________________
[૧૫]
શબ્દો જેમાં વપરાય છે, પરંતુ એ વિશેષ પ્રચલિત બન્યા હોય એમ જણાતું નથી. એક હરિયાoળીમાં મેં પણું પધ” શબ્દ પ્રયોગ રામચન્દ્ર વાચક કર્યો છે.
નામકરણ–વિમલસૂરિએ પિતાના ગ્રન્થનાં બે નામો દર્શાવ્યાં છે : ૧ પઉમરિય અને ૨ રાધવચરિય. પ્રથમનામ આદ્ય ઉદ્દેશના લે. ૫ ૮ માં છે, તે દ્વિતીયનામ અંતિમ પવના લે. ૧૧૮ માં છે. “રામ” જેવા નામને બદલે “પઉમ’ નામ વિમલસૂરિએ પોતાના ગ્રન્થના નામના એક અંશ તરીકે કેમ સ્વીકાર્યું ? એ પ્રશ્ન સહજ ઉપસ્થિત થાય. એનો ઉત્તર વિદ્વાને આપે.
આધાર—વિમલસૂરિના કથન મુજબ એમણે પઉમરિય ગત હકીકતો આચાર્ય-પરંપરાથી પ્રાપ્ત કરી છે. “આગમસૂત્રાનુસાર આ ચરિત્ર મેં રયું છે'-એમ એમણે પૃ. ૩ માં કહ્યું છે. આ કથન અત્યારે અનુપલબ્ધ આગમ અંગે હોવું જોઈએ, જે પ્રમાણે ઉપલબ્ધ આગમો નાયાધમકહામાં નવમાં વાસુદેવ -કૃષ્ણ વિષે વિગતો મળે છે, તેમ રામચન્દ્રના જીવન વૃત્તાન્તોની વિગતો પ્રાપ્ત થતી નથી. માત્ર અનુગારમાં રામાયણ, મહાભારત દિવસના અમુક સમયમાં વંચાય તે પ્રસંગ પ્રાપ્ત થાય છે. વિમલસૂરિએ નારાથણ અને હલધરનાં ચરિત્રનું શ્રવણ કરીને પઉમચરિય રસ્થાનું પોતે અંતમાં લે. ૧૧૮ માં કહ્યું છે. આથી એમ લાગે છે કે આ વિષયને લગતો કોઈ ગ્રન્થ કે ગ્રન્થ એ સમયે હશે અને એનો લાભ વિમલસૂરિએ લીધે હોય.
વ્યાકરણ–૨ઉમરિય જદણમરહદી-જૈન મહારાષ્ટ્રીમાં રચાયું છે. એટલે એ ભાષાના વ્યાકરણને અનુરૂ૫ રૂપ વગેરે એમાં હેય તે રવાભાવિક છે. કેટલાંક રૂપ વિલક્ષણ છે. “વિ પ્રત્યયવાળા સંબંધક ભૂતકૃદંત, તૃતીયા એકવચનને જે પ્રત્યયને બદલે જેનો ઉપયોગ, નારીજાતિના સપ્તમીના એક વચનમાં સેકઝાદ જેવાં રૂપ અને વિભક્તિના પ્રત્યયો વિનાનાં રૂપો કે જે અવઢ-અપભ્રષ્ટની અસર દર્શાવે છે. વિશેષ માટે જુઓ ર્ડો. વી. એમ. કુલકણિની પઉમરિય ભા૧ ની પ્રસ્તાવના પૃ. ૩૨-૩૪
કોશ-પઉમરિયમાં કેટલાક દેસિય-દશ્ય શબ્દ વપરાયા છે.
છ૬-જાતજાતના અક્ષરમેળ તેમ જ માત્રામેળ છંદે માં પદ્દો રચાયાં છે. ઉ. ૫૩ નું ૭૯ મું ૧a ૮૪ અક્ષરના દંડકમાં છે, જ્યારે એનાં પધો ૧૦૭-૧૩, પંચ-ચામરમાં છે. કેટલાક અક્ષરમેળ છંદોનાં નામ પા. ભા. સા. પૃ. ૭૧ માં મેં આપ્યાં છે. આ પૈકી શાદૂલવિક્રીડિતમાં ઉ. ૧નું ૯૦મું પદ્ય અને અધરામાં ઉ. ૭ નું ૧૭૩ મું પદ્ય છે. ૫. વ. ના ૧ લા ભાગમાં પ્રસ્તાવના પૃ. ૩૫-૩૬ માં ઈદની સુચી આપેલી છે.
અલકા-કાવ્યરસિકોને આનન્દ આપે એવા ઉપમા, અર્થાન્તરન્યાસ વગેરે અલંકારો આ ઉમરિયમાં દષ્ટિગોચર થાય છે. ઉ. ૨૯ નાં પડ્યો ૨૧-૨૮ વૃદ્ધાવસ્થાનું મનોરમ ચિત્ર પૂરું પાડે છે. અર્થાન્તરન્યાસનાં તેર ઉદાહરણ માટે જુઓ અંગ્રેજી પ્રસ્તાવના પૃ. ૨૩-૨૪.
આગમ દ્વારકશ્રીએ પ્રથમ સંસ્કરણની હાથપેથીમાં કેટલાંક સુભાષિતો, ધ્યાનમાં રાખવા લાયક પો, દેશ્ય શબ્દો અને ઉપયોગી સ્થાને તારવ્યાં છે, પણ એ લખાણ અદ્યાપિ અપ્રકાશિત છે. એ નેધ પિતાના નિત્યોપયોગી પુસ્તકસંગ્રહ સૂરતમાં છે.
સુભાષિતો-પઉમરિયમાં પ્રસંગોપાત્ત સુભાષિતોનાં દર્શન થાય છે. અં. પ્રસ્તાવનામાં પૃ. ૨૪ માં બાર સુભાષિતો નોંધ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org