________________
પઉમચરિય-પદ્મચરિત્ર
આ પ્રમાણે જિનવરના શાસનની ભક્તિવાળા અને પેાતાની સુન્દરીએ સહિત પ્રભુપૂજા કરવાના તત્પર મનવાળા હ પામેલા વિમલ કાન્તિને ધારણ કરનાર મહાત્મા રામ તે જ ઉદ્યાનના વનમાં રતિને પામ્યા. (૨૮)
: ૩૮૮ :
પદ્મરિત વિષે ‘જિનપૂજા–દાહદ' નામના બાણુમા પા ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૯]
===
[૯] લેાકાની ચિન્તા
મહેન્દ્રોઇક નામના શ્રેષ્ઠ ઉદ્યાનમાં જ્યારે રામે નિવાસ કર્યાં હતા, તે સમયે સાકેતનગરીની સમગ્ર પ્રજા જિનમન્દિરનાં દનની તૃષ્ણા અને અભિલાષાવાળી થઈ. આ સમયે સુખાસન પર બેઠેલા રામને વિસ્મય પામેલી સીતા કહેવા લાગી કે, ‘મારું જમણું નેત્ર ક્રૂકે છે.' રામ પણ તે સમયે વિચારવા લાગ્યા કે, કાઇ પણુ દુઃખ અણુધાયું આવી પડવાનાં આ ચિહ્ના છે. કારણ કે, ક્રી ફરી મારુ'(ડાબુ) નેત્ર પણ ફરકે છે. આ દૈવ સાગરના છેડે પહેાંચાડીને એક દુઃખથી તૃપ્ત થયા નહિં કે, હજી નિષ્કારણ શત્રુ ખની વળી ખીજું શું દુઃખ ઉત્પન્ન કરશે ? તે સમજી શકાતું નથી. સાનુમતીએ વિષાદ પામેલી સીતાને કહ્યુ કે- જેને જે સુખ-દુઃખ પ્રાપ્ત કરવાનું હોય, તેણે તે અનુભવવું પડે છે.’ત્યારે ગુણમાલાએ કહ્યું કે, અહિં આવા તર્ક-વિતર્કી કરવાથી શે લાભ ? હે સીતા ! જિનવરનાં ભવનેા વિષે મહાપૂજા રચાવ, તેા તને શાન્તિ થશે. સયમ, તપ, નિયમ અને શીલાંગ ધારણ કરનારા જિનભક્તિ-ભાવિત મનવાળા સાધુઆને વન્દનાએ કર' એ તારી વાત ખરાખર છે-એમ કહીને સીતાએ ભદ્રકલશ નામના સેવકને આ કાર્ય કરવા માટે આજ્ઞા આપી. તું અપ્રમત્ત બની હંમેશાં ઉત્તમ પ્રકારનું દાન મુનિવરોને આપ, લેાકેા પણ સ* જિનેશ્વરના મન્દિરમાં અભિષેક-મહોત્સવ વગેરે પ્રવર્તાવે.' આમ આજ્ઞા થતાં જ દાન આપીને હાથી ઉપર આરૂઢ થઈને નગરના મધ્યભાગમાં સીતાએ કહ્યું, તે પ્રમાણે ઉદ્ઘાષણા કરી કે, આ નગરીમાં શીલ-સયમમાં તત્પર બની જિનચૈત્યામાં જિનવાની મહાપૂજા અભિષેક પ્રવર્તાવેા. આજ્ઞા સાંભળતાં જ જલ્દી જિનભવનેામાં શૈાભા કરાવીને સ પ્રકારનાં પૂજોપકરણ તૈયાર કરાવી, જિનમન્દિરા મનહર અને આકષ ક અનાવરાવ્યાં. દૂધ, દહિં, ઘીના અભિષેક જિનેશ્વરાને પ્રવર્તાવ્યા. ઘણા પ્રકારનાં મંગલગીતા તેમ જ વાજિંત્રાના શબ્દો તથા જયકારના શબ્દો ફેલાવા લાગ્યા. સીતા પણુ તપ, નિયમ, સયમ આદિ પૂર્વક પ્રભુ-પૂજા કરવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org