________________
[૩૦] ભામંડલને ફરી મેળાપ
: ૧૮૭ : ડ્રલ પણ મુનિના ચરણ-કમલમાં આવીને બેઠેલા હતા. વિદ્યાધરે, મનુષ્ય અને નજીકમાં બેઠેલા મુનિવરે, ઉત્પન્ન થએલા હર્ષ સાથે એકાગ્ર ચિત્તથી ગુરુના મુખથી નીકળતા ધર્મને શ્રવણ કરતા હતા. તે આ પ્રમાણે
એક સાગાર અને બીજો પ્રકાર અનગાર-એમ ધર્મના મુખ્યતાએ બે ભેદો કહેલા છે. આ ધર્મ શુદ્ધ અને ઘણું ભેદ અને પર્યાયવાળે છે, જે ભવ્ય જીવોને આનંદ આપનાર અને અભવ્ય જીવોને ભય ઉત્પન્ન કરનાર છે. સમ્યગ્દર્શનથી યુક્ત, તપ અને નિયમ–અભિગ્રહ સ્વાધ્યાયમાં નિરત, વિશુદ્ધ અને દઢ ભાવનાવાળા તથા શરીરમાં નિરપેક્ષ હોય તેવા પ્રમાણે સિદ્ધિગતિ પામે છે. વળી જેઓ ગૃહસ્થ અર્થાત્ શ્રાવકધર્મમાં રત હોય, પૂજા, દાન આદિ કરવાવાળા તથા શીલસંપન્ન હોય તથા શંકા આદિ દોષરહિત હોય, તેઓ મહાદ્ધિવાળા દેવો થાય છે. આ પ્રકારે જિનેશ્વરે કહેલો ધર્મ વિધિપૂર્વક કરીને, કરેલા ધર્મને અનુરૂપ ચગ્ય સ્થાનો દેવલોકમાં પ્રાપ્ત કરશે. જે અભવ્ય જેવો હોય, તેઓ જિનેન્દ્રના વચનથી પરાભુખ અને કુદષ્ટિવાળા થઈ અનન્તા કાલ સુધી નરક અને તિર્યંચના દુઃખને અનુભવ કરશે.” - આ પ્રમાણે મુનિવરે કહેલ ધર્મ સાંભળીને દશરથે પૂછ્યું કે, કયા કારણથી ચન્દ્રગતિ ખેચરાધિપતિ પ્રતિબંધ પામ્યા ? આ અનન્ત સંસારમાં કર્માધીન બનેલા
જીવો પરિભ્રમણ કરે છે. ચન્દ્રગતિએ ઉત્તમ કુંડલોથી અલંકૃત એક બાલક અણધાર્યો દેખ્યો અને તેને ગ્રહણ કર્યો. અનુક્રમે તે વય આદિથી વૃદ્ધિ પા. તે ઉત્તમકુમારનું ભામંડલ નામ રાખ્યું, જનકપુત્રીનું ચિત્રમાં રૂપ દેખીને મદનાતુર થયો. પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું એટલે મૂચ્છ આવી, વળી ભાન આવ્યું. ચન્દ્રગતિએ કુમારને પૂછયું એટલે કુમારે પહેલાની બનેલી સર્વ હકીકત કહી કે: આ ભરતક્ષેત્રમાં દુર્ગમ કિલ્લાવાળું વિદર્ભ નામનું નગર છે. ત્યાં હું કુંડલમંડિત નામને રાજા હતો. બ્રાહ્મણની સુન્દર ભાર્યાનું મેં હરણ કર્યું. બાલચન્ટે મને બાંધી લીધો. છૂટી ગયા પછી મુનિવરની પાસે માંસ ન ખાવાની પ્રતિજ્ઞા કરી. મૃત્યુ પામીને જિનવરધર્મની પ્રતિજ્ઞાના પ્રભાવથી જનકરાજાની ભાર્યા વિદેહાના ગર્ભમાં આ બાલાની સાથે હું જ. પેલો પિંગલ બ્રાહ્મણ પણ પોતાની પ્રિયાના વિગથી દુઃખી થએલે તપ કરી આગળથી દેવપણે ઉત્પન્ન થયો હતો, તેને પૂર્વભવ યાદ અ.. તેણે જન્મતાંની સાથે પૂર્વભવના વેરના કારણે મારું અપહરણ કર્યું અને પૃથ્વીતલ પર મને મૂક્યું, ત્યાં તમે મને જોયો અને ઘરે લઈ ગયા. કેમે કરી વૃદ્ધિ પામે. તમારા ઉપકાર ગુણથી વિદ્યાધર થયે, અકસ્માત્ મૂર્છા આવવાથી પૂર્વભવ મને યાદ આવ્યો. મારી માતા વિદેહા છે, પિતા જનક છે, તેમાં સદેહ નથી. હે રાજન્ ! તે સીતા પણ એક ઉદરમાં સાથે રહેલી મારી સગી બહેન છે.” આ આશ્ચર્યકારી વૃત્તાન્ત સાંભળીને સર્વે વિદ્યારે વિસ્મય પામ્યા. ચન્દ્રગતિ વિદ્યાધરને આ સાંભળી પૈરાગ્ય થયો અને દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી ભામંડલે મુનિવરને પૂછયું કે-“હે મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org