________________
[૧૨] રાવણનું વૈતા-ગમન, ઈન્દ્રબંધન અને લંકા પ્રવેશ કરીને ત્યાં નિયાણું બાંધીને કાલધર્મ પામ્ય અને ભવનાધિપતિ મહર્થિક ચમરકુમાર અસુર થયો. અવધિજ્ઞાનથી મિત્રના પહેલા કરેલા ઉપકારને જાણીને મધુરાજાની પાસે આવીને ત્રિશુલરત્ન આપ્યું. હે શ્રેણિક ! આ પ્રમાણે મધુરાજાનું સર્વ ચરિત્ર તમને સંભળાવ્યું. જે કઈ આ ચરિત્ર પઠન કરશે, શ્રવણ કરશે, તે પુણ્યફલ ઉપાર્જન કરશે. લંકાધિપ રાવણ અઢાર વરસ સુધી આ પૃથ્વી જિતને જિન-પ્રતિમાઓની પૂજા કરવા માટે અષ્ટાપદ પર્વત ઉપર પહોંચ્યા. જિનેશ્વર પરમાત્માની જલ અને સ્થલમાં ઉત્પન્ન થએલાં પુષ્પવડે પૂજા કરીને અતિશય દુષ્ટ થએલા માનસવાળો રાવણ રાજા સમગ્ર રાજા સાથે પ્રભુને વંદના કરવા લાગ્યું. કે તે સમયે ઇન્દ્ર જેને લોકપાલપણે સ્થાપન કર્યો હતો, તે નલકૂબર લોકપાલ દુલથપુરમાં રહેતો હતો. રાવણને અષ્ટાપદ પર્વત ઉપર ગએલો જાણીને રેષાયમાન નલકૂબર રાજાએ તેની પાસે દૂત મોકલ્યા. દૂત ત્યાં પહોંચ્યા અને રાજસભા. વચ્ચે બેઠેલા લંકાધિપને જોયા. મસ્તક પર બે હાથ જોડી પ્રણામ કર્યા અને આસન પર બેસીને તે કહેવા લાગે કે-“હે દેવ! નલકૂબરે આપની પાસે દૂત મોકલાવીને કહેવરાવેલ છે કે-શત્રુઓને દુલધ્ય એવી દુલથપુરીમાં તમે આવે અને મને મળો. રાવણે વળતે જવાબ આપી કહેવરાવ્યું કે, હાલ હું નંદનવનનાં જિનચૈત્યને વંદનનિમિત્તે જઈ રહેલ છું, ત્યાંથી જલદી પાછો ફરીને આવું, ત્યાં સુધી તમે વિશ્વાસ અને સ્વસ્થતા પૂર્વક ઉત્તમ કામિનીઓ સાથે ક્રીડા કરે. હે દૂત ! દુલથપુરના રાજાને આ મારો સંદેશો કહેજે.” | મન અને પવન સરખા મનોહર વેગવાળો દૂત પિતાના સ્વામી પાસે ગયા અને રાવણે જે કહેવરાવેલ, તે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું. તેણે પણ અગ્નિપૂર્ણ એક યોજન પ્રમાણે ચારે બાજુ ફરતો કિલે તૈયાર કરાવી તથા શત્રુદ્ધાઓનાં જીવનને નાશ કરનાર અનેક યંત્રો ગોઠવ્યાં. નન્દન વનમાં જઈને ભાવથી ચિત્યને વંદના કરીને રાવણ ફરી પોતાના આવાસમાં પાછો ફર્યો. રાવણે શસ્ત્ર સજેલા અને બખ્તર પહેરેલા પ્રહસ્ત વગેરે સુભટોને સૈન્ય સહિત દુલથપુરીને સ્વાધીન કરવા મોકલ્યા. નગરી નજીક પહોંચ્યા, ત્યારે ચારે બાજુ અગ્નિ સળગતા ઊંચા કિલાવાળી નગરી તથા શત્રુસુભટને ભય પેદા કરનાર અત્યંત દુર્લથ ગોઠવેલાં યંત્રો જોયાં. ઉત્સાહિત રાક્ષસ યોદ્ધાઓને ચારે બાજુથી ઘેરી લીધા અને અનેક પ્રકારની વિદ્યાઓના પ્રયોગ અને પ્રભાવથી શત્રુઓ રાવણના મનુષ્યોને હણવા લાગ્યા. મરી જતા રાક્ષસ સુભટોએ રાવણ પાસે એક પુરુષને મેકલીને કહેવરાવ્યું કે, “હે સ્વામી ! મારું એક વચન સાંભળો. ચારે બાજુ ધગધગતા અગ્નિથી ઘણા સુભટો નગરમાં પ્રવેશ કરતાં પહેલાં જ બળી મૃત્યુ પામી રહેલા છે અને ભયંકર મુખવાળાં યંત્રોમાં ઘણું મારી નંખાય છે. તેનાં આ વચને સાંભળીને લંકાધિપતિના બુદ્ધિશાળી મંત્રીઓ પોતાના સૈન્ય-પરિવારને બચાવવા માટેના ઉપાયો વિચાર કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org