે ફરી નમસ્કાર કરીને પૂછયું કે, હવે આ૫ ભામંડલની ગતિ કહો. કેવલી રામમુનિએ કહ્યું કે, “હે ઉત્તમદેવ ! હવે તારા ભાઈનું ચરિત્ર અને તેણે જે સ્થાન પ્રાપ્ત કર્યું, તે સાંભળો. કેશલાપુરીમાં એક વાક નામને ધનપતિ હતા, મકરિકા નામની ભાર્યા અને અશેકતિલકા નામની પુત્રી હતી. રામે સીતાને નિર્વાસિત કરી–એમ સાંભળીને તે વાક ઘણે દુઃખી થયો અને ચિન્તા કરવા લાગ્યો કે, તે બિચારી મહાભયંકર અરણ્યમાં કેવી રીતે ધીરજ રાખી શકશે? અતિશય કૃપાવાળો તે વૈરાગ્ય પામ્ય અને તેણે ઘતિનામના મુનિ પાસે આરંભ-પરિગ્રહને ત્યાગ કરી, પ્રવજ્યા સ્વીકારી તે મુનિને શિષ્ય થયો. હવે કેઈક સમયે પુત્રી અશેકતિલકા ઇતિમુનીન્દ્ર પાસે જઈને તુષ્ટ થયેલી પિતાને વારંવાર વન્દના કરવા લાગી. તેમની પાસે ધર્મ સાંભળીને તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org