________________
[૩] લોકોની ચિન્તા
: ૩૮૯ :
પ્રજા-પ્રતિનિધિઓનું આગમન
તેટલામાં સમગ્ર પ્રજાના આગેવાન રામની પાસે આવ્યા. જયકાર શબ્દના ઘોંઘાટ કરતા પ્રતિહારીથી નિવેદન કરાએલા, મસ્તક પર અંજલીપુટ સ્થાપન કરતા સર્વ પ્રજાવર્ગ રામને પ્રણામ કરવા લાગ્યા. પ્રજાના આગેવાન નેતાઓ આવ્યા. તેને રામે પૂછયું કે, “તમારે જે આવવાનું થયું છે, તેનું કારણ સંક્ષેભ છેડીને જણ, વિજય, સૂર્યદેવ, મધુગ, પિગલ, શૂલધર, કાશ્યપ, કાલ અને ક્ષેમ વગેરે પ્રજા-પ્રતિનિધિઓ મનમાં ગભરાતા હતા, પગ કંપાયમાન થતા હતા, રામના પ્રભાવથી લજજા પામેલા તે સર્વે નીચું મેં રાખીને જમીન ખોતરતા હતા અને કહેવાને વૃત્તાન્ત કહી શકતા ન હતા. ફરી આશ્વાસન આપી રામે આવવાનું પ્રયોજન પૂછ્યું. “તમે વિશ્વસ્ત બની ભય અને ઉદ્વેગને ત્યાગ કરીને જે કહેવાનું હોય, તે મુક્તપણે કહી નાખો. આ પ્રમાણે ફરી ફરી પૂછયું, ત્યારે તેમાંથી એક આગેવાન પ્રજા-પ્રતિનિધિ કહેવા લાગ્યું કે, “હે સ્વામિ! અમને અભયવચન મળ્યા સિવાય અમારી વાણી બહાર નીકળવા તૈયાર નથી.”
ત્યારે રામે કહ્યું કે, “ભય રાખવાનું તેમને કોઈ પ્રયોજન નથી. સારી રીતે વિશ્વાસ રાખીને, ભયને ઉદ્વેગ રાખ્યા વગર બેલો. અભયવચન મળ્યું, એટલે વિજય નામને પ્રતિનિધિ બે હાથની અંજલિ રચીને પ્રસ્તાવના શરુ કરતાં બોલ્યો કે, “હે સ્વામિ ! અમારી વાત એકાગ્ર મનથી સાંભળજે. “હે સ્વામિ ! આપને અમો શું કહી શકવાને લાયક છીએ? છતાં કહ્યા વગર છૂટકે ન હોવાથી મન કઠણ કરીને કહેવું પડે છે કે-આ સમગ્ર જગતના લોકો પાપમાં હિતમતિવાળા છે, પારકા દોષ ગ્રહણમાં રક્ત, સ્વભાવથી વાંકા અને અને શઠ આચરણવાળા છે. વારંવાર લોકો એમ બોલબોલ કર્યા કરે છે કે, રાક્ષસના નાથ રાવણે સીતાને હરણ કરી ભગવેલી છે, તો પણ રામ સરખા રાજાએ તેને પાછી લાવી ઘરમાં ઘાલી છે. ઉદ્યાનમાં ફરવા ગયા હોય, ઘરમાં બેઠા હોય, તળાવ-વાવડી-જળાશયમાં સ્નાન કરવા ગયા હોય, તે દરેક સ્થળે ગામના લોકે સીતાના અપવાદની કથા સિવાય બીજી કોઈ વાત કરતા નથી. ત્રણ સમુદ્ર સુધીની પૃથ્વીના નાથ દશરથરાજાના પુત્ર રામ સરખા રાજાએ “રાવણે હરણ કરેલી જનકપુત્રી સીતાને ફરી પાછી કેમ આણી ? પરપુરુષમાં આસક્ત થએલી સ્ત્રીનો આમાં બિલકુલ દોષ નથી, પરંતુ આ રામ પોતાના ઘરમાં સીતાને કેમ સંઘરી રાખે છે? આ પૃથ્વી વિશે જેવા કર્મના આચારવાળો રાજા હોય છે, તેવા પ્રકારના કાર્યને અનુસરનારો અગર તેનાથી વધારે ઉતરતા આચારવાળા સર્વ લોકો હોય છે. હે રઘુનન્દન ! અતિદુષ્ટ પાપી હદયવાળા ફાવે તેમ બકવાદ કરતા લોકોને હવે એકદમ આપ મજબૂત થઈ આકરી શિક્ષા કરે કે, ફરી આવાં અયોગ્ય વચન ઉચ્ચારે નહિ.”
નગર-પ્રતિનિધિઓનાં દ્વિઅર્થી વચને સાંભળીને જાણે મસ્તકમાં વજન ઘા વાગ્યો હોય, તેમ લજજાના ભારથી નમી પડેલા મસ્તકવાળા રામ એકદમ ઉંડા ખેદમાં ડૂબી ગયા. વિચારવા લાગ્યા કે, “આ બીજું દુઃખનું કઠોર કારણે આવી પડ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org