________________
[૪૪] સીતાનું હરણ થતાં રામ-વિલાપ
: ૨૪૫ :
-
પર્વત ઉપર જેમ મેઘ ધારા-સમૂહ વરસાવે, તેમ રાક્ષસે લક્ષ્મણ ઉપર વિવિધ શોને સમૂહ છોડવા લાગ્યા. યુદ્ધમાં રાક્ષસએ છેડેલા આયુધોના સમૂહને નિવારણ કરવા માટે લક્ષ્મણ યમરાજાના દંડ સરખાં વેગવાળાં બાણ છોડવા લાગ્યા.
ઉત્તમ મુકુટથી શોભતા, દેદીપ્યમાન મણિરત્નનાં કુંડલ પહેરેલા રાજાનાં મસ્તકો લક્ષમણે છેડેલાં બાણ થી છેદાઈને કમળની જેમ ભૂમિ ઉપર પડ્યાં. જેમની વિજાઓ ભાંગી તૂટી ગઈ છે-એવા હાથી, ઘોડા, ચોદ્ધાઓ તેમ જ રથ વગેરેના અંગ-ઉપાંગોના ચૂરેચૂરા થઈ ગયા. તેમજ કેટલાક ભયંકર કરુણસ્વર કરવા લાગ્યા. આ સમયે કેધે ભરાએલો શખૂકના શત્રુને મારવાના દઢ નિશ્ચયવાળે દશમુખ–રાવણ પુષ્પક નામના વિમાનમાં બેસીને આવી પહોંચે. માર્ગમાં જતાં જતાં નીચેના પ્રદેશમાં નજર કરી તે, મોહ ઉત્પન્ન કરાવનાર સર્વ અંગે જેનાં સુંદર છે, એવી ઈન્દ્રાણીના રૂપ સરખી સીતા જેવામાં આવી. મદનાગ્નિથી તપેલા અંગવાળો તેમાં જ એકાગ્ર મનવાળે રાવણ વિચારવા લાગ્યો કે, “આના વગર મને રાજ્યનું સુખ કઈ ગણતરીમાં? આ પ્રમાણે વિચારીને અવલોકની નામની વિદ્યાથી તેઓનાં નામ, ચરિત્ર અને ગોત્ર વગેરે રાવણે જાણી લીધાં છે, જે આ યુદ્ધમાં ઘણા સાથે એકલે લડે છે, તે લક્ષમણ, રામ સીતાની સાથે છે અને આ સર્વે અરણ્યમાં નિવાસ કરનારા છે. માટે યુદ્ધભૂમિમાં લક્ષમણના સ્વર સરખે સિંહનાદ છોડીને રામને છેતરીને જલદી સીતાનું અપહરણ કર્યું. સમગ્ર સિન્ય-સહિત ખરદૂષણ નક્કી આ બંનેને મારી નાખશે–એમ વિચારીને રાવણે સિંહનાદ કર્યો. લક્ષમણુના અવાજ સરખા કુંટ અને ભયંકર અવાજવાળા સિંહનાદને સાંભળીને રામ મનમાં વ્યાકુલ બન્યા અને ધનુષ અફાળ્યું અને સીતાને કહ્યું કે-“હે સુન્દરી! જ્યાં સુધી લક્ષમણની પાસેથી પાછો ન આવું, ત્યાં સુધી જટાયુથી રક્ષણ કરાતી તું થોડો સમય અહીં રહેજે-એમ કહીને અશુભ શકુનથી નિવારણ કર્યો, છતાં સુભટો જ્યાં બુક્કારવ કરતા હતા, તેવા યુદ્ધક્ષેત્રમાં પ્રવેશ કર્યો. આ સમયે અણધાર્યો આકાશમાંથી વેગથી રાવણ નીચે ઉતર્યો અને મત્તાથી જેમ કમલિનીને તેમ રાવણે ભુજામાં સીતાને ઉઠાવી.
સ્વામીની પત્નીને હરણ કરાતી જોઈને રેષાયમાન થએલા જટાયુ પક્ષીએ રાવણના વિશાલ વક્ષસ્થલમાં નહાર-નખ અને ચાંચથી પ્રહાર કર્યા. પક્ષીના ઘાથી રોષે મરાએલ રાવણે હાથના પ્રહારથી અંગ મરડીને જલદી ભૂમિ પર નાખે. મૂચ્છ પામેલ જટાયુ પક્ષી ભાનમાં ન આવ્યો, તે પહેલાં તો રાવણ સીતાને પુષ્પક વિમાનમાં લઈ ગયો. વિમાનમાં બેઠેલી સીતા પિતાને હરણ કરાએલી જાણીને અત્યંત શેકાધીને બનેલી વિલાપ કરવા લાગી. રાવણે વિચાર્યું કે, “આ કરુણ વિલાપ કરી રહેલી છે, ઘણું સમજાવવા છતાં મારા પર રોષ કરે છે અને પ્રસન્ન થતી નથી. બીજી વાત એ કે–પહેલાં મેં સાધુ પાસે અભિગ્રહ કરેલો છે કે, ગમે તેવા સારા રૂપવાળી પારકી પત્ની હોય અને તે અપ્રસન્ન હોય, તે મારે ન ભોગવવી” માટે મારા વ્રતનું રક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org