________________
: ૧૮૨ :
પઉમચરિય–પદ્મચરિત્ર
કુમારોને વિવાહ-મહોત્સવ ત્યાં કરીને અનુક્રમે પિતાના પરિવાર સાથે પિતા પોતાના નગરમાં પહોંચી ગયા, બલ અને અભિમાનવાળા, લોકો વડે સેવાતા, નવવધૂઓ સહિત વિમલ કીર્તિ ધારણ કરનારા તથા પુરુષમાં ઉત્તમ એવા દશરથના પુત્રો ક્રમશઃ પોતાની ઉત્તમ કુશલતા ફેલાવવા લાગ્યા. (૧૪૧)
પાચરિત વિષે “રામ-લક્ષ્મણને પ્રાપ્ત થએલ ધનુષરત્ન-વિધાન’ નામના અઠ્ઠાવીસમા ઉદેશાને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. [૨૮]
[૨૯] દશરથને વૈરાગ્ય, સર્વભૂષણ મુનિનું આગમન
આ બાજુ આષાઢ મહિનાની શુકલ અષ્ટમીના દિવસે રાજાએ વૈભવ પૂર્વક જિનચેનો મહત્સવ શરૂ કર્યો. કઈ જિનગૃહમાં કચરાપૂજે દૂર કરી, લિપણ કરી, પંચવર્ણના ચૂર્ણથી રંગાવલી પૂરવા લાગ્યા. કેટલાક ઉત્તમ પુષ્પ ગ્રહણ કરીને ભક્તિથી તારણમાં માલાઓની અને વિચિત્ર ધાતુરસથી ચિત્રામણની રચના કરતા હતા. સ્નાન
સર્વ સામગ્રી તૈયાર થઈ ત્યારે પુત્રો સહિત રાજાએ જિનેન્દ્રોનું વિધિ સહિત દુંદુભિ અને મૃદંગથી અત્યંત સંગીતના સૂર પૂરાવવા પૂર્વક સ્નાત્ર શરુ કર્યું. આઠ દિવસ પૌષધ કરીને રહેલા ભક્તિવાળા રાજા જિનેશ્વરની ઉત્તમ પ્રકારની પૂજા કરીને ઉત્કૃષ્ટ વિનયથી સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી રાજાએ જિનાત્રનું શાન્તિજલ પિતાની પત્નીઓને મોકલ્યું. તરુણ સ્ત્રીઓએ લઈને મસ્તક પર નાખ્યું. કંચુકીના હાથમાં રહેલું ગધેદિક લઈ જવામાં વિલમ્બ થયો, એટલે અગ્રમહિષીને ક્રોધ અને શોક થયા. તે વિચારવા લાગી કે, “રાજાએ આ દરેક પત્નીઓને જિનસ્નાત્ર-જળથી સન્માનિત કરી અને તેમાં મને બાકી રાખી ! આમાં પતિનો શો વાંક? પૂર્વે મેં તેવું સુકૃત નથી કર્યું, જેથી સર્વ પત્નીઓમાં હું ભૂલાઈ ગઈ? અપમાનરૂપી અગ્નિથી જળી રહેલ અને પાપથી પૂર્ણ મારું આ હદય મરણથી જ શાન્ત થશે. બીજા કોઈ પ્રકારે કેવી રીતે શાન્ત થાય?” ત્યાર પછી વિશાખ નામના ભંડારીને લાવીને શશી સરખા વદનવાળી કેકેયીએ તેને કહ્યું કે, “આ વાત અત્યારે તારે કેઈને ન કહેવી. મરણ માટે ઉત્સાહી અને દઢ નિશ્ચયવાળી રાણું એારડાની અંદર પ્રવેશ કરીને હાથમાં ગ્રહણ કરેલ વસ્ત્રને કંઠમાં બાંધતી હતી કે તરત ત્યાં રાજા આવી પહોંચ્યા.
રાજાએ ત્યાં નેકરના અત્યંત કરુણ શબ્દો સાંભળ્યા કે, “હે દેવી! ક્યા કારણે આ જીવને અન્ત કરનાર કાર્ય આરંભ્ય છે? રાજાએ રાણીને ગ્રહણ કરીને પોતાના ખેાળામાં બેસાડીને કહ્યું કે-“હે સુન્દરી! ક્યા અનુચિત કાર્ય ખાતર તે મરણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org