________________
પ્રકાશકીય નિવેદન
ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૫૩૦મે વર્ષે પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ લગભગ અગિયાર હજાર બ્લક પ્રમાણ આચાર્ય શ્રી વિમલસૂરિએ કાવ્યશૈલીથી પરમરિયમવરિત્ર અર્થાત જન મહારામાયણ ગ્રન્થની રચના કરેલી છે. આ ચરિત્રમાં કર્તાએ સુંદર ઉક્તિઓ, સુભાષિત, ઉપદેશે, તત્ત્વજ્ઞાન, વિવિધ કાળ અને દેશના રીત રીવાજો, વર્ણને, છંદ, અલંકાર અને વૈરાગ્ય, ત્યાગ, દીક્ષાઓ, નિર્વાણ વગેરે પ્રસંગની સજાવટ કરી કથાનું ગૌરવ અને ડું વધારેલ છે. આ ગ્રન્થની મહત્તા, પવિત્રતા–માહાત્મ્ય એવા પ્રકારનું છે કે સામાન્યથી પણ મોક્ષગામી તીર્થકર ભગવંતો ઉત્તમ મહાપુરુષોનાં ગુણકીર્તન, સ્તુતિ કરવાથી લાંબા કાળનાં એકઠાં કરેલાં હજારો લાખે ભનાં પાપોનો નાશ થાય છે. જિનેશ્વરોની અને ઉપલક્ષણથી આસન્ન મોક્ષગામી આત્માઓની કથાઓ કહેવાથી, શ્રવણ કરવાથી કરાવવાથી તેમ થાય છે. તેવી રીતે આ ચરિત્રનું કીર્તન કરવાથી પણ દુર્ભાષિત વચન, દુષ્ટ ચિંતવન અને દુષ્ટ વતને અનેકાનેક પ્રમાણમાં કર્યા , તે સમગ્ર પાપકર્મો આ પદ્મચરિત્રનું વાંચન, અધ્યયન, શ્રવણ, કીર્તન કરવાથી નાશ પામે છે અને સમ્યક્ત્વાદિક આત્મિક ગુણોની પ્રાપ્તિ કરાવી પરંપરાએ મોક્ષફલ પ્રાપ્ત કરાવનાર થાય છે.
આ પઉમરિય દિવ્યગ્રન્થનું પ્રથમ સંસ્કરણ જૈનધર્મના ઉચ્ચ અભ્યાસી જર્મન વિદ્વાન હમને જે કેબીના હાથે થયું હતું. પ્રકાશન ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભા દ્વારા થયું હતું. ફરી સં. ૨૦૧૮માં સાહિત્ય સંશોધક આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીના હસ્તે પ્રાકૃત ગ્રન્થપરિષદ્ વારાણસી દ્વારા બે ભાગમાં સંશોધન-સંપાદન થયું.
૫૦ પૂછ આગમહારક આનન્દસાગરસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્યરત્ન આ. શ્રી હેમસાગરસૂરિ મહારાજ સાહેબ જેઓ એક ઉચકોટિના સાહિત્યકાર છે. તેમણે મહદંશે ઉપર્યુક્ત પ્રસ્થાના આધારે શુદ્ધ સરળ વિદ્વતાપૂર્ણ ગુજરાતી અનુવાદ કરી આ ગ્રન્થ અત્યન્ત કાળજી પૂર્વક તૈયાર કરી આપ્યો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આચાર્ય શ્રીહેમસાગરસૂરિજીએ કુવલયમાલા કહા, સમરાઇમ્ય કહા, કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય-વિરચિત સવિવરણ યોગશાસ્ત્ર, ઉષ્પન્ન મહાપુરિસચરિય વગેરે પ્રાચીન મહત્ત્વના ગ્રન્થના ગૂજરાનુવાદરૂપ અણમૂલ ગ્રન્થરો જૈન સમાજને સમર્પણ કર્યા છે, જેને વિદ્વાન વગે સારો સત્કાર કર્યો છે. પ્રસ્તુત ગ્રન્થ પણ વર્તમાન જૈન, જૈનેતર જગતને જરૂર અત્યન્ત ઉપયોગી થશે. રામાયણની મહાકથાના મહત્વ અને ગૌરવથી આ દેશમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે.
આવા પ્રાચીન ગ્રન્થનો અત્યંત શ્રમપૂર્વક તૈયાર કરેલ ગૂજરાનુ પાદ અમારી ગોડીજીની પેઢી શ્રીવિજયદેવસર સંધ તરફથી પ્રકાશિત થાય છે, તે માટે અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. આવા ઉચ્ચકોટિના પ્રકાશન માટે પૂ. આચાર્યશ્રીએ પ્રકાશિત કરવા સમ્મતિ આપી અમને ઉપકત કર્યા છે. તેથી અમે તેઓશ્રીના અત્યત ઋણી છીએ. આ ગ્રન્થના સંપાદન-કાર્યમાં સહાયભૂત થનારા તેમના વિનીત શિષ્યો પૂ. મુનિ શ્રીમનેzસાગરજી મ. આદિ પરિવારને પણ આભાર માનીએ છીએ. તે ઉપરાંત વડોદરા પ્રાયવિદ્યામંદિરના નિવૃત્ત પંડિતવર્ય શ્રીયુત લાલચંદ્રભાઈ ગાંધીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org