________________
[૧૭] અંજનાને બહિષ્કાર અને હનુમાન પુત્રને જન્મ
કેટલોક સમય વીત્યા પછી મહેન્દ્રપુત્રી અંજનાસુન્દરીના દેહમાં ગર્ભને પ્રકાશિત કરનાર ઘણું વિશિષ્ટ વિવિધ ચિહનો પ્રગટ થયાં. તેના સ્તન પુષ્ટ અને ઉન્નત, મુખ શ્યામ પડી ગયું. કેડને ભાગ વિસ્તારવાળો થયે. ગર્ભના ભારથી મનહર જણાતી તેની ગતિ મંદ પડી ગઈ. આ સર્વ ગર્ભનાં લક્ષણોથી પવનંજયની માતાએ જાણ્યું કે, આ ગર્ભવતી થઈ છે એટલે તેને કહ્યું કે, “પતિ પરદેશ ગયે છે, તે ગર્ભવતી કેવી રીતે થઈ ?” અંજનાએ સાસુને મસ્તક નમાવીને પવનંજયનું રાત્રે અણધાર્યું આગમન, તેની સાક્ષી માટે મુદ્રા આપી ગયા છે. તે પણ તે વાત સ્વીકારવાને સાસૂ ઈન્કાર કરવા લાગી. કેતુમતી સાસુ કહેવા લાગી કે, “જે તારું નામ પણ લેતો ન હતો, તે દર પ્રવાસમાં ગએલો કેવી રીતે પાછો ફરે ! હે દુષ્ટશીલવાળી ! તને ધિક્કાર થાઓ, આ પિતાના નિર્મલ કુલને તે કલંકિત કર્યું. લોકમાં નિદિત એવા પ્રકારનું
અધમ કાર્ય તે કર્યું.” આ પ્રમાણે ત્યાં કેતુમતીએ ઘણા પ્રકારના ઉપાલંભ આપીને પિતાના સેવકને આજ્ઞા કરી કે, “આને તેના પિતાના ઘરે લઈ જા.” આ પ્રમાણે આજ્ઞા પ્રાપ્ત થવાના કારણે પિતાની સખી સહિત એકદમ અંજના વાહનમાં આરૂઢ થઈ, જેને સેવક મહેન્દ્રનગર તરફ લઈ ગયે. થોડા સમયમાં ત્યાં પહોંચ્યા એટલે પાપી સેવક નગરની નજીકમાં તેને રથમાંથી ઉતારીને ક્ષમા માગી પાછો વળે, એટલામાં સૂર્ય અસ્તરશા પામ્યા. ચારે બાજુ જંગલમાં અંધકાર વ્યાપી ગયે, એટલે અંજના રુદન કરવા લાગી, છાતી ફાટ આકરૂં રૂદન કરીને દશે દિશાઓમાં નજર ફેંકતી હતી. વળી વસંતતિલકાને કહેવા લાગી કે, “મેં પૂર્વે કઈ ભયંકર પાપ કર્યું હશે, જેથી કરીને આ પૃથ્વીલમાં મારે અપયશને મોટા પડહ વગાડાય છે. હજુ પ્રિયવિરહનું એક દુઃખ પૂર્ણ થયું નથી, ત્યાં તે અપયશનું બીજુ મહાદુઃખ મને આવી પડયું છે. પ્રજાપતિ બ્રહ્માજીએ સુખ અને શાંતિ ન પામનારૂં અને અનેક દુઃખના આધારભૂત એવું મારું શરીર શું સમજીને નિર્માણ કર્યું હશે ?
વસંતમાલાએ કહ્યું કે, “હે અંજના ! આ જંગલમાં હવે વિલાપ કરવાથી શે ફાયદે? પૂર્વભવમાં કરેલાં પાપકર્મને ખેદ કર્યા વગર સમભાવ રાખીને સહન કરી લેવા જોઈએ. વસંતમાલાએ વૃક્ષના પલના ઓશિકા સહિત શયન તૈયાર કર્યું, તેમાં શયન કર્યું એટલે ક્ષણવાર નિદ્રા આવી અને નિદ્રા ઉડી ગયા પછી ચિન્તાસમુદ્રમાં પડી. ત્યાર પછી સૂર્યોદય-સમયે તે સખી સાથે પોતાના કુચિત નગરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org