________________
[૬૦] સુગ્રીવ-ભામંડલને સમાગમ
: ૨૫ ઃ
-
-
અમે મુસાફરી કરતા હતા, ત્યારે પર્વતના શિખર ઉપર કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા દેશભૂષણ અને કુલભૂષણ નામના મુનિવરને ઉપસર્ગ ઉત્પન્ન થયે હતે. ચોથા વનમાં પ્રતિમાની સાધના કરતા એવા તે અડેલ ચિત્તવાળા મુનિને ભવરૂપી અંધકારને નાશ કરનાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે તુષ્ટ થએલા ગરુડાધિપ દેવે અમને વરદાન આપ્યું હતું, તે ચિંતવવા માત્રથી અમને વિદ્યાની પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે જ્યારે રામે કહ્યું, ત્યારે તે સાંભળીને વિસ્મય પામેલા ખેચરે હર્ષિત થયેલા શરીરવાળા મુનિવરના ગુણગણની વાતમાં અનુરક્ત થયા. જે વિમલ પ્રભાવવાળા સાધુઓ હિતેપદેશ કરીને મનુષ્યને જે લાભ કરી આપે છે, તે પિતા, બધુ, મિત્ર, પત્ની કે વફાદાર સેવકે કરી શકતા નથી. (૯)
પદ્મચરિત વિષે “સુગ્રીવ–ભામંડલને સમાગમ' નામના સાઠમા પવને
ગુર્જરનુવાદ પૂર્ણ થયે [૬૦]. [ ૬૦ ઉદ્દેશા અને પર્વોની સમગ્ર આર્યાઓને સરવાળો કરતાં કુલ ૫૫૧૦ આર્યાઓને
અહીં સુધી અનુવાદ થયે. હે. સા. ]
[૬૧] શક્તિ હથિયારને પ્રહાર
હવે સંગ્રામ કરવામાં ચતુર, શૂરવીર બખ્તર પહેરેલા અને શસ્ત્ર સજેલા ઘણા રાક્ષસ-સુભટે વાનર-સુભટની સન્મુખ આવી પહોંચ્યા. મેટા અવાજ કરનાર ઢોલ, ભેરી, ઝાલર, કાહલ, તલિમા, મૃદંગ વગેરેના શબ્દોથી જાણે આકાશ કુટી ગયું હોય અને તેના બે ટુકડા થઈ મહિતલમાં ફેરવાઈ ગયું હોય, તેવાં રણવાજિંત્રો વાગવા લાગ્યાં. આ સમયે મહાતમા લંકાનરેશ પિતાની સેના સાથે યુદ્ધભૂમિમાં પ્રયાણ કરી રહ્યા હતા, ત્યારે આગળ દેવેન્દ્ર સરખા વિભાવવાળા, હસ્તમાં વિવિધ પ્રકારનાં આયુધે ગ્રહણ કરેલા, વિવિધ પ્રકારનાં વાહનો ઉપર સ્વાર થએલા, વિવિધ પ્રકારના ઉત્તમ ચિહ્નવાળા, યુદ્ધવીરે આવી પહોંચ્યા. બાણ, ઝસર, શક્તિ, સર્વલ, ભયંકર ભાલા વગેરે આયુધો ફેંકાવાના કારણે નિર્મલ આકાશ પણ ક્ષણવારમાં ગહન થઈ ભરાઈ ગયું. ઘોડેસ્વાર સાથે અશ્વસ્વારો, યોદ્ધાઓ સાથે ચોદ્ધાઓ, રથિકો સાથે રથવાળાઓ લડવા લાગ્યા અને પરસ્પર મારવા લાગ્યા. મેદન્મત્ત હાથીઓ પર રહેલા કુંજર પર આરૂઢ થએલાની સાથે, એમ સરખે સરખા બલવાળા યુદ્ધ કરવાના કાર્યમાં તત્પર બન્યા. વળી બીજી વખત પણ રાક્ષસ-સુભટોથી વાનર-સેના ભગ્ન બની. વળી પણ નીલ વગેરે વાનર સુભટોએ પિતાના સર્વ સૈન્યને આશ્વાસન આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org