________________
[૩૪] સિંહદર–રૂદ્રભૂતિ-વારિખિલ્યનાં ઉપાખ્યાને
: ૨૧૧ :
નહીં આપીશ.” ત્યારે રાજાએ કહ્યું કે, “અહીં ઘણા પ્રકારનાં મનહર ભેજને તયાર કરેલાં જ છે, તે તેમને અહીં જ બોલાવો. તરત પ્રતિહારને મોકલ્યા. ત્યાં ઉદ્યાનમાં સીતા સાથે સુખે બેઠેલા રામને જોઈને તેમને પ્રણામ કર્યા. પ્રતિહારે કહ્યું કે, “હે દેવ આપના બબ્ધ રાજભવનમાં રાજાની પાસે બેઠેલા છે અને મને મોકલ્યો છે.” “હે સ્વામી! કૃપા કરે અને આપ રાજાના ભવનમાં પધારે.' તરત જ તેની વિનંતિથી સીતા સહિત રામે પ્રયાણ કર્યું. રામ આવ્યા એટલે ઉભા થઈને લક્ષ્મણ સહિત સર્વ લેકેએ સન્માન કર્યું, આસન આપ્યું એટલે સીતા સાથે રામ બેસી ગયા. સર્વ પ્રકારની સુંદર વ્યવસ્થા થયા પછી સ્નાન, ભેજન વગેરે કાર્યો પતાવ્યાં. ત્યાર પછી લક્ષ્મણ સહિત રામને એક ઉત્તમ મહેલમાં પ્રવેશ કરાવ્યો. ત્યાર પછી પગમાં પ્રણામ કરીને તેણે કહ્યું કે-“હે દેવ ! પિતાએ મોકલેલ હું એક દૂત છું. સારરૂપ ટૂંકાણમાં જે પરમાર્થ આપને કહ્યું, તે આપ મને સાંભળો. ત્યાર પછી લજજાને ત્યાગ કરીને શરીર ઉપરને કંચુક ઉતારી નાખ્યા. દેવકુમારિકા સરખી મનહર જાણે સ્વર્ગમાંથી છૂટીને અહીં આવેલી ન હોય તેવી દેખાવા લાગી. યૌવન, લાવણ્ય અને કાન્તિથી પરિપૂર્ણ એ વરકન્યા કમલ-રહિત લક્ષ્મી કે પ્રત્યક્ષ ભવનલક્ષ્મી હોય, તેવી દેખાતી હતી. ત્યારે રામે તેને પૂછયું કે, “તેં આ વેશ કેમ ધારણ કર્યો ? હે સુંદરાંગી કન્ય! તારા પિતાના રાજ્યમાં શાથી દુઃખ અનુભવે છે?” લજજાથી મસ્તક નમાવીને તેણે કહ્યું કે, હે દેવ! આપ મારે વૃત્તાન્ત સાંભળે
આ નગરના સ્વામી વારિખિલ્ય નામના રાજા હતા. તેની પૃથ્વી નામની પત્ની એક વખત ગર્ભવતી થઈ, તે સમયે સ્વેચ્છરાજાએ આ રાજાને કેદ કર્યો. વારિખિલ્યને કેદ પકડાએલા જાણીને સિહોદરે કહ્યું કે, “અહીં જે ગર્ભમાં ઉત્પન્ન થશે, તે રાજ્યને સ્વામી થશે. ત્યાર પછી હું ઉપન્ન થઈ. સુબુદ્ધિ નામના પ્રધાને સિંહદરને કહેવરાવ્યું કે-“હે સ્વામી ! પુત્ર ઉત્પન્ન થયા છે. બાળપણમાં કલ્યાણમાલી એવું મારું નામ સ્થાપન કર્યું, પરંતુ ખરેખર પરમાર્થ તો મંત્રી અને માતા બે જ જાણતા હતા. ગુરુવર્ગો મને પુરુષને વેશ પહેરાવીને રાજ્ય ઉપર બેસાડી, પરંતુ હું એક પાપી સ્ત્રી છું, તે વાત મેં આપને જ જણાવી છે. હવે મારા ઉપર કૃપા કરીને સ્વેચ્છાએ પકડેલા મારા પિતાને આપ છોડાવો અને શેકાગ્નિથી અત્યન્ત પીડિત આ શરીરને સુખ આપ. હે પ્રભુ! સિંહદર રાજા પણ મારા પિતાને છોડાવી શકતા નથી. આ રાજ્યનું જે દ્રવ્ય છે, તે પણ નક્કી àછોને મારે મોકલવું પડે છે. નયનમાંથી અશ્રુજળ વહાવતી એવી તેને કઈ પ્રકારે રામ અને સીતાએ આશ્વાસન આપી સ્વસ્થ કરી. પછી લક્ષમણે તેને કહ્યું કે, “હે કુમારી! તું મારું એક વચન સાંભળ, તું નિર્ભયપણે આ વેષથી રાજ્ય કર, એટલામાં થોડા દિવસોમાં હું તારા પિતાને મુક્ત કરાવીશ.” આટલું કહેવા માત્રથી જાણે પિતા મુક્ત થયા હોય, તેવો આનન્દ અનુભવતી બાલા થઈ અને આનન્દથી રોમાંચિત બની એકદમ ઉજજવલ ચહેરાવાળી દેખાવા લાગી.
તે મહર ઉધાનમાં ત્રણ દિવસ વિશ્રાન્તિ કરીને લોકો સુખેથી ઉંઘી ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org