________________
૬ ૩૬૪ :
પઉમચરિય-પદ્મચરિત્ર
કરવા જતો હતો, ત્યારે તેણે ધીર એવા અભિનન્દન નામના અવધિજ્ઞાની મુનિને જોયા. અને તે મુનિએ રાજાને કહ્યું કે, “હે રાજન્ ! જ્યાં તું જાય છે, ત્યાં કાષ્ઠમાં પૂર્વે ભવના તમારા પિતામહ-દાદા સર્ષપણે ઉત્પન્ન થએલા રહેલા છે. ત્યાં પહોંચીને કાક ચીરાવી તેનું રક્ષણ કરાવવું.” રાજા ત્યાં ગયે અને જે પ્રમાણે મુનિએ કહ્યું હતું, તે પ્રમાણે સર્વ જોયું. યથાર્થ દેખવાથી મુનિવરના વચનથી તે પ્રતિબંધ પામ્યા. સંવેગ થવાના કારણે રાજા પ્રત્રજ્યા લેવાની ઈચ્છા કરતો હતો. રાજાને ચાર વિભાગવાળી શ્રુતિમાં તિરત વિપ્ર ભરમાવતો હતો. તેણે રાજાને કહ્યું કે, “હે રાજન્ ! કુલઝમાગત આ તમારા પિતાનો ધર્મ છે, માટે ચિરકાળ રાજ્ય ભેગવીને તમારા પદે મોટા પુત્રને સ્થાપન કરીને હે સ્વામી! પછી આત્મહિત કરજે-આટલું મારું વચન માન્ય કરો.” આ વૃત્તાન્ત શ્રીદામ નામની રાજપત્નીએ સાંભળીને ચિન્તવ્યું કે, “હું બીજા પુરુષમાં આસક્ત છું, તે રાજાને જાણવામાં વધારે આવી ગયું છે, તેથી કદાચ રાજા પ્રત્રજ્યા ગ્રહણ કરે કે ન પણ ગ્રહણ કરે, પારકાનું હદય કેણ જાણી શકે? માટે હું રાજાને ઝેર આપીને મારી નાખું.” પાપિણી રાણીએ પુરોહિત સાથે મળી કુલંકર રાજાને તે જ ક્ષણે પિતાના ઘરે પશુનો ઘાત કરે, તેવી રીતે ક્રૂરતાથી મારી નાખે.
રાજા મૃત્યુ પામ્યા, ત્યાર પછી સસલો થયે, ત્યાર પછી મેર થયે, પછી સર્ષ થયો, પછી કુરર તેમજ દેડકે થયે. હવે કૃતિરત વિપ્ર પણ મરીને પૂર્વે હાથીપણે ઉત્પન્ન થયા. પિલા દેડકાને પિતાના પગથી ચાંપીને હાથીને મારી નાખે, મરીને તે મસ્ય થયે. કાલક્રમે સરેવરમાં જળ સુકાઈ ગયું, એટલે કાગડાઓએ મર્યને ફેલી ખાધે, એટલે મૃત્યુ પામી કૂકડો થયે. પછી બિલાડે, ફરી હાથી, ત્રણ ભવ સુધી કૂકડો . બ્રાહ્મણ બિલાડાએ ત્રણ જન્મ સુધી તેનું ભક્ષણ કર્યું. તે બ્રાહ્મણ બિલાડો મરીને મત્સ્યપણે ઉત્પન્ન થયા. બીજે પણ તે જ જળમાં સુંસુમારપણે ઉત્પન્ન થયો. મચ્છીમાર ધીવર પુરુષોએ જળમાં જાળ નાખી તે સુંસુમાર અને મત્સ્ય બંનેને પકડ્યા. જળમાંથી બહાર કાઢીને બંનેને વધ કર્યો. મરીને તેઓ ઘણી વખત સાથે ઉત્પન્ન થયા. જે સુંસુમાર હતા, તે વિનેદ નામને બ્રાહ્મણ હતો, બીજે તેને ના ભાઈ હતું, તેનું નામ રમણ હતું અને તેઓ રાજગૃહમાં રહેતા હતા. મૂખ પણના કારણે રમણે કંટાળ્યો અને વેદ ભણવા માટે ઘરેથી નીકળી ગયે, બહારગામ ગયે, ત્યાં વેદ ભણાવનાર ગુરુનો વેગ થયે. તેમની પાસે ત્યાં અંગ-ઉપાંગ સહિત વેદ ભણી ગયે. ફરી પણ પિતાને સહદરને મળવાની ઉત્કંઠાથી મગધપુર આવ્યા અને રાત્રિસમય થયે હેવાથી યક્ષમંદિરમાં રાત્રે સ્થાન મેળવ્યું. ત્યાં વિનોદની શાખા નામની પત્નીએ અશોકદરને મળવાનો સંકેત અને સમય આપેલ હતો, તેથી તે યક્ષના મંદિરમાં આવી પહોંચી. કેટવાળાએ તેની સાથે રમણને પકડ્યો, તેટલામાં તેઓની પાસે તલવાર લઈને વિનોદ ગયો. વૃત્તાન્ત સાંભળીને પત્નીને કારણે ગુસ્સે થયે અને રાત્રે વિદે તે રમણને મારી નાખે. ઘરે ગયા પછી વિનોદ પત્ની સાથે સતત રતિસુખ ભોગવીને મૃત્યુ પામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org