________________
[૧૦૮ હનુમાનનું નિર્વાણુ-ગમન
: ૪૫૭ :
વનને ખાળીને કેવલજ્ઞાનના અતિશય પ્રાપ્ત કર્યા અને ત્યાર પછી વિમલ-નિમલ પરમપદને પ્રાપ્ત ક્યું. (૫૦)
પદ્મચરિત વિષે ‘હનુમાન નિર્વાણુ-ગમન” નામના એસા આઠમા પના શૂરાનુવાદ પૂર્ણ` થયા. [૧૦૮]
BAWES
[ ૧૦૯ ] ઇંદ્રે કરેલ ધર્મચર્ચા
હવે હનુમાનના કુમારોએ પણ ત્યાં દીક્ષા ગ્રહણ કરેલી સાંભળીને હાસ્ય કરતા રામ ખેલવા લાગ્યા કે, તેઓ આમ ભાગેાથી વિરક્ત કેમ થયા? પ્રાપ્ત થએલા ભાગા હેાવા છતાં પણ જેએ તેને ત્યાગ કરીને પ્રવ્રજ્યા અંગીકાર કરે છે, તેઓ નક્કી ગ્રહના વળગાડવાળા, અથવા તે વાયરાની સાથે માથ ભીડનારા પુરુષા સમજવા. અથવા તેા તેમની પાસે સાધેલી વિદ્યા નથી, અગર તેા કુશલ-પ્રયાગ કરેલી બુદ્ધિ નથી કે ભાગાના ત્યાગ કરીને સંયમ અને તપ કરવા માટે ઉત્સાહિત થયા.’ હું શ્રેણિક ! આ પ્રમાણે ભાગસમુદ્રમાં ડૂબેલા એવા તે રામની બુદ્ધિ કર્મના ઉદયથી અતિજડ બની ગઈ.
હવે કાઈક સમયે ઇન્દ્રમહારાજા દેવસભા વચ્ચે સિંહાસન પર સુખેથી બેઠેલા હતા. હજારા દેવાથી પરિવરેલા મહાસમૃદ્ધિવાળા અનેક અલકારાથી વિભૂષિત, ધીર, અલ, વીર્ય, તેજયુક્ત, ઈન્દ્ર મહારાજા ધર્માંકથા કરી રહેલા હતા, ત્યારે આ પ્રમાણે વચન કહ્યું કે, જેમની કૃપાથી દેવત્વ, ઈન્દ્રત્વ, શ્રેષ્ઠ સિદ્ધત્વ મેળવી શકાય છે, એવા દેવા અને અસુરાથી વન્દિત થએલા અરિહન્ત પરમાત્માને હંમેશાં પ્રણામ કરે. જે ભગવન્તાએ આ જગતમાં પહેલાં કેાઈથી ન જિતાએલા એવા તે પાપી નિસ્સાર સ`સારશત્રુને જ્ઞાનરૂપી તલવારથી સંયમરૂપી સંગ્રામમાં હણી નાખ્યા છે. કન્તુપ રૂપી તરંગવાળા, કષાયારૂપી મહામત્સ્યાવાળા, ભવારૂપી આવતવાળા સ`સાર-સમુદ્રથી જેએ ભવ્યાત્માઓને પાર પમાડે છે. જન્મતાં જ સુમેરુપર્વતના શિખર ઉપર સવાઁ દેવાએ ક્ષીરાધિ સમુદ્રના જળથી ભરેલા કળશેાવડે જેમના જન્માભિષેક કરેલા છે. માહરૂપી મેલના આવરણથી આચ્છાદિત, પાખ`ડિઓથી વર્જિત, નય-અપેક્ષા રહિત એવા ત્રણે લાકને પેાતાના જ્ઞાનરૂપી કિરણેાથી જેણે પ્રકાશિત કરેલ છે, એવા તેજિનવર, સ્વયંભુ, ભાનુ, શિવ, શંકર, મહાદેવ, વિષ્ણુ, હિરણ્યગલ, મહેશ્વર, ઈશ્વર, રુદ્ર એવા નામના પર્યાયાથી દેવા અને મનુષ્યા વડે સ્તુતિ કરાય છે, તે જગતના બન્ધુ ઋષભદેવ ભગવન્ત સ'સારના ઉચ્છેદ કરે છે. જો તમે સમગ્ર કલ્યાણની પર’પરા અનુભવવા ઇચ્છતા હા, તેા દેવા અને અસુરાથી વદિત એવા ઋષભદેવ ભગવન્તને નમસ્કાર કરશ. આદિ
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org