________________
૨ ૪૦૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર
-
-
-
સીતા સહિત સાકેતા નગરી અને કુટુમ્બને છેડીને દંડકારણ્યમાં ગયા. રાવણની ભગિની ચન્દ્રનખાના પુત્ર શખૂકને લક્ષમીધર-લક્ષમણે ચન્દ્રહાસ તલવારને પ્રગ કરતાં વધ કરી નાખ્યો. તે કારણે પુત્રના વિરી લક્ષમણ સાથે ખરદૂષણ પિતાએ યુદ્ધ કર્યું. યુદ્ધમાં લક્ષમણને સહાય કરવા રામ ગયા, એટલે છલ–પ્રપંચથી રાવણે સીતાનું અપહરણ કર્યું. પૂર્વના કરેલા સુકૃતગે હોય, તેમ રામના ગુણે તરફ આકર્ષાએલા સુગ્રીવ, હનુમાન, જામ્બવંત, વિરાધિત વગેરે ઘણું વિદ્યાધર રાજાઓ સહાયક મળી ગયા. રાવણ ઉપર જિત મેળવીને સીતાને પાછી લાવ્યા, વિદ્યાધરેએ સાકેતા નગરીને સ્વર્ગ સરખી સુન્દર સજી. અતિશય પ્રાપ્ત કરેલા વૈભવવાળા ઉત્તમ દેવે સ્વર્ગમાં જેમ સુખ ભેગવે, તેમ સાતે રત્ન સ્વાધીન કરીને બલદેવ અને વાસુદેવ ત્યાં રાજ્ય-સુખ ભોગવવા લાગ્યા. હવે કેઈક સમયે દુજેને ના મુખેથી સીતાના લંકાનિવાસ અને રાવણના પરિચય અને સંબંધવાળી ઉપજાવી કાઢેલી વાતો રામના કાને અથડાવાથી સીતાને ભર જંગલમાં ત્યાગ કરાવ્યો. આ સમગ્ર વૃત્તાન્ત કહેતાં કહેતાં નારદને સીતા યાદ આવી, એટલે સમગ્ર રાજાઓની હાજરીમાં અશ્રજળ પાડતા નારદે કહ્યું કે, રામની આઠ હજાર પત્નીઓમાં મુખ્ય પટ્ટરાણીરત્ન માફક લેપ વગરની ઉત્તમ સમ્યકત્વ અને ચારિત્ર ધારણ કરનાર તેણે નક્કી પૂર્વભવમાં સીતાના જીવે કંઈક પાપ ઉપાર્જન કરેલ હશે કે, જેથી કરીને મનુષ્યભવમાં બલદેવની પત્ની થવા છતાં પણ તેને ભયંકર દુઃખ અનુભવવું પડ્યું. અહિં પારકી નકામી પંચાત અને નિન્દા કરવામાં તત્પર બની જૂઠ બેલનાર મનુષ્યની જીભ પાકા ફળની જેમ ધરણપટ પર પડી કેમ નથી જતી ?”
આ વચન સાંભળીને અનંગ અને લવણ કુમારે મુનિને પૂછવા લાગ્યા કે, “અહિંથી કેશલા નગરી કેટલી દૂર હશે, તે અમને કહે. ત્યારે નારદે ૧૬૦, એક સાઠ
જન-પ્રમાણ આ સ્થાનેથી સાકેતા નગરી દૂર હશે કે, જ્યાં રામ રહેલા છે. આ વચન સાંભળીને વાજઘરાજાને લવણે વિનંતિ કરી કે, “હે મામાજી! અમારી સાથે કેટલાક સુભટો મોકલો, જેથી અમે સાકેતનગરીએ પહોંચીએ. તે સમયે પૃથુરાજાએ. મદનાંકુશને પિતાની પુત્રી આપી, એટલે ત્યાં જ તે દિવસે કુમારે પાણિગ્રહણ કર્યું. એક રાત્રિ પસાર કરીને આ ઉત્તમ બંને કુમારે ત્યાંથી નીકળ્યા. બીજા દેશોને પણ સ્વાધીન કરતા તેઓ આલેક નગરે પહોંચ્યા. ત્યાંથી નીકળીને સૈન્ય-પરિવાર–સહિત તેઓ અભ્યર્ણ પુરે ગયા. ત્યાં યુદ્ધમાં કુબેરકાન્ત રાજાને જિત્યા. ત્યાંથી આગળ ઘણું ગામ-નગરથી પરિપૂર્ણ લંપાક નામના દેશમાં ગયા. ત્યાં પણ યુદ્ધમાં એકકર્ણ નામના રાજાને જિતી લીધો. તે દેશનું ઉલ્લંઘન કરીને વિજયસ્થલી નામની મહાનગરીમાં પહોંચ્યા. ત્યાં પણ પરાક્રમી મહારાજા ભ્રાતૃશતને સ્વાધીન કર્યો. ત્યાંથી આગળ ગંગાનદી ઉતરીને કૈલાસ પર્વતની ઉત્તર દિશામાં પહોંચ્યા. ત્યાં પણ અનેક દેશેને લવણે અને અંકુશે સ્વાધીન કર્યા અને તેના સ્વામી બન્યા. તથા ઝષ, કબુ, કુન્તલ, સિંહલ, પણ, નન્દન, શલભ, મં(લીગલ, ભીમ, ભૂતાન, વામન વગેરે અનેક દેશને સ્વાધીન કર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org