________________
પઉમચરિય–પદ્મચરિત્ર યશ! આ ચન્દ્રગતિ મારા ઉપર કયા કારણથી અધિક સ્નેહ વહન કરે છે? હે મહાયશ! અંશુમતીને પ્રથમ અર્પણ કર્યો અને ખેચરનગરમાં ઉત્કૃષ્ટ જન્મ-મહોત્સવ મનાવ્યા, તેનું શું કારણ?” ત્યારે સર્વભૂતશરણ મુનિએ ભામંડલને કહ્યું કે, “તમાસ માતા-પિતાનું યુગલ જે પૂર્વભવમાં હતું, તેની હકીકત સાંભળો–
“દારુ નામના ગામમાં વિમુચિ નામને એક બ્રાહ્મણ અને અનુકશા નામની તેની પત્ની હતી. તેને અતિભૂતિ નામને પુત્ર અને સરસા નામની પુત્રવધુ હતી. એક દિવસ કયાણ નામના એક મહાપાપી બ્રાહ્મણે સરસાને નદી પર દેખીને કામથી વ્યાકુલ બની તેનું અપહરણ કર્યું. આ બાજુ પ્રિયાના વિયેગના કારણે શેકસાગરમાં ડૂબેલો અતિભૂતિ સમગ્ર પૃથ્વીમાં તેની શોધ કરવા પરિભ્રમણ કરતો હતો, ત્યારે તેનું ઘર લૂંટાઈ ગયું. તેને પિતા વિમુચિ તો પહેલેથી દક્ષિણ મેળવવાની આશાએ દેશાન્તરમાં ગયે હતો. તેને સમાચાર મળ્યા કે, “પુત્રને ઘરભંગ થયો છે, તે જાણી ઘરે પાછા ફર્યો. અત્યન્ત દુખિત જુનાં વસ્ત્ર પહેરેલ અનુકશાને દેખીને વિમુચિ તેને સાત્વન આપીને તેની સાથે પૃથ્વીમાં ભ્રમણ કરવા લાગ્યા. પુત્રવધૂ અને પુત્રના શેકથી નિર્વેદ પામેલા તેણે સત્યારિપુરમાં મેહરહિત અને અવધિજ્ઞાનવાળા એક મુનિને દેખ્યા. ત્યાં સાધુની સમૃદ્ધિ દેખીને અને સંસારસ્થિતિ સાંભળીને ઉત્પન્ન થએલા વૈરાગ્યવાળા વિમુચિએ દીક્ષા અંગીકાર કરી. તેની પત્ની અનુકશા પણ કમલકાત્તા નામની આર્યા પાસે સંયમ, તપ તથા નિયમ–અભિગ્રહ ધારણ કરનારી, પાપોને શમાવનારી સાથ્વી થઈ. ત્યાર પછી તે બંને તપ અને નિયમપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં હંમેશાં તેજસ્વી અને મનોહર એવા લોકાતિક સ્થાનમાં ગયા. શીલરહિત અતિભૂતિ અને કયાણ પણ મરીને ચાર ગતિરૂપ દુર્ગતિરૂપ ભયંકર ભવનમાં રખડવા લાગ્યા. પુત્રવધૂ સરસા પણ દીક્ષા અંગીકાર કરી સમાધિથી મરીને કરેલા પુણ્યવાળી તે ચિત્તોત્સવા નામની દેવી થઈ.
કર્મનો ઉપશમ થવાના કારણે કેમે કરી ક્યાણ પણ ધૂમકેતુના પુત્ર પિંગલ તરીકે ઉત્પન્ન થયે. અતિભૂતિ પુત્ર પણ સંસારમાં ભ્રમણ કરીને હસનું બચ્ચું થયું. બાજ પક્ષી વડે ભક્ષણ માટે ચાંચમાં ઘાલી લઈ જવાતું હતું અને ભક્ષણ કરાતું હતું, ત્યારે ચાંચમાંથી સરી પડેલું તે જિનચૈત્યની નજીકમાં પડયું. ત્યાં રહેલા મુનિએ સંભળાવેલ નમસ્કાર-મહામંત્રના પ્રભાવે કાલ પામીને દશ હજાર વર્ષના આયુષ્યવાળે પર્વતની મધ્યમાં એક કિન્નર દેવ થયા. ત્યાંથી ચવીને વિદેભ નગરમાં કંડલમંડિત પણે ઉત્પન્ન થર્યો. ત્યાર પછી કામાતુર બનીને પિંગલની પત્નીનું અપહરણ કર્યું. પહેલાં જે વિમુચિ ડતો, તે આ ચન્દ્રવિક્રમગતિ રાજા થયે, જે અનુકશા હતી, તે અહીં અંશુમતી થઈ છે. વળી જે કયાણ હતું, તે સરસાનું અપહરણ કરીને સંસારમાં પરિભ્રમણ કરતાં મધુપિંગલ શ્રમણ થયો અને મરીને તે દેવ થયે. વળી જે અતિભૂતિ હતા, તે તું જ કુંડલરૂપે ઉત્પન્ન થયે, પરભવમાં કરેલાં તારાં કર્મને સંબન્ધ આ પ્રમાણે જણાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org