________________
[૫૯] વિદ્યાનું સાંનિધ્ય
: ૨૯૩ : ધથી ભરચક બનાવ્યું. મદરીને પુત્ર ઈન્દ્રજિતુ હાથી ઉપરથી નીચે ઉતરીને રથમાં બેઠે. નવા મેઘના સરખી ગર્જના કરતા વરુણ નામના અસ્ત્રને ફેંકયું. વાનરાધિપતિ-સુગ્રીવે સમગ્ર સૈન્યમાં અન્ધકાર વ્યાપેલો દેખીને મારુત નામના અસ્ત્રથી અંધકારને જલ્દી દૂર કર્યો. ઘનવાહને પણ જનકપુત્ર-ભામંડલ ઉપર આગ્નેય નામના અસ્ત્રને ફેંકયું. ભામંડલ રાજાએ પણ વારુણ નામના અસ્ત્રથી તેને નાશ કર્યો. મદરીના પુત્ર ઈન્દ્રજિતે યુદ્ધમાં ભામંડલને રથ વગરને બનાવીને સજલ મેઘસમાન કાળી કાન્તિવાળા તામસ નામના અસ્ત્રને ફેંક્યું. તે સમયે ચેતના નાશ પામવાના કારણે સુભટ પૃથ્વીતલને કે આકાશને કે પોતાને કે બીજાને દેખી શકતા ન હતા. જાણે આંખોનું અપહરણ થઈ ગયું હોયતેમ અંધકાર વ્યાપી ગયો અને દરેક પ્રકારની ચર્યા અટકી ગઈ. ત્યાર પછી ઘનવાહને વિષમિશ્રિત ધૂમ બહાર કાઢનાર અગ્નિ સરખા વર્ણવાળા નાગપાશથી જકડીને ભામંડલને બાંધ્યો. મેટા રાવણપુત્ર ઈન્દ્રજિતે પણ વાનરપતિ સુગ્રીવને ભુજંગ પાશથી જલદી મજબૂતીથી બાંધ્યું અને જમીન પર પટકા.
બંનેને ભુજંગ પાશથી બાંધેલા દેખીને લક્ષમણ અને રામને બિભીષણે કહ્યું કે, આપ મારી વાત સાંભળો. તમે ઈન્દ્રજિતને દેખે કે, તેણે બાણસમૂહથી આકાશને ઢાંકી દીધું છે. ભામંડલ અને સુગ્રીવને નાગપાશથી જકડી લીધા છે. વાનરનાથ સુગ્રીવને બાંધી લીધા પછી અને ભામંડલ પરાજિત થયા પછી સમૂહરૂપ એકત્રિત અમારાં મરણ થશે–એમાં સદેહ નથી. હે મહાયશ! અમારા સૈન્યમાં એ બે જ પુરુષે મહારથી છે. વિદ્યાધરે અને વાનરની સેના હવે નિર્ણાયક બની ગઈ છે. જેની વજા અને છત્ર છિન્નભિન્ન થયાં છે. જેના ઉત્તમ રથને પણ ચૂરેચૂરે જલ્દી થવાનો છે એવા પવનપુત્ર હનુમાનને પણ ભાનુકણું નિઃશંકપણે પકડી લેવાનું છે એમ સંભળાય છે.
જ્યાં સુધી હજુ તેઓ પૃથ્વીતલ પર બેઠેલા છે–એવા ભામંડલ અને સુગ્રીવને તે રાક્ષસે પકડે નહીં, ત્યાં સુધીમાં ત્યાં પહોંચીને તમે તેમનું રક્ષણ કરે. ગભરાટ પામેલા રામ હજુ જેટલામાં લક્ષમણને આ વાત કરે છે, તેટલામાં તે અંગદકુમાર ભાનુકર્ણની સાથે યુદ્ધ કરવા લાગ્યો. શસ્ત્ર-સમૂહ જેમાં પડી રહેલ છે, એવા તે બંનેનું યુદ્ધ ચાલતું હતું, તેટલામાં હનુમાન એકદમ નાગપાશ તોડીને ત્યાંથી નીકળી ગયે.
હનુમાન અને અંગદ ઉત્તમ વિમાનોના શિખર ઉપર આરૂઢ થયા. લક્ષમણ અને બિભીષણ પોતપોતાના સૈન્યને આશ્વાસન આપવા લાગ્યા. તે સમયે બિભીષણ યુદ્ધરસિક ઈન્દ્રજિતની પાસે પહોંચ્યું. તેને દેખીને કુમાર હૃદયમાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે, “પિતાજી અને આમનામાં કોઈ ભેદ નથી. પિતાને મારવાથી લોકમાં નિર્મલ યશ મેળવી શકાતો નથી. ભામંડલ અને સુગ્રીવ બંનેને ભુજગપાશથી બરાબર જકડેલા છે. તેઓ તો હવે નક્કી મૃત્યુ પામવાના જ છે. હવે આપણે માટે યુદ્ધમાંથી ખસી જવું ઉચિત છે”—એમ વિચારીને તે બંને યુદ્ધમાંથી પાછા ફર્યા, લમણે સેના સહિત રાવણના પુત્રોને જોયા. ત્યારે લક્ષમણુ કહેવા લાગ્યા કે, “હે નાથ! મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org