________________
૮િરાવણે કરેલ લંકા-પ્રવેશ
: ૭૭ :
ચપળ આવર્તવાળા, ગોળાકાર વિદ્યુમ-પરવાળા સાથે અથડાવાથી કપાઈને ટૂકડા થઈ ગએલા શંખ-સમૂહવાળા શખસમૂહ અને છીપના સંપૂટ ભેદાવાના કારણે જેના છેડાના વિભાગ શેભિત બનેલા છે એવા તરંગવાળા, પવનના કારણે અથડાએલા તરંગો નદીમુખ પાસેના કિનારાને જળથી ભરી દેવાવાળા, કિનારા પર વાસ કરતા હંસ અને સારસ પક્ષીઓની વિષ્ટા(હગાર)થી શેકાઈ ગએલા તટમાર્ગવાળા, તટમાર્ગમાં રહેલાં અનેક પ્રકારનાં રત્નોનાં કિરણોથી પ્રકાશિત વિશાળ પ્રદેશવાળા, વેરાએલાં નિર્મલ મેતીઓના કારણે વિશેષ સફેદ જણાતાં અને થીજેલા ફીણ-સમૂહથી ભરપૂર, મોટી ડાળીવાળા વિશાળ દિવ્ય વૃક્ષોનાં વેરાયેલાં પુષ્પથી અચિત, મોટા મેટા તરંગો જેમાં એક બીજા સાથે અથડાતા હતા, અથડાવાના કારણે ઉત્પન્ન થતા ગંભીર શબ્દથી ચારે બાજુ શબ્દ કરતા એવા સમુદ્રને નીહાળતા નીહાળતા રાવણે હજારે જન સમુદ્ર પાર કરીને ત્રિકૂટ પર્વત પર રહેલી લંકાનગરીને દેખી. માનુષોત્તર પર્વત સરખા પ્રજ્વલિત અગ્નિ જેવા સુવર્ણના કિલાથી ઘેરાએલી, ચન્દ્રકાન્ત મણિ, મૃણાલ કમલ સરખા ધવલ વિવિધમણિ–૨નોની બનાવેલી ભિત્તિવાળા, ઘણી ઊંચાઈવાળા, જાણે આકાશને મળવા માગતા ન હોય, તેવા દેવમંદિરેવાળી, કિલાનાં તારણે ઉપર નજીક નજીક બાંધેલી ધ્વજાઓ અને પવન અથડાવાના કારણે પલ્લવરૂપી હાથ, આકાશમાં પસાર થતા ખેચરેને પિતાની નગરીમાં બેલાવવાનું આમંત્રણ આપતા ન હોય તેમ પ્રતીતિ થતી હતી.
સરવરે, વાવડીઓ, આરામ-ઉદ્યાન -બગીચા, વન, મહેલ, ચિ, મંદિરે અને મકાનથી તે નગરી અત્યંત રમણીય શોભાવાળી હતી. અગુરુ, તુરુક, ચન્દન, કપૂર આદિ સુગન્ધી ઉપગ્ય પદાર્થોની સુગન્ધ ચારે દિશામાં વ્યાપી ગઈ હતી. ઉતાવળા ઉતાવળા દેવ અહીંથી પસાર થતા હતા. તેઓ આ નગરીની રમણીયતા દેખા પછી તરત છોડવા ઈચ્છતા ન હતા. આ નગરીનું વર્ણન કેટલું કરવું ? અનેક ગુણવાળી આ લંકાનગરી સમગ્ર જીવેલકમાં ઈન્દ્રની અમરાવતી નગરી સરખી હતી. સમગ્ર સૈન્ય–પરિવાર સહિત દશમુખને નજીક આવી ગએલા જાણીને સમગ્ર નગરલોકે એકદમ સ્વાગત કરવા માટે સન્મુખ આવ્યા. કેટલાક વિદ્યાધર સુભટ ઘોડા, હાથી, રથ તેમજ ઉત્તમ વિમાન પર આરૂઢ થઈને તથા બીજા કેટલાક ગધેડા, ઊંટ, સિંહ વગેરેના ઉપર સ્વાર થઈને આદરપૂર્વક એક બીજાને અડપલાં કરતા હતા. ઉત્તમહાર, કડાં, કેયૂર-બાજુબંધ, કંદરા, મુગુટ, કુંડલ આદિ આભૂષણે પહેરેલા, કેસર, ચંદન વગેરેના વિલેપન કરેલા, રેશમી વસ્ત્ર પહેરેલા એવા મારીચિ, શક, સારણ મંત્રી, હe-pહુષ્ટ, ત્રિશિર, ધૂમ નામને પુત્ર, કુંભકર્ણ, નિષસ્મ, બિભીષણ તેમજ બીજા સુષેણ વગેરે સુભટે, લોકપાલોથી પરિવરેલા ઈન્દ્રની જેમ ચારે બાજુથી અનેક સુભટથી પરિવરેલ. રાવણ શોભતું હતું. રાવણનાં દર્શન કરવા માટે ઉત્કંઠિત મનવાળી નગર-નારીઓ જલ્દી જલ્દી મહેલના ગવાક્ષોમાં આવીને ઉભી રહી. તે સમયે તેમનાં વદન-કમલેથી ગવાક્ષ-માર્ગ પણ રોકાઈ ગયે. તે સમયે એક સ્ત્રી બીજી સ્ત્રીને હાથ પકડીને કહેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org