________________
[૧૪] અનંતવીય ધર્મોપદેશ
: ૧૧૫ : જિનપૂજા, વિનય, વન્દનમાં પ્રીતિવાળો હોય, તે પણ અનુક્રમે નિર્વાણ સુખ પ્રાપ્ત કરે છે. જિનક્તિ ધર્મ માં નિઃશંકતા આદિ ગુણોવાળા હોય, તેમજ જીવ, અજીવાદિક તના જાણકાર હોય, તે મહર્તિક દેવ થાય છે. પોતાની શક્તિ અનુસાર જે મનુષ્ય જઘન્ય, મધ્યમ કે ઉત્તમ પ્રકારને ધર્મ કરે છે, તે દેવલેકમાં તેવા પ્રકારના સ્થાનને મેળવે છે.
હવે મુનિવરમાં ઈન્દ્ર સમાન તે કહેવા લાગ્યા કે–આગળ કહી ગયા, તે પ્રમાણે અનેક પ્રકારના તપ-સંયમ ધર્મનું સેવન કરીને મનુષ્ય અક્ષય સુખના આનંદને અનુભવ કરે છે. બીજું હંમેશાં થોડા થોડા નવીન જ્ઞાનનો પણ સંગ્રહ કરવો જોઈએ. બિન્દુ બિન્દુ એકઠાં થઈને જલપૂર્ણ નદીઓ સમુદ્રરૂપ થતી શું નથી દેખાતી? જે ચારે આહારને એક મુહૂર્ત સુધી પણ ત્યાગ કરે છે, તેને એક મહિને સર્વ એકઠું કરતાં એક ઉપવાસ થાય અને તેનું પુણ્યફલ દેવલોકમાં પ્રાપ્ત કરાવનાર થાય. અન્ય દેવતાને પૂજીને દશ હજાર વર્ષો સુધી જે દેવલોકના પુણ્યસુખને ભગવે છે, તે જ પ્રમાણે જિનવરે કહેલા તપનું સેવન કરીને કોડ પલ્યોપમના લાંબા કાળ સુધી દેવકનું પુણ્યફલ ભોગવે છે. ત્યાંથી ચ્યવને જંગલમાં વાસ કરનાર તાપસકન્યાને જેવાં ઉત્તમ સુખ પ્રાપ્ત થયાં, તેવાં ભોગ-સુખો મનુષ્યભવમાં પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય દિવસમાં બે જ વખત નિયમપૂર્વક ભોજન કરે છે, તેને એક મહિને અઠ્ઠાવીશ ઉપવાસ જેટલા તપને લાભ થાય છે. તે પોતે કરેલા નિયમનું વિપુલ ફલ દેવલોકમાં દેવાંગનાઓના સમૂહની વચ્ચે રહેલે, શ્રી, કીર્તિ અને લક્ષમીના આવાસરૂપ તથા દિવ્ય અને નિર્મલ આભૂષણોથી અલંકૃત થઈને ભોગવે છે. દેવલોકનાં વિષયસુખોનો અનુભવ કરીને ત્યાંથી મનુષ્યલોકમાં આવેલો, ઉત્તમ વંશવાળા કુળમાં જન્મ પામેલો તથા સુખરૂપી સમુદ્રમાં સ્નાન કરતો આનંદમાં સમય પસાર કરે છે. તે પ્રમાણે ૧ પહેર, દોઢ પહોર, બે પહેર, ૩ પહેરના નિયમમાં વૃદ્ધિ કરનાર, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ પોતાની શક્તિ અનુસાર જે તપ કરે છે, તે તેનું તેવું ફળ પ્રાપ્ત કરે છે–તેમ કેવલી ભગવંતોએ કહ્યું છે. આવા પ્રકારના તપનું વિપુલ ફલ દેવલોકમાં લાંબા કાળ સુધી ભેગવીને ફરી મનુષ્યપણામાં આવીને ઘણા મોટા પરિવારને સ્વામી થાય છે.
જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરવામાં ભાવિતમતિવાળે જે પુરુષ દિવસ અસ્ત થયા પહેલાં ભજન કરી લેવાના નિયમવાળો હોય, તે ઉત્તમ વિમાનમાં વાસ કરતો દીર્ઘકાળ સુધી અનેક દેવાંગનાઓ સાથે ક્રીડા કરનારો થાય છે. સૂર્ય આથમ્યા પહેલાં પણ જે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે છે, તે લાંબા કાળ સુધી ઝગઝગાટ કરતા સુંદર દેવવિમાનમાં રહે છે. ત્યાંથી ચ્યવીને તે મનુષ્યલોકમાં અનેક નગર, ખેડ, કર્બટ, રથ, હાથી વગેરેને સ્વામી થાય છે. ફરી પણ જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મમાં અતિશય દઢ ચિત્ત કરીને તપ, નિયમ, ચારિત્રાદિક ધર્મની આરાધના કરીને કમે કરીને શાશ્વત શિવગતિ પ્રાપ્ત કરે છે. જે વળી વ્રત વગરના અસંયમી પુરુષે રાત્રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org