________________
[૩૯] દેશભુષણ અને કુલભૂષણનાં આખ્યાન
: ૨૨૯ : ઉપસર્ગ કર્યો?” આના પ્રત્યુત્તરમાં કેવલજ્ઞાની ભગવતે પૂર્વભવમાં બનેલી ઘટના કહેવી શરુ કરી–
પતિની નામની એક પ્રસિદ્ધ નગરી હતી. વિજયપર્વત નામના રાજા એ નગરીનું રાજ્ય કરતા હતા. તે રાજાને દેવાંગના સરખા રૂપવાળી ધારિણી નામની પત્ની હતી. ત્યાં વિવિધ શાસ્ત્રોમાં અતિશય કુશલ મતિવાળો અમૃતસર નામને એક દૂત રહેતું હતું, તેને ઉપભેગા નામની પત્ની હતી. તેઓને બે સુંદર પુત્ર હતા, તેમનાં અનુક્રમે ઉદિત અને મુદિત એવાં નામો હતાં, કોઈ વખતે રાજાએ રાજકાર્ય માટે દૂતને બહારગામ મોકલ્યો. તેને કપટથી પ્રીતિ કરનાર અને નિરંતર શરીરસુખમાં આસક્ત વસુભૂતિ નામનો એક મિત્ર હતા, જે દૂતની સાથે પરદેશ ગયે. વસુભૂતિ બ્રાહ્મણ પણ દૂતની સ્ત્રીમાં અત્યંત સ્નેહ રાખતો હતો, તેથી રાત્રે કપટથી દૂતને હણને પાછે આવ્યું. વસુભૂતિએ લોકોને કહ્યું કે, “તેણે મને પાછો મોકલી આપે છે. દૂતની પત્ની સાથે તેણે દુષ્ટ મંત્રણ કરી કે, “હે ઉપભેગે! આ તારા બંને પુત્રોને હણીને તારી સાથે લાંબા કાળ સુધી નિષ્કટક ભોગ ભોગવું.” પછી વસુભૂતિની ઈર્ષ્યાલું પત્નીએ જે પ્રમાણે બન્યું હતું, તે રાતમાં બનેલે સર્વ વૃત્તાન્ત ઉદિત પુત્રને જણાવ્યું. ત્યારે કેધ પામેલા ઉદિત પુત્રે તરવારના તીણ પ્રહારથી તેને મારી નાખે, તે દુષ્ટ બ્રાહ્મણ મરીને શ્લેષ્ણપણે ઉત્પન્ન થયે.
એક વખત ચતુર્વિધ શ્રમણ સંઘ સહિત મતિવર્ધન નામના મુનિ પદ્મિની નગરીમાં આવ્યા. તે સમયે સમગ્ર ગણુનું પાલન કરનાર, ધર્મધ્યાનમાં લીન, સાધર્મિકવાત્સલ્ય અને ધર્મ પ્રભાવના કરવામાં ઉદ્યમશીલ અનુદ્ધરા નામની ગણપાલિકા હતી. સમુદાયમાં મોટા શ્રમણ સંઘ સહિત તે મતિવદ્ધન મુનિ તે સુંદર ઉદ્યાનમાં ત્રણપ્રાણ–રહિત પ્રદેશમાં બેઠા. ઉદ્યાનપાલકે રાજા પાસે જઈને કહ્યું કે, “હે સ્વામી! વસન્તતિલક ઉદ્યાનમાં શ્રમણોનું આગમન થયું છે. આ સમાચાર સાંભળીને રાજા વિજયપર્વત ઉપર ગયા અને પાપરહિત મતિવર્ધન વગેરે શ્રમણોને વંદન કર્યું. મુનિવરને નમસ્કાર કરીને રાજા કહેવા લાગ્યા કે, “હજુ ભેગમાં મને અભિલાષા રહે છે, એટલે હું સાધુધર્મ ધારણ કરવા અસમર્થ છું.” જેણે શાસ્ત્રોના સમગ્ર પદાર્થો જાણેલા છે, એવા તે મુનિએ કહ્યું કે–
હે રાજન! તમારી આ ભોગતૃષ્ણા લા ભવને વધારનારી અને સંસારનું બંધન કરાવનારી છે, હાથીના કાનની ચપળતા, ગજકર્ણદ્વીપમાં થતા તાડના પત્ર સરખું, તેમ જ વિજલી સમાન અત્યંત ચપળ આ મનુષ્ય-જીવન છે, બધુજનના નેહ અને વિષયભોગો સ્વપ્ન સરખા દેખતાં જ નાશ પામે તેવા ક્ષણભંગુર છે. સ્વભાવથી દુર્ગધમય, નરક સમાન ભયંકર, દેખતાં જુગુપ્સા ઉત્પન્ન થાય તેવા અને કૃમિ એના ઘર એવા શરીરમાં આસક્તિ કેવી રીતે ઉત્પન્ન થાય? ચરબી, કલલ, શ્લેષ્મ, લેહી અને મલ–મૂત્ર રૂપ અશુચિ પદાર્થોના કિચ્ચડવાળા તેમ જ સ્વભાવથી મલસ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org