________________
[૧૭] અંજનાસુંદરીને બહિષ્કાર અને હનુમાન પુત્રને જન્મ
': ૧૨૯ :
પ્રવેશ કરતી હતી. ત્યારે દીન મુખવાળી અંજનાને દ્વારપાલે રોકી. દ્વારપાલે ઓળખાણ માગી એટલે વસંતમાલાએ પવનંજયના લગ્નથી માંડીને અહીં આગમન થયું, ત્યાં સુધીને સર્વ વૃત્તાન્ત દ્વારપાલને જણાવ્યું. હવે તે શિલાકપાટ નામના દ્વારપાલે મહેન્દ્ર રાજા પાસે જઈને સાંભળેલી સર્વ હકીકત કહી સંભળાવી. સકલંક પુત્રીનું આવવું સાંભળી મહેન્દ્ર લજજાથી નીચા મુખવાળો થયો. ત્યારે મહેન્દ્રપુત્ર પ્રસન્નકીર્તિ રેષાયમાન થઈને કહેવા લાગ્યા કે, “કુલને કલંકિત કરનારી એ પાપિણને અહીંથી તગડી મુકે.” ત્યારે મહોત્સાહ નામના સામંતે કહ્યું કે, “આ ન્યાયની વાત નથી. પુત્રી અને દુઃખી સ્ત્રીઓને માતા-પિતા એ જ શરણ છે. લૌકિક ધર્મનું અનુસરણ કરનારી તે (કેતુ)મતી અત્યંત નિર્દય હૃદયવાળી હતી. હે પ્રભુ! આ નિર્દોષ બાલાને તેની સાસૂએ વગર કારણે કાઢી મૂકી છે. ત્યારે મહેન્દ્ર રાજાએ કહ્યું કે-“પહેલાં પણ મેં સાંભળ્યું હતું કે પવનંજયને અંજના ઉપર ષ હતું, તે કારણે પણ ગર્ભનો સંદેહ થયો છે. આ કારણથી મારી કીર્તિ પણ કલંકિત ન થાય તે માટે દ્વારપાલને કહ્યું કે, જલ્દી નગરમાંથી તેને હાંકી કાઢો.” ત્યાર પછી દ્વારપાલે રાજાના હુકમથી અંજનાને એકદમ તેની સખી સાથે નગરમાંથી પારકા વિદેશમાં હાંકી કાઢી.
સુકુમાર કમલ હાથ-પગવાળી તે અંજનાને માર્ગે ચાલતાં તીણ અને કઠોર પત્થર, કાંટા, કાંકરા વાગતા હતા અને ગર્ભવાળા ભારી શરીરથી ચાલતાં મહાપરિશ્રમ લાગતો હતો, નિવાસ કરવા માટે જે કંઈ નેહી સગા-સંબંધીને ત્યાં જતી હતી. પરંતુ રાજાએ મનુષ્યને આગળથી મોકલીને તે સર્વેને પિતાને ત્યાં વિશ્રામ આપવાને નિષેધ કર્યો હતો. આ પ્રમાણે અનુકપા વગરના લોકો વડે સર્વ જગ્યા પરથી અનાદર પામી અને કાઢી મૂકી. ત્યાર પછી અંજનાએ પુરુષે પણ જ્યાં ભય પામે-એવી ભયંકર અટવીમાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારના પર્વતની પ્રચુરતાવાળી, વિવિધ પ્રકારના વૃક્ષોથી ઢંકાએલી, અત્યંત મોટી અને છેડા વગરની વિવિધ જાતિના ભયંકર સિંહ વગેરે જાનવરોથી વ્યાપ્ત, પવન અને તાપની પીડા પમાડનારી, ભૂખ અને તરસથી શરીરને પરેશાન કરનારી, એવી વિકટ અટવીન એક પ્રદેશમાં બેસીને રુદન કરવા લાગી. અંજનાને વિલાપ
અરે રે! આ મને કેવું કષ્ટ આવી પડ્યું ! વિવિધ પ્રકારનાં દુઃખ કરનારા નિષ્કારણ શત્રુ દેવે મારા પર કેવા દુઃખના પ્રહાર કર્યા ! અહીં અત્યારે હું કોનું શરણ મેળવું? પતિના વિરહમાં સ્ત્રીઓને પિતાનું ઘર શરણ થાય છે, પરંતુ મારા પુણ્યની ખામીને લીધે તે પિતા પણ વેરી સમાન થયા. માતા-પિતા અને બધુઓના હૃદયમાંત્યાં સુધી જ સ્ત્રીઓનું સ્થાન છે કે, સ્ત્રીઓને પોતાના ઘરમાંથી પતિ જ્યાં સુધી નથી કાઢી મુકતા. સ્ત્રીનું સૌભાગ્ય, શોભા તેમજ ગૌરવ ત્યાં સુધી હોય છે કે, જ્યાં સુધી પતિ કિંમતી એવા નેહપક્ષને વહન કરે છે. માતા-પિતા અને સહેદરે તેવા પ્રકારનું વાત્સલ્ય કરીને હું અપરાધવગરની હોવા છતાં મારું સર્વસ્વ વિનષ્ટ કર્યું. ન મારી
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org