________________
પઉમચરિય-પદ્મચરિત્ર જેવો રાજા બનાવ્યું. એક દિવસ સુમિત્ર રાજાને કઈ ઘેડ એકદમ જંગલમાં ખેંચી ગયો. ત્યાં અનાર્ય આચરણવાળા ભીલોએ તેને પકડી લીધો. પ્લેચ્છરાજાએ પિતાની વનમાલા નામની કન્યા તેને આપી, તેની સાથે લગ્ન કર્યા. ત્યાંથી પાછા ફર્યા અને શતદ્વાર નગરમાં પ્રવેશ કર્યો. પોતાના મિત્રની પત્નીને જોઈને કામદેવના બાણેથી વિધાઓ અને અસ્વસ્થ શરીરવાળો પ્રભવ ક્ષણવારમાં પરાધીન થયો. દુઃખના ભારથી પીડિત અંગવાળા પ્રભાવને દેખીને સુમિત્રે પૂછ્યું કે, “તને કયા કારણથી દુઃખ ઉત્પન્ન થયું છે, તે મને કહે, જેથી તેને ઉપાય કરી દુઃખ દૂર કરું. ત્યારે પ્રભવે કહ્યું કે, લોકોમાં એવી કહેવત છે કે-“વિદ્ય, રાજા અને મિત્ર પુરુષ આગળ સત્ય હકીકત પ્રગટ કરવી જોઈએ.” તેના ચરણમાં નમન કરીને પ્રભાવ પોતાના દુઃખનું કારણ કહેવા લાગ્યું કે, “હે સ્વામી ! તમારી ભાર્યાને દેખી મારું શરીર અસ્વસ્થ થઈ ગયું છે.” પ્રભવની વાત સાંભળીને સુમિત્રે રાત્રે વનમાલાને કહ્યું કે, “હે પ્રસન્નમુખવાળી! તું વિશ્વાસ પૂર્વક પ્રભવની પાસે જા. હે સુન્દરી! તું મારા મિત્રનું હિત કરીશ, તે હું તને એક હજાર ગામ આપીશ. હે ભદ્ર! જે તું તેની સાથે પ્રેમ નહીં કરીશ, તે હું તને ઘોર શિક્ષા કરીશ.” એ વચન સાંભળીને તે ચાલી નીકળી અને સંધ્યા-સમયે પ્રભવને ઘરે પહોંચી, એટલે પ્રભાવે પૂછયું કે-“હે સુંદરી! તું કોણ છે? અને શા માટે અહીં આવી છે ?' વનમાલાએ પણ પોતાના વિવાહ આદિકની હકીકત કહી. જ્યારે બંનેને વાર્તાલાપ ચાલતું હતું, તે સમયે ગુપ્તવેષધારી રાજા ત્યાં ભવનમાં કોઈ ન દેખે તેમ છૂપાઈને બેઠેલું હતું. પ્રભવે જાણ્યું કે, સુમિત્રે વનમાલાને મોકલી છે, તેથી તે વિરાગ્ય પામ્યો અને વનમાલાને પાછી મેકલી આપી. પોતે હવે પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે, “અફસ! ખરેખર હું પાપી છું, સુમિત્રની પત્નીની મેં અભિલાષા કરી, નક્કી મારું શરીર વજનું છે, નહીંતર બરફની જેમ હું ઓગળી કેમ ન જાઉં? અથવા લેકમાં અપયશના ભયંકર કલંક પામેલા મારે હવે જીવીને શું કરવું? ચારિત્ર વગરના મારે હવે મારું મસ્તક તલવારથી એકદમ હણી નાખવું જોઈએ. નીલકમલ સરખા વર્ણવાળી તરવાર ખેંચીને જ્યાં પોતે કંઠ પર ચલાવવા જાય છે, તેટલામાં પ્રભવની ચેષ્ટા સમજી ગએલા સુમિત્રે એકદમ તેનો હાથ પકડી લીધો. રાગ અગર છેષને વશ થઈ જેઓ પોતાને મૃત્યુ પમાડે છે, પાપ-વિહિત બુદ્ધિવાળા તેઓ સંસારરૂપી અટવીમાં અટવાયા કરે છે. સુમિત્રે તેને હાથમાંથી ખળું ખેંચી લીધું અને સાત્વન આપ્યું, તેઓ બંને લાંબા કાળ સુધી સંતોષ ભાવથી રાજ્ય કરતા હતા. . . ત્યાર પછી કોઈ સમયે સુમિત્ર રાજાએ દીક્ષા અંગીકાર કરી અને સમાધિથી કાલધર્મ પામી તે ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થયે. બીજા દેવલોકના વિમાનથી વેલે તે દેવ માધવીદેવીના ગર્ભથી ઉત્પન્ન થએલે તે હરિવહન રાજાના મધુપુત્રપણે ઉત્પન્ન છે. મિથ્યાત્વથી માહિત-મતિવાળે પ્રભવ મરીને, સંસારમાં પરિભ્રમણ કરીને, વિશ્વાવસની ભાર્યા તિષ્મતીના ગર્ભમાં શિખી નામને પુત્ર થયે. સાધુ ધર્મનું પાલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org