________________
: ૭૦ :
પઉમચરિય–પદ્મચરિત્ર
-=
કર્યો. કાન સુધી ખેંચેલા ધનુષથી છોડેલા અતિતીર્ણ બાણથી વૈશ્રમણે રાવણના ધનુષના બે કટકા કર્યા અને રથના ચૂરેચૂરા કરી ભાંગી નાખ્યું. બીજા રથ પર ચડીને બીજું ધનુષ ગ્રહણ કરીને રાવણે સેંકડો અતિતીર્ણ બાણોથી ધનદના શરીર પર પહેરેલા બખ્તરને ભેદી નાખ્યું. ત્યાર પછી રાવણે યુદ્ધમાં યમદંડ સરખા ભિન્દિમાલ નામના શસ્ત્રથી વક્ષસ્થલમાં એ આકરા પ્રહાર કર્યો કે, જેનાથી વિશ્રમણને મૂચ્છ આવી. તેને મૂચ્છિત દેખીને એકદમ સૈન્યમાં કરુણ આક્રન્દનવાળા વિલાપના શબ્દો ઉત્પન્ન થયા અને રાક્ષસ-સુભટને આનંદ ઉત્પન્ન થયા. ત્યાર પછી વૈશ્રમણને યુદ્ધભૂમિમાંથી સેવકે એકદમ પુરુષથી વહન કરાતી શય્યામાં સુવડાવીને યક્ષપુરમાં લઈ ગયા. યુદ્ધમાં યક્ષસામંત ઘાયલ થયા અને સુભટ ભાગી ગયા–એમ જાણીને “જય હે, જય હો” એવા શબ્દ તથા વાજિંત્રોના મધુર શબ્દથી રાવણને એકદમ અભિનંદન કર્યું. વૈદ્યોએ વૈશ્રમણની ચિકિત્સા કર્યા પછી યક્ષરાજાએ પિતાનાં અસલ બલ, વીર્ય અને સમાજ વલ રૂપ પાછાં પ્રાપ્ત કર્યા. વળી મનમાં વિચારવા લાગ્યું કે, “અફસની વાત છે કે, વિષયની આસક્તિના કારણે મૂઢ એવા મને અત્યંત વેદના -પૂર્ણ દુઃખ પ્રાપ્ત થયું. ખરેખર! દશાનન એ મારે કલ્યાણમિત્ર છે કે, જેણે યુદ્ધના બાનાથી બંધાએલે હોવા છતાં જલ્દી ગૃહવાસના પાશથી મને મુક્ત કર્યો.” આ પ્રમાણે પરમાર્થ વસ્તુને સાર જાણીને વૈશ્રમણે દીક્ષા અંગીકાર કરી, તપ અને અભિગ્રહની આરાધના કરી અજરામર પદ પ્રાપ્ત કર્યું.
ત્યાર પછી મણિ અને રત્નથી દેદીપ્યમાન મનોહર પુષ્પક નામનું શ્રમણનું દિવ્ય વિમાન હતું, તે રાવણની પાસે લાવ્યા. ઉત્તમ મંત્રી, પુત્ર, પુરોહિત, બાન્ધવજન અનેકવિધ સેવક-પરિવારથી પરિવરેલે ઋદ્ધિયુક્ત દશાનન વિમાન પર આરૂઢ થયે. ઉત્તમ હાર, કડાં, કુંડલ, મુકુટ અને અલંકારોથી વિભૂષિત શરીરવાળા, ઉજજવલ છત્ર ધારણ કરનાર, ચામર ઢાળવાના કારણે વિશ્રેણિ ફરકતી હતી, એવો કુંભકર્ણ નામને તેને ભાઈ હાથી ઉપર આરૂઢ થયે. કમલપત્ર સરખા નેત્રવાળે બીજે બિભીષણ નામને ભાઈ રથની અંદર આરૂઢ થયા. સિંહ, શરમ, મારીચિ, ગગનવિદ્યુત, વા, વાજમધ્ય, વજાક્ષ, શુક, સારણ, સુનયન, મય અને બીજા ઘણા વિદ્યારે પિતપોતાના વૈભવ અને પરિવાર અનુસાર એકઠા થયા. આવા પ્રકારના સિન્ય-પરિવાર સાથે દશાનન જળ સમાન નીલ વર્ણવાળા આકાશમાં ઉડ્યો અને લંકાનગરની સન્મુખ દક્ષિણદિશા તરફ ચાલે. આરામ, ઉદ્યાન, વન-વૃક્ષોથી સમૃદ્ધ પૃથ્વીને જોઈને દશાનને વિનયપૂર્વક સુમાલીને પૂછયું કે, “આ પર્વત ઉપર વહેતી નદીના કિનારા પર વસેલાં ગામ અને શહેરમાં શંખસમૂહ અગર શરદકાલના ઉજજવલ મેઘ પડેલા હોય એવું શું દેખાય છે?” સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને સુમાલિએ કહ્યું કે, “હે વત્સ! દશાનન ! સાંભળ-“પૃથ્વીપીઠ ઉપર આ મેઘ પડેલા નથી. હે પુત્ર! સફેદ વાદળ સરખા રત્નજડિત કિલ્લા અને દર વાજા બનાવ્યા છે, તે રત્નની કાંતિવાળા જિનાલયે છે. હરિષણ નામના દશમાં ચક્રવર્તી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org