SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૭] સુગ્રીવનું આખ્યાન : ૨૫૭ : તોમર વગેરે એક બીજા સાથે ટકરાવાથી ઉછળતા શસ્ત્ર-સમૂહવાળા યુદ્ધમાં કયો સાચો અને કો જૂઠ સુગ્રીવ છે? એ વિશેષ ન જાણવાથી રામ બાણ ફેંકતા નથી. ત્યારે બીજાએ ગદાથી સાચા સુગ્રીવને માર્યો એટલે તેણે મૂચ્છથી આંખ મીંચી દીધી અને તરત તે પૃથ્વી ઉપર ઢળી પડ્યો. યુદ્ધમાં સાચા સુગ્રીવને પડેલો દેખીને માયાવી સુગ્રીવ કિષ્કિમ્પિમાં ચાલ્યા ગયે અને સાચા સુગ્રીવને બધુવર્ગ પોતાના પડાવમાં લઈ ગયા. સ્વસ્થ થએલ સાચો સુગ્રીવ કહેવા લાગ્યું કે-“હે સ્વામી ! વિરી અહીં આવીને પાછો ગયો, છતાં આપે કેમ તે પાપીને ન હો?” ત્યારે રામે તેને કહ્યું કે, “તમે બંને લડતા હતા, ત્યાં તમારા બે વચ્ચે કંઈ ફરક ન દેખવાથી અને સરખા દેખાતા હોવાથી મેં ન હ. હે સુગ્રીવ! તું ફરી એ દુષ્ટને મારી નજર સમક્ષ હાજર કર અને પછી જે, તેના ઉપર સેંકડો બાણો છોડીને જલદી તેને ભેદી નાખીશ.” ત્યારે સાચા સુગ્રીવે તેને પડકાર કરીને યુદ્ધ કરવા બોલાવ્યું. તે દુષ્ટ માયાવી સુગ્રીવ જ્યાં આવ્યો કે, રામે પર્વત વડે જેમ મેઘ રોકાય, તેમ તેને યુદ્ધમાં રોકી રાખ્યું. રામદેવને દેખીને વેતાલી નામની મહાવિદ્યા નીકળી ગઈ અને સાહસગતિ પણ પાછો સ્વાભાવિક રૂપવાળો થયો. સુગ્રીવના રૂપવાળા તથા મરકતમણિ સરખી કાન્તિવાળા સાહસગતિને દેખીને વાનર સુભટો રેષાયમાન થયા. તેઓ સવે એક સ્થાન પર એકઠા થયા. સંગ્રામ પ્રવર્યો, ત્યારે લક્ષમણે સુગ્રીવને રોક્યા, ત્યારે સાહસગતિએ વાનરસેનાને ભગાડી મૂકી. વાનરસેનાને યુદ્ધમાં ભગ્ન થતી જોઈને રામે સેંકડે બાણ છોડીને લાંબા કાળ સુધી રણલીલા કરીને છેવટે સાહસગતિ ઉપર પ્રહાર કર્યો. તીહણ બાણોથી વિંધાએલા શરીરવાળો સાહસગતિ પૃથ્વી પર પટકા અને સર્વ વાનરસુભટોએ તેને પ્રાણરહિત જે. શત્રુને મારા દેખીને સુગ્રીવે લક્ષમણ-સહિત રામની આદરપૂર્વક પૂજા કરી અને પોતાના નગરમાં પ્રવેશ કરાવ્યું. રામને એક સુન્દર બગીચામાં ઉતારે આપીને ત્યારપછી પ્રિયાને મળવાની અત્યન્ત ઉત્કંઠાવાળા સુગ્રીવે જલદી અંતઃપુરમાં પ્રવેશ કર્યો. સુગ્રીવને ત્યાં સુતારા પત્ની સાથે સમાગમ થયે અને રતિસાગરમાં ડૂબી ગએલા તેના દિવસો પસાર થઈ રહેલા હતા. વિરાધિત વગેરે સર્વે સુભટને ત્યાં જ આનન્દ નામના વનમાં અને રામને ચન્દ્રપ્રભસ્વામીના મન્દિર પાસે નિવાસસ્થાન આપ્યું. વાનરપતિની સર્વાંગસુન્દરી આદિ તેર કન્યાએ રામની પાસે જઈને કહેવા લાગી કે, “આપ જ અમારા વર છો.” પહેલી ચન્દ્રાભા, બીજી હદયાવલી, ત્યાર પછી ક્રમશઃ હદયધર્મા, અનુદ્ધરા, શ્રીકાન્તા, સુન્દરી, સુરમતિ, મને વાહિની, ચારુશ્રી, મદનેત્સવા, ગુણવતી, પદ્માભા અને જિનમતિ. યૌવન અને રૂપધારી આ કન્યાઓને દેખીને રામ સીતાના વિયેગમાં તેને ઉલ્કા અને વીજળીની સરખી માનવા લાગ્યા. મન અને નયનને હરણ કરનારી, વિનયથી નમેલા વદન કમળવાળી તે કન્યાઓ રામની સમીપે બેકી. રૂપ, યૌવન ધારણ કરનારી હોવા છતાં રામદેવ તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy