________________
[૮] રાવણે કરેલ લંકા-પ્રવેશ
:: ૭૧ :
થયા હતા, તેણે આ ભુવનતલમાં અનેક જિનાલયે કરાવ્યાં હતાં. હે દશાનન ! વિશુદ્ધ ભાવથી તેમને નમસ્કાર કર, તેના પ્રભાવથી કલિકાલમાં થનારાં મલિન પાપથી મુક્ત બની શકાય છે.” સુમાલિને નમન કરીને દશાનને પૂછ્યું કે, “હે પ્રભુ! કયા કારણે હરિજેણે આ જિનેશ્વર ભગવંતનાં ચિત્ય બનાવ્યાં? અને તે કોણ હતા? તેનું ચરિત્ર કહે.” પછી શાસ્ત્રના અર્થ અને નીતિના જાણકાર સુમાલી મનોહર વાણીથી કહેવા લાગ્યા કે, “હે દશમુખ! જિનેશ્વરનાં ચિત્યની જેવી રીતે ઉત્પત્તિ થઈ, તે સાવધાન થઈને એકાગ્ર મનથી સાંભળ. હરિણુ ચક્રવર્તીનું ચરિત
ભરતામાં કાર્પિત્યપુર નામનું મનોહર નગર હતું. તેમાં અનેક સામતિથી પ્રણામ કરાતે સિંહદેવજ નામને રાજા હતા. તેને રૂપ અને ગુણયુક્ત વપ્રા નામની પટ્ટરાણી હતી. તેમને શુભ લક્ષણવાળો હરિષણ નામને કુમાર હિતે. ધર્મશીલ વપ્રા રાણીએ ચિત્યગૃહયુક્ત નગરમાં જિનેશ્વર ભગવંત માટે રત્નજડિત એક રથ નિર્માણ કરાવ્યું. તે રાજાને બીજી રૂપવાળી લક્ષ્મી નામની ભાર્યા હતી, તે મિથ્યાત્વ–મોહિત હોવાથી જિનવરના મત તરફ વિરોધ રાખતી હતી. તેણે કહ્યું કે, આઠ દિવસના મહોત્સવમાં બ્રહ્માને રથ નગરમાં પ્રથમ ફરે અને જિનવરને રથ પછી ફરે. શકયનું આવું વચન સાંભળીને જાણે વજીના આઘાતથી હણાઈ ન હોય તેમ શેકથી સંતપ્ત થએલી મહાશક પામેલી વપ્રારાણીએ એવી પ્રતિજ્ઞા કરી કે-જે નગરની અંદર સંઘ પરિવારસહિત જિનવરને રથ પ્રથમ ફરશે, તો જ મારે આહાર ગ્રહણ કરવો, એમ ન બને તે મારે નકકી અનશન કરવું. કમલપત્ર સરખા નેત્રવાળી તેને રુદન કરતી દેખીને ગભરાએલા હરિફેણ પુત્રે પૂછયું કે, “હે માતાજી! તમે કયા દુઃખના કારણે રુદન કરે છે? ત્યારે માતાએ કહ્યું કે, જિનવરને રથ પછી ફરશે.” વગેરે હકીકત જણાવી. આ સાંભળી શક–મહાસંકટમાં પડેલ કુમાર ચિતવવા લાગ્યો કે, “જગતમાં માતાપિતા બંને મોટા અને સર્વથી અધિક ગણાવેલા છે, તેમને લોકવિરુદ્ધ એવી નાની પણ પીડા કરવી ન જોઈએ. ઘણું દુઃખથી સંતપ્ત થએલી માતાનું દુઃખ પણ જોવા હું સમર્થ નથી, માટે આ મારા પિતાના ભવનને ત્યાગ કરીને નિર્જન વનમાં પ્રવેશ કરું.” હવે લોકો જ્યારે સુઈ ગયા, તેવા રાત્રિના સમયે તે નગરમાંથી બહાર, નીકળે અને ગાઢ વૃક્ષો અને સ્થાપદ-જાનવરવાળી મહાઇટવીમાં તેણે પ્રવેશ કર્યો. ચાલતાં ચાલતાં અટવીમાં આગળ ગયો. ત્યાં હરિવેણને તાપસીએ જે, તેમણે આપેલા આસન ઉપર તે બેઠે. ફલ-મૂલ-કંદને તાપસોએ આહાર કરાવ્યું.
તે સમયે ચંપાપુરીમાં જનમેજય નામનો રાજા હતો, તેની કીર્તિ ચારે દિશામાં ફેલાએલી હતી. પિતાના સૈન્ય સહિત તેણે કાલ નામના રાજાને ઘેરી લીધો. અલસમૃદ્ધ જનમેજય રાજા પણ નગરમાંથી બહાર નીકળ્યો અને કાલની સાથે સામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org