________________
* ૨૮૦ :
પઉમચરિય–પદ્મચરિત્ર
સિંહનાદે લક્ષ્મણને જણાવ્યું કે, “હે લક્ષમણ ! આમ આ કાર્ય મારી કઠણ છે એમ કહીને વાત ટાળે છે કેમ? જેમાં પિતાનું હિત હોય, તેવાં કાર્યો દરેક પુરુષેએ કરવાં જ જોઈએ. ઉત્તમ ભવને અને ઉંચા પ્રાકારવાળી લંકાનગરીને હનુમાને વિનાશ કર્યો છે, તેથી કોપાયમાન રાવણની સાથે યુદ્ધમાં અમારું મરણ થશે. તેના સમાધાનમાં ચન્દ્રરાશિમાએ કહ્યું કે-“હે સિંહનાદ ! તું આટલે ડર પેક કેમ થઈ જાય છે ? નજીકમાં મરણ પામનારા રાવણથી કેણ ડરે છે ? આપણી સેનામાં બલ, શક્તિ અને કાન્તિવાળા યુદ્ધ કરવામાં શૂરવીર ઘણા મહારથી વિખ્યાત વિદ્યાધર સુભટો છે. ધનરતિ, ભૂતનિનાદ, ગજવરઘોષ, કૂર, કેલીકિલ, ભીમ, કુંડ, રવિ, અંગદ, નલ, નીલ, વિદ્યદુવંદન, મન્દરમાલી, અશનિવેગ, રાજા ચન્દ્રજ્યોતિ, સિંહરથ, ધીરસાગર, વજદંષ્ટ્ર, ઉકાલાંગૂલ, વીરદિનકર, ઉજજવલ કીર્તિ હનુમાન અને ભામંડલ સરખા મહાસુભટ રાજાઓ આપણું પક્ષે રહેલા છે. તે સિવાય બીજા મહેન્દ્રકેતુ, પવનગતિ, પ્રસન્નકીર્તિ વગેરે બીજા પણ ઘણું સુભટો વાનરસેનામાં છે. વાનર સુભટોને બે-પરવા દેખીને રામ એકદમ ભ્રમર ચડાવીને ક્ષણવારમાં યમરાજાની સરખા ભયંકર મુખવાળા થઈ ગયા. રામે હાથમાં ધનુષરત્નને ગ્રહણ કરીને જળપૂર્ણ મેઘ સરખે ગજરવને શબ્દ કરતા તેને અફાળ્યું અને વિજળી સરખી ધપૂર્ણ દષ્ટિ લંકા તરફ કરી. પ્રલયકાળના સૂર્ય સરખા કેધથી ધમધમી રહેલાં રામના મુખને જોઈને સર્વે વાનર-સુભટ એકદમ પૂર્ણ ઉત્સાહિત બની યુદ્ધ કરવા સજજ બન્યા અને પ્રયાણની તૈયારી કરવા લાગ્યા.
બરાબર માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણપક્ષમાં પંચમીના દિવસે સૂર્યોદય-સમયે શુભ કરણ, લગ્ન અને યોગે પ્રવર્તતા હતા, ત્યારે તેઓનું પ્રયાણ થયું. તે સમયે દક્ષિણવર્તાયુક્ત નિર્ધમ જળી રહેલ અગ્નિ, આભૂષણથી વિભૂષિત સ્ત્રી, ઉત્તમ જાતિનો વેત અશ્વ, નિર્ચન્ય મુનિવર, છત્ર, ઘેડાને હણહણાટ કરતો શબ્દ, કળશ, સુગન્ધી વાયરે, વિશાલ નવીન તોરણ, ક્ષીરવૃક્ષ ઉપર ડાબી બાજુ બેઠેલ પાંખ ફફડાવતા અને ‘કાકા’ શબ્દ કરતા કાગડાને તથા ઉત્તમ ભેરી અને શંખ વાગવાને શબ્દ, આ વગેરે શકુને શીઘ્ર સફળતાની આગાહી કરાવતાં હતાં. આ અને બીજા પણ ઘણાં શુભ શકુનો પ્રયાણ-સમયે થયાં. તથા રામ લંકા તરફ પ્રયાણ કરતા હતા, ત્યારે મંગલશબ્દો તેમના સાંભળવામાં આવ્યા. શુકલપક્ષમાં જેમ ચન્દ્રની કળા વૃદ્ધિ પામે છે, તેમ સુગ્રીવ-સહિત રામની કાતિ ખેચર-સેથી અધિક વૃદ્ધિ પામવા લાગી. કિષ્કિન્વિપતિ સુગ્રીવરાજા, હનુમાન, દુર્મર્ષણ, નલ, નીલ, સુષેણ, શલ્ય તથા કુમુદ વગેરે ઘણા સુભટો વાનરના ચિહ્નવાળા મહાબલવાળા સમગ્ર સાધન અને બલવાળા મહાવાજિંત્રના શબ્દ કરતા જાણે આકાશને ગળી જવા માગતા હોય, તેમ ચાલવા લાગ્યા. વિરાધિતને હાર, જાબૂનદને વડવૃક્ષ, સિંહરવને સિંહ, મેઘકાન્તને હાથી–એમ દરેક સુભટનાં જુદાં જુદાં ચિહ્નો હતાં. તે સર્વે સુભટ કઈ વિમાનમાં, કેઈ યાનમાં, કેઈ વાહનમાં કેઈ હાથી પર, કેઈ અશ્વ પર, કઈ રથમાં આરૂઢ થઈ લંકા તરફ પવન સરખી વેગવાળી ગતિથી જવા માટે તૈયાર થયા. જ્યારે દિવ્યવિમાનમાં આરૂઢ થઈને અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org