________________
[૧] ત્રિભુવનાલંકાર હાથીની વેદના
: ૩૬૧ :
ચિત્તવાળો થા અને રેષનો ત્યાગ કર.” ભરતનું વચન સાંભળીને તે હાથી અધિકતર સૌમ્યદર્શન સ્વભાવવાળે બની ગયો અને તે વખતે પૂર્વનો દેવભવ યાદ આવ્યો. પહેલાં આ ભરતરાજા પૂર્વભવમાં બ્રહ્મદેવલોકમાં મારા મિત્ર દેવ હતા, ત્યાંથી ચવીને બલ અને શક્તિસંપન્ન શ્રેષ્ઠ નરેન્દ્ર થયા. ખેદની વાત છે કે, “હું તો વળી નિન્દ્રિત કર્મ કરનાર તિર્યચનિમાં વિવેક-રહિત અકૃતાર્થ હાથીપણે ઉત્પન્ન થશે. માટે અત્યારે હું તેવાં કાર્ય કર્યું કે, જેથી મારાં દુઃખે ઉચછેદ કરીને ઈચ્છા મુજબ દેવલોકમાં ભોગ ભેગવું.” આ પ્રમાણે પૂર્વે અનુભવેલ ભવ યાદ કરીને ગજેન્દ્ર અત્યન્ત સંવેગ મનવાળે થયો. એ ચિન્તવવા લાગે કે-“હવે તેવાં કાર્યો કરું કે, જેથી વિમલ સ્થાનક પ્રાપ્ત કરું.” (૭૩) પાચરિત વિષે “ત્રિભુવનાલંકાર હાથીને સંક્ષોભ” નામના એશીમા
પર્વને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. [૮૦].
| [૧] ત્રિભુવનાલંકાર હાથીની વેદના
ત્યાર પછી તે ઉત્તમ હાથીને રામ અને લક્ષમણે બંને સાથે મળીને અતિ કઠોર અભિમાનવાળા હોવા છતાં, ભયની શંકા મનમાં કરતાં કરતાં મુકેલીથી પકડ્યો. લક્ષમ
ના વચનથી મંત્રીઓ હાથીને પિતાને ત્યાં લઈ ગયા અને ત્યાં મોકલ્યા પછી તેની. યથાયોગ્ય પૂજા કરી. હાથીને વશ કરેલો દેખીને વિદ્યાધરો સહિત સર્વ લેકે રામ અને લક્ષમણની શક્તિ અને પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા. સીતા, વિશલ્યા અને પિતાની. પનીઓ સહિત રામ, લક્ષ્મણ અને ભરત સર્વે કુસુમ નામના ઉદ્યાન તરફ ચાલ્યા. ઘણા વાજિંત્રેના નિનાદ સાથે “જય થાઓ”ની ઉદ્દઘોષણા અને મંગલગીતના શબ્દોથી અભિનેન્દિત તેઓ અમરાપુરી સરખા રામના ભવનમાં પેઠા. વાહનમાંથી નીચે ઉતરીને, સર્વે ભજન કરવાના મંડપમાં બેઠા. સાધુ ભગવન્તને પ્રતિભાભીને ત્યાર પછી પરિ. વારસહિત દરેકે ભેજન કર્યું. તેટલામાં હે શ્રેણિક ! તેઓના મહામંત્રીઓ આવ્યા, મસ્તકથી પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, “હે રઘુનન્દન ! અમારી વાત સાંભળો. આ હાથી લાંબા નિઃશ્વાસ મૂકીને આંખ મીંચીને સુંઢથી પૃથ્વીપીઠ અફાળે છે. વળી મસ્તક ધૂણાવે છે, વળી પાછે ચિન્તાસાગરમાં ડૂબી જાય છે. પંપાળી પંપાળી કળી આપીએ છીએ, તે પણ ગ્રહણ કરતો નથી, તેમજ નિષ્ફર વચન કહીએ, તે પણ ખાતે નથી, સૂંઢ વડે દાંત વીંટાળીને થાંભલા સરખો જડ બની કંઈક ધ્યાન કરે છે. લેખ્યમય ચિત્રામણની જેમ સર્વાગે સ્થિર કરીને લાંબા કાળ સુધી ઉભો રહે છે. જીવતો છે કે મરી ગયું છે તેને પણ સદેહ થાય છે. તે સ્વામી! મંત્રપ્રયાગ, ઔષધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org