________________
[૫૪] લંકા તરફ પ્રયાણ
હવે અનુક્રમે ગમન કરતા કરતા સમગ્ર સૈન્ય-સહિત હનુમાન કિકિધિ નગરીએ પહોંચે. વાનરપતિ સુગ્રીવે દેખે, એટલે ઉભા થઈ સન્માન આપ્યું અને તેને પ્રેમથી બોલાવ્યો. ત્યાર પછી યુદ્ધમાંથી પાછા ફરેલા સુભટોને સન્માન આપી સુગ્રીવ સાથે રામ પાસે ગયા. હનુમાને મસ્તકથી પ્રણામ કરી ચૂડામણિ અર્પણ કરીને પ્રિયતમા સીતા સંબધિને સર્વ વૃત્તાન્ત રામને નિવેદન કર્યો-“હે સ્વામી ! હું ત્યાં ગયે, ત્યારે વિખરાએલ જટાજુટ, વગર સંસ્કારેલા અને વગર એળેલા કેશવાળી, અશ્રુપ્રવાહના કારણે મલિન કોલતલવાળી, ડાબી હથેલીમાં સ્થાપન કરેલા વદનવાળી, લાંબા અને ઉણુ નિઃશ્વાસ મૂકતી, એકાગ્રતાથી તમારાં દર્શનને ચિતવતી આપની ભાર્યાને અમે એક ઉત્તમ ઉદ્યાનમાં દેખી. હે મહાયશવાળા સ્વામી ! તેમના ચરણમાં નમન કરીને આપે મોકલેલી મુદ્રિકા સમર્પણ કરી અને આપના સર્વ કુશલ-સમાચારને વૃત્તાન્ત પણ તેમને જણાવ્યો. આપને વૃત્તાન્ત સાંભળીને સીતા ઘણે હર્ષ પામ્યાં અને હર્ષથી રોમાંચિત ગાત્રવાળી ફરી ફરી પણ સમાચારે પૂછવા લાગી. સીતાના જીવવાના સમાચાર હનુમાને આપ્યા. તે સાંભળીને રામના પોતાના અંગોમાં હર્ષ સમાઈ શકતે ન હતો. ચૂડામણિ ગ્રહણ કરવાથી રામ તેના કરતાં વિશેષાધિક હર્ષ પામ્યા. અભિજ્ઞાનસહિત સમાચાર મળવાના કારણે જાણે “અમૃતથી અંગનું વિલેપન થયું હોય તેમ આનંદ અનુભવવા લાગ્યાં. હે સ્વામી! સાથે બીજી વાત પણ સાંભળી લે કે, તેણે એમ કહેવરાવેલ છે કે, જે આપ જલદી નહિં આવો, તે મારું અહિં મરણ એ ચોક્કસ છે. ચિન્તા-સાગરમાં ડૂબેલી, આપના વિરહથી અકળાએલી, રાક્ષસ-યુવતીઓથી ઘેરાએલી સીતા દુઃખમાં પોતાના દિવસો વીતાવી રહેલી છે. નિશાની સહિત પ્રિયાના સમાચાર સાંભળીને કાચ્છાદિત મનવાળા રામ અધિક દુખ પામ્યા.
નીચું મુખ કરીને લાંબે નિશ્વાસ છોડીને રામ ચિન્તવવા લાગ્યા કે, “ખરેખર હું કેવા દુઃખમાં આવી પડેલ છું.' એમ ફરી ફરી પોતાની નિન્દા કરવા લાગ્યા. આ પ્રકારે શોક કરતા રામને લક્ષમણ કહેવા લાગ્યા કે-“હે દેવ ! શોક શા માટે કરે છે? આપના મનમાં જે કરવા લાયક કાર્ય હેય, તેની મને આજ્ઞા આપો. હે સ્વામી ! સુગ્રીવ રાજાના મનમાં આ કાર્ય લાંબા સમયનું જણાય છે અને ભામંડલને બોલાવ્યા, તે પણ હજુ વિલમ્બ કરે છે. અમારે દશમુખની પોતાની લંકાનગરીમાં નક્કી જવું જ છે, પરંતુ હે મહાયશ ! બાહુથી સમુદ્ર તટે કેવી રીતે? તેને પ્રત્યુત્તર આપતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org