________________
૬ ૪૫૬ :
પઉમચરિય–પદ્મચરિત્ર
સુગન્ધિ સ્વાદિષ્ટ દેખાવડા કિપાકફળ પ્રથમ સારાં સ્વાદિષ્ટ સુગન્ધિ જણાય છે, પરન્તુ ખાધા પછી વિષમ વિષ–સરખા પ્રાણ હરનાર થાય છે, તેમ ભેગો પણ ભેગવતી વખતે મધુર લાગે છે, પણ છેવટે કટુક ફલ આપનાર થાય છે. આ જીવતર અશાશ્વત અધુવ અને ચંચલ છે, તેમ જાણુને ભેગેને ત્યાગ કરીને હવે આજે હું દીક્ષા લઈશ. આ અને આવા બીજા વિચાર કરતા હનુમાનની રાત્રિનો સમય કેમે કરી પૂર્ણ થયો અને પ્રભા ફેલાવતા સૂર્યને ઉદય થયે. હનુમાન જાગૃત થયા અને પરિવાર તથા પ્રિયાઓને કહેવા લાગ્યા કે, “ધર્માભિમુખ થએલે એ હું તમને જે કંઈ પણ સ્પષ્ટ વચને કહ્યું, તે સાંભળો. આ મનુષ્યજન્મમાં બધુઓ આદિ સાથે લાંબા કાળથી સહવાસ કર્યો, હવે પરાધીનતાથી તેને વિયાગ થાય, તે સમયે પહેલાં સ્વાધીનતાથી વિગ થાય, તે સમયે તમે ખેદ ન કરશે. ત્યારે પત્નીએ હનુમાનને મધુર અને ગગદ વાણીથી કહેવા લાગી કે, હે નાથ! અહિં અમે શરણ વગરની છીએ. અમારે તમે ત્યાગ ન કરશે. ત્યારે હનુમાન પત્નીઓને પ્રત્યુત્તર આપ્યું કે, સંસારમાં ભ્રમણ કરતાં કરતાં ભૂતકાળમાં મેં હજારે સ્ત્રીઓ પ્રાપ્ત કરી હતી, પરંતુ આ જગતમાં મૃતા એવા પુરુષને બચાવ માતા, પિતા, પુત્રો કે પત્નીએ કોઈ કરી શકતા નથી, માત્ર મરતા જીવનું રક્ષણ કરનાર કેઈ હોય તે એક ધર્મ છે. નરક, તિર્યંચગતિમાં ભયં. કર દુઃખાનુભવ કરીને અને હવે સંસારનું સ્વરૂપ જાણ્યા પછી સ્ત્રીઓ વિષે સ્નેહ શી રીતે કરાય? અનન્ત એવા સંસારના જન્મ, મરણ આદિ દુઃખોથી હું ભય પામ્યો છું, હવે તો હું દીક્ષા ગ્રહણ કરીશ, આજ સુધીમાં જે કંઈ પણ અવિનય અપરાધ થયે હોય, તેની સર્વની હું ક્ષમા માગું છું કે તે મારા અપરાધને ખમજો.” મેરુપર્વત સરખા અતિસ્થિર હૃદય જાણીને ચપળ નયનવાળી તેની પત્ની મહા આક્રન્દન કરવા લાગી. પિતાની પ્રેમાળ પત્નીઓને સાત્વન આપીને, પુત્રને રાજ્ય સ્થાપન કરીને વિદ્યારે અને સુભટોથી પરિવરેલ હનુમાન વિમાનથી બહાર નીકળ્યા. વિવિધ પ્રકારનાં રોનાં કિર
થી પ્રકાશિત પુરુષોએ ઉપાડેલી શિબિકામાં આરહણ કરીને કેમે કરી ઉદ્યાનમાં રહેલા જિનાયતનમાં પહોંચ્યા. ત્યાં પ્રભુને વન્દન કરીને જિનભવન વિષે સુખેથી રહેલા ધર્મ રત્ન નામના મુનિવરને તુષ્ટ થએલા હનુમાને પ્રણામ કર્યા. દ્વાદશાવતરૂપ કૃતિકર્મ કરીને હનુમાન મુનિવરને વિનંતિ કરવા લાગ્યા કે, “હે ભગવન્ત! આપ મારા દીક્ષાગુરુ થાવ અને સંક્ષેપથી મને દીક્ષા આપો. ગુરુએ તે વાતને સ્વીકાર કર્યો, ત્યારે હનુમાને એ મુકુટ, કુંડલ, આભૂષણે ઉતારીને પુત્રને આપ્યાં અને સંયમમાગ તરફ ઉત્સાહથી પ્રયાણ કર્યું. કામગોને ત્યાગ કરીને મસ્તક વિષે હનુમાને કેશને લોન્ચ કર્યો અને ધર્મરત્ન મુનિવર પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી. પ્રસિદ્ધ કીર્તિવાળા સંવેગ પામેલા સાડા સાતસો રાજાએાએ ચારણશ્રમણને પ્રણામ કરીને દીક્ષા અંગીકાર કરી. પતિના શોકથી દુખિત થએલી હનુમાનની સર્વ સ્ત્રીઓ પણ લક્ષમીમતી નામની સાધવી પાસે દીક્ષા અંગીકાર કરી સાધ્વીઓ બની. શ્રીશૈલ-હનુમાને ધ્યાનાગ્નિથી કર્મરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org