SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ [૮૮] શત્રુઘ્ર અને કૃતાન્તમુખના પૂર્વભવે : ૩૭૭ : પરતુ જેણે મારા મિત્રને ઘાત કર્યો છે તેને, નગર, દેશ અને સર્વને વિનાશ કરીશ.” આવા પ્રકારને અશુભ સંકલ્પ કરીને ધાધિકથી ધમધમતા અમરેન્દ્ર તે જ ક્ષણે લોકોને દુસ્સહ ઉપસર્ગ કરવા લાગ્યા. જે મનુષ્ય પરિવાર-સહિત જ્યાં બેઠે, તે સર્વ દેશમાં, નગરમાં રેગથી ત્યાં જ મૃત્યુ પામ્યો. ઉપસર્ગો દેખીને કુલદેવતાએ શત્રુદ્ધને કહ્યું, પ્રતિબંધ પામેલે તે સેના-સહિત સાકેતનગરીએ ગયે. શત્રુનો પરાભવ કરી જય પ્રાપ્ત કરેલા અતિશયવાળા શત્રુદ્ધને દેખીને લક્ષમણ સહિત રામે તુષ્ટ થઈને તેને અધિક અભિનન્દન આપ્યાં. તુષ્ટ થએલી કેકેયી માતાએ પુત્રને દેખીને જિનેશ્વર ભગવન્તને સુવર્ણકળશથી અભિષેક કરીને ત્યાર પછી પુત્રસહિત પ્રભુની પૂજા કરી. આ પ્રમાણે પુણ્ય-સુકૃત કરનાર મનુષ્ય જલ, અગ્નિ, પવન આદિના ઉપદ્રવને પાર પામી જાય છે. માટે સંયમમાં દઢ ભાવ રાખવા સાથે આ વિમલ જિન ધર્મને તમે અંગીકાર કરે. (૨૦) પાચરિત વિષે મથુરામાં થએલ ઉપસર્ગ–વિધાન’ નામના સત્યાશીમા પર્વને અનુવાદ પૂર્ણ થયા. [૭] [૪૮] શ૩ઘ અને કૃતાન્તમુખના પૂર્વભવે હવે શ્રેણિક રાજાએ ગણનાયક ગૌતમસ્વામીને પ્રણામ કરીને પૂછ્યું કે, કેકેયિપુત્ર-શત્રુદને કયા કારણથી મથુરાની માગણી કરી? જો કે અહિં દેવનગરી સરખી ઘણું રાજધાની હતી, તે પણ શત્રુદ્ધને જેટલી મથુરા ઈષ્ટ હતી, તેટલી બીજી નગરીઓ ઈષ્ટ ન હતી?” ગૌતમસ્વામીએ કહ્યું કે, “હે શ્રેણિક ! શત્રુઘ્ન રાજકુમારે આ મથુરાનગરીમાં ભૂતકાળમાં ઘણા ભાવ પસાર કર્યા હતા, તેથી તેને આ નગરી ઘણી ઈષ્ટ હતી. આ સંસાર-સમુદ્રમાં ભરતક્ષેત્રમાં કર્મરૂપી પવનથી અથડાએલો મથુરાપુરીમાં યજ્ઞદેવ નામને વિપ્ર જન્મ્યો. ધર્મ રહિત તે મૃત્યુ પામી ખાડામાં કેલ, પછી કાગડો થયો. પછી અજા પુત્ર થયે, ભ્રમણ કરતાં બળીને પાડે થયે. જળ વહન કરનાર બળદ, ફરી છ વખત પાડારૂપે ઉત્પન્ન થયા. પાપકર્મની લઘુતા અને પુણ્યને પ્રકર્ષ થવાથી દરિદ્ર-મનુષ્યગતિ પામ્યો. કલીશઘર નામ પાડવું, મુનિવરોની સેવા કરવામાં તત્પર તે વિપ્ર રૂપતિશય ગુણવાળો અને બાલચેષ્ટા વગરનો હતો. તે નગરને અધિપતિ અશક્તિ નામને રાજા દૂર દેશ ગએલો હતો, ત્યારે તેની લલિતા નામની પટ્ટરાણી બારીમાં ઉભેલી હતી, ત્યારે આ વિપ્ર રાજમાર્ગથી પસાર થતું હતું, તેને દેખીને ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy