________________
[૩૪] સિંહદર-રુદ્રભૂતિ-વારિખિલ્યનાં ઉપાખ્યાને
: ૨૧૩ : ન હતા. આવા પ્રકારને નિર્દય અનુકશ્મા વગરને તમારાં દર્શનથી ભયભીત થએલે હું આપના ચરણમાં પડીને વિનંતિ કરું છું કે, જલ્દી આપ મને આજ્ઞા કરી કે. મારે શું કરવું તેને કપાળ રામે કહ્યું કે, “મારા વચનથી તે વારિખિલ્ય રાજાને કેદમાંથી મુક્ત કર.” “હે સ્વામી! જેવી આપની આજ્ઞા”—એમ કહીને વારિખિલ્યને બધનથી મુક્ત કર્યા અને તેનું અતિશય સન્માન કર્યું. રામની પાસે તેને લઈ ગયા, એટલે તેણે વારંવાર પ્રશંસા કરતાં કહ્યું કે, “આપની કૃપાથી હું બન્ધનથી મુક્ત થયો. રામે તેને કહ્યું કે, “તું જલદી ઈષ્ટજનનો સમાગમ પ્રાપ્ત કર. પિતાની નગરી તરફ પ્રયાણ કરવાથી સાચી શી હકીકત છે–તે જાણી શકાશે.” પ્રણામ કરીને વારિખિલ્ય ચાલ્યા. તે જ પ્રમાણે રૂદ્રભૂતિ સ્વેચ્છાધિપતિને પણ વશ કરીને રામ પણ માર્ગ કાપતા આગળ વધ્યા.
વારિખિલ્ય રાજા રુદ્રભૂતિની સાથે આવી પહોંચ્યા અને ચારણેએ જેમના માટે જય જય” શબ્દની ઉષણ કરી છે–એવા તેઓએ કૃપ૫દ્ર નગરમાં પ્રવેશ કર્યો. લાંબા કાળના વિયેગથી દુઃખિત કલ્યાણ માલિનીએ પિતાને નમસ્કાર કરીને પોતાના પિતા પાસેથી મસ્તક પર ચુમ્બન પ્રાપ્ત કર્યું. પૃથ્વી મહાદેવી પણ અત્યન્ત આનન્દ પામી અને તેના શરીર પર રોમાંચ ખડા થયા. નાગરિકો સહિત સવેર સેવકવર્ગને પણ નેહ સહિત બોલાવ્યા. ત્યાર પછી રુદ્રભૂતિ સાથે મહારથના પુત્ર વારિખિલ્ય પણ સ્નાન કર્યું. તેમ જ આભૂષણ, રત્ન, સુવર્ણ આદિનું ભેણું મ્લેચ્છરાજાને આપ્યું. આ પ્રમાણે પૂજા પામેલે તે સ્વેચ્છરાજા વારિખિલ્યને પૂછીને પિતાના નગર તરફ પાછો ફર્યો અને વારિખિલ્ય રાજા પણ સુખપૂર્વક સમય પસાર કરવા લાગ્યા. ધીર રામનાં પરાક્રમનાં અનેક કાર્યો સાંભળીને સિહોદર વગેરે ઘણું રાજાઓ તેમના વિમલ યશના પ્રવાહની પ્રશંસા કરતા હંમેશાં તેમનાથી શંકાવાળા રહેતા હતા. (૬૦)
પદ્મચરિત વિષે વારિખિલ્ય ઉપાખ્યાન” નામના ત્રીશમા
ઉદ્દેશાને ગુજરાનુવાદ પૂર્ણ કર્યો. [૩૪].
[૩૫] કપિલ-ઉપાખ્યાન
ત્યાર પછી ક્રમે ક્રમે વિધ્ય અટવીને ઓલંઘીને તે પ્રદેશમાં પહોંચ્યા કે, જ્યાંના વચલા ભાગમાંથી નિર્મલ જળપ્રવાહવાળી તાપી નદી વહેતી હતી. આગળ ચાલતાં અરણ્યમાં એક નિર્જલ પ્રદેશ આવ્યું. ત્યાં આગળ સીતાને અતિશય તૃષા પીડા કરવા લાગી. સીતા રામને કહેવા લાગી કે, “તૃષાથી મારે કંઠ શેષાય છે, શરીરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org