________________
૧૧૪ :
પઉમચરિય-પદ્મચરિત્ર
ભવ કરે છે. સમગ્ર ત્રણે લોકમાં મનુષ્ય અને દેને જે વિષયસુખ હોય છે, તે સિદ્ધોના સુખના અનંતા કોડમાં ભાગ પ્રમાણ પણ હોઈ શકતું નથી. સમગ્ર જીવલેકમાં દેવતાઓ અને મનુષ્યને જે સુખ હોય છે, તે સર્વ ધર્મનું ફલ છે-એમ જિનેશ્વર દેવોએ કહેલું છે. દેવત્વ, ઈન્દ્રત્વ, અહમિન્દ્રત્વ, તેમજ સિદ્ધત્વ તે સર્વે મનુષ્યભવમાં જ ધર્મ કરવાથી જ પામે છે.
જેમ પક્ષીઓને રાજા ગરુડ, પશુઓને રાજા સિંહ, તેમ ભવન રાજા હોય તો મનુષ્યભવ. કારણ કે, મોટા ગુણોને વહન કરનાર હોય તો માત્ર એક મનુષ્યભવ છે. આ મનુષ્યભવમાં જે એક મહાન ગુણ છે, તે બીજા કોઈ પણ ભવમાં નથી. કર્મને સર્વથા ક્ષય કરીને જીવ મોક્ષે જતા હોય, તો માત્ર આ મનુષ્યભવમાંથી જ. જેમ સમુદ્રમાં ખોવાએલું રત્ન ગમે તેટલું શોધે, તે ફરી દેખી શકતો નથી, તેમ ધર્મ– રહિત જીવ ફરી મનુષ્યભવ પ્રાપ્ત કરી શકતો નથી. આ પ્રમાણે કેવલિએ કહેલો ધર્મ અત્યંત શ્રદ્ધા પૂર્વક સાંભળીને પછી ભાનુકણે અનંતવીર્યને પ્રણામ કરીને કહ્યું કે, “હે ભગવંત! હજુ હું ભેગાભિલાષા વગરને થયેલ નથી, ભેગની ઇચ્છાઓ હજુ મને વતે છે, તેમજ શ્રમણુધર્મનાં ઉગ્ર તપ-વિધાન કરવા અસમર્થ છું. ત્યારે અનંતબલ મુનિભગવંતે કહ્યું કે, તે તું ગૃહસ્થપણામાં બની શકે તેવો શ્રાવકધર્મ એકાગ્ર-મનથી સાંભળ, તેનું સેવન કરતાં કરતાં ક્રમે કરીને તું સંસારવાસથી મુક્ત બનીશ. જિનેશ્વર ભગવંતે સાગાર અને અનગાર એમ બે પ્રકારના ધર્મ ઉપદેશેલા છે, સાધુઓ માટે અનગાર-ધર્મ અને ગૃહસો માટે સાગાર-ધમ જણાવેલો છે. સાધુ-મહર્ષિઓને અનગારધર્મ તો મેં કહી સંભળા, હવે સાગાર ચારિત્ર-વિષયક શ્રાવકધર્મ સાંભળ. શ્રાવધર્મ
પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતો-એમ જિનેશ્વરોએ શ્રાવકનાં બાર વ્રતો જણાવેલાં છે. સ્કૂલતર પ્રાણિવધ, મૃષાવાદ-અસત્યવચન, ચોરી, પરસ્ત્રી, પરિગ્રહ એવાં પાંચ મેટાં પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરવા રૂપ પાંચ અણુવ્રતો. દિશા અને વિદિશામાં જવાની મર્યાદાનો નિયમ, અનર્થદંડ-વર્જન, ઉપભોગ-પારભેગનું પ્રમાણ –આ ત્રણ ગુણવ્રતો. સામાયિક, ઉપવાસ-પૌષધ, અતિથિસંવિભાગ, અને સમાધિમરણ–આ ચાર શિક્ષાત્રતો. રાત્રિભોજનની વિરતિ, મધ, માંસ, મદિરાપાનને ત્યાગ. પૂજા અને શીલનું આચરણ કરવું–આ વગેરે ગૃહસ્થોને ધર્મ જણાવેલ છે. નિર્મલ સમ્યકત્વવાળા એવા મનુષ્યો આ કહેલ શ્રાવકધર્મનું સેવન કરીને, વિધિપૂર્વક મૃત્યુ પામીને સૌધર્માદિક વિમાનિક કપોવાળા સ્વર્ગમાં જાય છે. ત્યાંથી ચ્યવેલા વળી મનુષ્યભવ પામી તેમાં વિશેષપણે જિનવપદિ ધર્મનું સેવન કરી મહર્દિક દેવપણે ઉત્તમ જાતિવાળા દેવ થાય છે. આ પ્રમાણે સાત-આઠ ભવમાં સર્વ કમને ખંખેરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરે છે. મનુષ્યપણું પામીને જે જિનેશ્વરોના ધર્મની શ્રદ્ધા કરે છે, તે પણ નરક અને તિર્યંચગતિમાં લાંબો કાળ બ્રમણ કરતા નથી. જે સમ્યગ્દષ્ટિ જીવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org