________________
ઃ ૬૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર
આ વચન સાંભળીને રેષાયમાન થએલ દશમુખ દૂતને પૂછે છે કે-“અરે! વૈશમણ વળી કોણ છે? અને “ઈન્દ્ર' નામથી કયે ઓળખાય છે? હે દૂત! તારા શ્રમણને કહેજે કે, અમારી પરંપરાથી કુલકમાગત આવેલી નગરીને તું ભગવે છે, તે હવે તારા જીવતરને ઈચ્છતે હોય, તે જલ્દી તેને ત્યાગ કર. જે મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે, તે કાગડો હોવા છતાં પિતાને બાજપક્ષી સરખ અને મૂર્ખ શિયાળ હોવા છતાં પોતાને સિંહ સરખો માનવા તૈયાર થાય છે! ખરેખર તેને પિતાના સેવકે અને સંબંધિઓને શત્રુ સમજ. હે દ્વત! આવાં ન બેલવા લાયક વચને બેલતા તારા મસ્તકને તાલફલની જેમ તરવારથી કાપીને ભૂમિ ઉપર રગદોળીશ.” આમ બેલતા એકદમ તેણે રેષાયમાન થઈને મ્યાનમાંથી સુંદર તરવાર ખેંચી અને દૂતને હણવા તૈયાર થયે; ત્યારે બિભીષણના સુભટોએ તેને તેમ કરતા અટકાવ્યો અને કહ્યું કે હે પ્રભુ! આવા પ્રાકૃતજન કે બીજાને સંદેશ લાવનાર ડૂતને મારવાથી સુભટનો યશ વિસ્તાર પામતે નથી, પારકાને પિતાના દેહ વેચનાર એવા સેવકને કયો અપરાધ ? પિશાચના વળગાડવાળા સરખા આ બિચારા તે માત્ર તેમનાં વચનથી પ્રવૃત્તિ કરનારા હોય છે.”
આ પ્રમાણે બિભીષણે પ્રણામ કરીને દશમુખને શાન્ત પાડ્યો. તેટલામાં બીજાઓએ તને પગ પકડીને સભામાંથી બહાર કાઢ્યો. અધમુવા અને અપરાધી દૂતે પિતાના સ્વામીની પાસે જઈને દશમુખે જે સંભળાવ્યું અને પોતે જે અનુભવ્યું, તે સર્વ નિવેદન કર્યું. ન નાનાને રે , તથા તમોએ જે કહેવરાવેલ તે પ્રમાણે કંઈ ન કર્યું. દશમુખ નક્કી સંગ્રામ કરશે.” દૂતનું વચન સાંભળીને ક્રોધ વૃદ્ધિ પામવાના કારણે ધમધમી રહેલ, યુદ્ધ કરવા તલસતો વૈશ્રમણ મોટા સૈન્ય–પરિવાર સાથે બહાર નીકળે. રથ, ઘોડા અને હાથી પર બેઠેલા, તલવાર, ઢાલ, તીર અને તોમર આદિ હથિયાર હાથમાં લઈને યક્ષના સુભટો ગુંજારવ નામના પર્વત પર આવી પહોંચ્યા. શત્રુસૈન્ય દેખીને વિવિધ પ્રકારના હથિયારવાળા શ્રમણ અને યક્ષના સુભટ ઉછળી ઉછળીને હર્ષથી પિકાર કરવા લાગ્યા. બંને પક્ષના વાજિંત્રોના શબ્દ, હાથીઓના ગજ રવ, ઘોડાઓના હણહણાટ શબ્દ એવા ફેલાયા છે, જેમાં કાયર પુરુષે ભય પામવા લાગ્યા. કવચથી સજજ બનેલા, પ્રહરણ અને વસ્ત્રથી સુંદર દેખાતા અને લડાઈ કરવાનો અવસર પ્રાપ્ત થવાના કારણે હર્ષ પામેલાં બંને સે એક બીજાની નજીક આવવા લાગ્યાં. વિશ્રમણ અને દશમુખના બંનેના પ્રચંડ સૈન્યનું યુદ્ધ ગુંજારવ પર્વત ઉપર બરાબર જામ્યું. શર, ઝશર, શક્તિ, સર્વલ, ભયંકર ભાલાં, શસ્ત્રો, ચક અને પટ્ટીશ વગેરે પ્રહરણે ફેંકાફેંકી કરવાના કારણે આકાશ એકદમ તેનાથી ઢંકાઈ ગયું. રથિકે રથિક સાથે, ગજસ્વાર ગજસ્વારે સાથે, અશ્વસ્વારે અશ્વસ્વાર સાથે, પાયદળ પાયદળની સાથે એમ સુભટો પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. વળી કેટલાક તરવારથી, કેટલાક મુગરથી, કેટલાક ચકથી સ્વામીના કાર્ય માટે ઉદ્યત થએલા સુભટ સામસામા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org