________________
+ ૨૩૦ :
પઉમરિય-પદ્ધચરિત્ર
એવા ગર્ભવાસમાં વસીને જન્મ લીધે છે, તે હજુ ફરી તેવા ગર્ભાવાસની અભિલાષ કેમ કરે છે? આવા શરીરમાં જે પુરુષ, વિષય અનુરાગમાં આસક્ત થાય છે, તેઓ હજારે દુઃખની પ્રચુરતાવાળા ઘર સંસારમાં રગદોળાય છે.
આવા પ્રકારના વિષયરૂપી સંકટપૂર્ણ ભાગમાં દેડતા મનરૂપી હાથીને વૈરાગ્ય બલથી યુક્ત, જ્ઞાનરૂપી અંકુશથી તેને કબજે રાખો. હે રાજન ! કુદષ્ટિ-ખોટા ધર્મને ત્યાગ કરીને યથાર્થ કથન કરનાર જિનેશ્વરદેવને ભક્તિપૂર્વક પ્રણામ કરે. જેથી સંસારરૂપી સમુદ્રને પાર નિર્વિદને પામી શકશે. મોહરૂપી શત્રુના મહાસૈન્યને સંયમ રૂપી તરવારથી જલ્દી હણને સિદ્ધિરૂપી નગરમાં અધિષ્ઠિત થઈને નિર્ભયતાથી રાજ્ય કરે.”
આ પ્રમાણે મુનિવર પાસે ઉપદેશ પામેલા વિજયરાજા વિરાગ્ય પામ્યા અને તેણે મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યાં આગળ કેવલિજિને કહેલ ધર્મ સાંભળી તે બંને ભાઈઓ પણ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી કરુણુવાળા થયા, એટલે તેમણે પણ શ્રમણ પણું સ્વીકાર્યું. સમેત પર્વત તરફ કલ્યાણકભૂમિને વંદન કરવા જતાં માર્ગમાં તેઓ ભૂલા પડ્યા અને અનાર્ય ઇસિડની પલ્લીમાં પહોંચ્યા. વસુભૂતિ વિપ્રને જીવ મરી પ્લેચ્છ થયો હતો, તેણે આ ભૂલા પડેલા સાધુઓને જોયા. એટલે તે કર્કશ અને કઠે વચને સંભળાવીને હડધૂત કરવા લાગ્યા. જીવને અન્ત કરનાર તે સ્વેચ્છને જોઈને મુનિએ અપવાદ-સહિત સાગાર પ્રત્યાખ્યાન અંગીકાર કર્યું અને પ્રતિજ્ઞા કરીને કાર્યો સગ–ધ્યાને ઉભા રહ્યા. મારવા માટે તૈયાર થએલો તે પાપી મલેચ્છ નજીક આવ્યું દેવયોગે સેનાપતિએ તેને જોયો અને વધ કરતા અટકાવ્યા. વચમાં રામે પ્રશ્ન કર્યો કે,
àછ બે મુનિને હણતો હતો, તેને સેનાપતિએ કયા કારણથી ક્યો?” કેવલજ્ઞાનથી જેણે સમગ્ર પદાર્થો જાણેલા છે, એવા મુનિએ પૂર્વભવ સંબંધી ચરિત્ર જણાવ્યું કે
યક્ષસ્થાનમાં નિવાસ કરનાર ખેતી કરનાર બે ભાઈઓ હતા. આહાર માટે શિકારીઓએ પકડેલા પક્ષીને દયાળુ તે ખેડૂતે મૂલ્ય આપીને છોડી મૂકાવ્યું, ત્યાર પછી મરીને તે પક્ષી મ્લેચ્છના અધિપતિપણે ઉત્પન્ન થયું. તે બંને ખેડૂતો ઉદિત અને મુદિતપણે ઉત્પન્ન થયા. પક્ષીને મારી નાખતો હતો, તેને બે ખેડૂતોએ બચાવ્યું. તે કારણે સેનાપતિએ તે વખતે મુનિઓને બચાવ્યા. પૂર્વભવમાં જે જીવે જે કર્મ પતે ઉપાર્જન કર્યું હોય, તે સંસારમાં પરિભ્રમણ કરતા જીવને ગમે તે પ્રકારે પ્રાપ્ત થાય છે.
એ પ્રમાણે ઉપસર્ગ પાર પામેલા સાધુઓએ સમેત પર્વત ઉપર જઈને આદર પૂર્વક જિનેશ્વરેને વંદન કર્યું. લાંબા કાળ સુધી વિધિપૂર્વક જ્ઞાન, દર્શન અને ચારિ. ત્રની આરાધના કરીને આયુષ્યને ક્ષય થયે, એટલે કાલ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયા. મિત્રને મારનાર વસુભૂતિને જીવ નરક-તિયચની દુર્ગતિમાં ઘણો લાંબે કાળ ભ્રમણ કરીને સુમનુષ્યપણું પામીને જટાધારી તાપસ થયા. અજ્ઞાનતપ કરીને તે તાપસ
જ્યાતિષ્ક દેવલોકમાં મિથ્યાત્વમતિવાળે મહાપાપી અગ્નિકેતુ નામના દેવપણે ઉત્પન્ન થયે. ભરતક્ષેત્રમાં રહેલા અરિષ્ટપુરમાં પ્રિયંવદ નામનો રાજા રહેતું હતું, તેને પદ્માભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org