________________
: ૩૭૮ :
પઉમચરિય–પચરિત્ર
કામ પરવશ બની. દાસી દ્વારા તેને બોલાવીને એક આસન પર બંને બેઠા. એ જ સમયે રાજા અણધાર્યો પિતાને ભવને આવ્યો. તેણે દેવી અને વિપ્રને એકાસન પર બેઠેલા જોયા. માયાવી રાણીએ ભવનની અંદર ગાઢ આક્રન્દન કર્યું અને નિર્દોષ ઉપર દોષારોપણ કર્યું, એટલે રાજાના સેવકેએ તેને પકડીને અતિશય ત્રાસ પમાડ્યો. રાજાએ આજ્ઞા કરી કે, આને આઠ અંગોથી જકડી શિક્ષા કરો. નગર બહાર લઈ ગયા. ત્યાં કલ્યાણ નામના મુનિએ તેને જે, કહ્યું કે, “પ્રવજ્યા લે તે હું તને છોડાવું.” તે વાતને
સ્વીકાર કર્યો, રાજસેવકોએ છોડી દીધો એટલે પ્રત્રજ્યા અંગીકાર કરી. ઘેર તપ કરીને કાલ પામેલો ઉત્તમદેવ થયે. દેવીઓની સાથે પરિવરેલો અને ક્રીડા કરતે રતિસાગરમાં અવગાહન કરવા લાગ્યો.
જેણે શત્રુઓને નમાવ્યા છે, એવો ચન્દ્રભદ્ર નામનો મથુરા નગરીને સ્વાર્થી હતું, તેને એક ઉત્તમ માર્યા હતી, જેને ત્રણ ભાઈઓ હતા. યજ્ઞદત્તને જીવ જે દેવ થર્યો હતો, તે ત્રીજો શૂર નામનો પુત્ર ઉત્પન્ન થયે. ભાનુપ્રભ ઉગ્રા મુખ તેમ જ ઘર એમ તેને ત્રણ પુત્રો હતા. ચન્દ્રભદ્રને કનકાભા નામની બીજી ભાર્યા હતી. હવે પેલો દેવ વીને અચલ નામને તેને પુત્ર થયો. બીજો અંક નામને ધર્મની અનુમોદના કરીને અતિરૂપવાળ મંગિકાને કમે કરી પુત્ર થયે. તે સમયે શ્રાવસ્તી નગરી-નિવાસી તે અવિનીત લોકોને અતિદ્વેષ ઉત્પન્ન કરનારે થયા. જેથી લોકોએ તેને ગામમાંથી તગડી મૂક્યો. ક્રમે કરી ભ્રમણ કરતાં કરતાં ખૂબ દુઃખી થયે. અચલકુમાર પિતાને ઘણે વહાલું હોવાથી તેના બીજા સાવકા ભાઈઓ ઉચાર્ક મુખ વગેરે મારી નાખતા હોવાથી તે ત્યાંથી પલાયન થયે. પૃથ્વીમાં પરિભ્રમણ કરતાં તિલકવનમાં તેના પગમાં કાંટે ભોંકાયો. કાંટાની પીડા પામેલા અને પગને તપાસતા તે કુમારને અંક નામના જંગલમાં ફરતા મનુષ્ય જે. અંકના મસ્તક ઉપર લાકડાની ભારી હતી, તે નીચે ઉતારીને અંકે ક્ષણવારમાં તેને કાંટે કાઢી આપ્યા. સ્વસ્થ થએલા અચલ રાજપુત્રે તેને કહ્યું કે-“સાંભળ. જ્યારે કયાંય પણ તું પૃથ્વીમાં વિખ્યાત થએલા અચલ નામના રાજાનું નામ સાંભળે, ત્યારે તારે નક્કી તેની પાસે આવવું.” આમ કહીને અંક શ્રાવસ્તી તરફ અને અચલ કૌશામ્બીએ ક્રમે કરી એક સુન્દર ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં ઈન્દ્રદત્ત રાજા હતો, તેને અને દ્વિજિહવ નામના ધનુર્વેદાચાર્યને અચલે પોતાની ધનુર્વેદની કળા બતાવીને તુષ્ટ કર્યા. મિત્રદત્તા નામની પોતાની પુત્રી રાજાએ અચલને આપી. લોકોમાં ઉપાધ્યાય તરીકે મનાયે, વળી રાજા તરફથી રાજ્ય પણ મળ્યું. અંગ વગેરે દેશે જિતને અચલ સમગ્ર સેનાદિક સામગ્રી સહિત યુદ્ધ માટે પિતાના મથુરા નગર તરફ ગયા. પિતાના ગુપ્તચર રાજાઓ દ્વારા ચન્દ્રભદ્ર રાજાના મોટા પુત્ર અને પોતાના ઓરમાન ભાઈઓને વિપુલ ધન આપીને તે સર્વે ને અચલે ભેદનીતિથી પિતાના કરી લીધા. ચન્દ્રભદ્ર રાજાએ પોતાના સર્વ સેવકો અને પુત્રોને વશ કરેલા છે–એમ જાણીને વસુદત્ત નામના પિતાના સાળાને સન્ધિ કરવા માટે મોકલ્યો. અચલને દેખીને પહેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org