________________
[૮] રાવણે કરેલ લંકા-પ્રવેશ સમગ્ર કળાઓ અને શાસ્ત્રોમાં પારંગત હતું, તો પણ દુજેનેએ અજ્ઞાનતાથી વિપરીત પણે અધર્મી, અશાસ્ત્રજ્ઞ અને નિર્ગુણપણે ઓળખાવ્યા હતા. તેને આહાર પવિત્ર, સુગન્ધિ પદાર્થોથી બનાવેલ હોવાથી મીઠા સ્વાદવાળો, સારી રીતે તૈયાર થએલ ભજન કરતો હતે. ધર્માનુરાગી હોવાથી કુંભકર્ણ પરિમિત સમય નિદ્રા લેતે હતું, તે પણ પરમાર્થ ન સમજનારા, પાપમાં અનુરાગબુદ્ધિવાળા, નરકગતિમાં ગમન કરવામાં દક્ષ પુરુષે સાચા પદાર્થોની વિપરીત કલ્પના કરે છે.
દક્ષિણશ્રેણીમાં તિપ્રભ નામનું નગર હતું. ત્યાં વિશુદ્ધકમલ નામના એક પરાક્રમી રાજા હતા, તેને નંદવતી નામની ભાર્યા હતી. તેમને પંકજસદશી નામની પુત્રી હતી. જેમ પતિએ કામદેવને તેમ યૌવનગુણ અને રૂપને અનુરૂપ એવા બિભીષણ કુમારને તેણે પતિરૂપે પ્રાપ્ત કર્યો. સમય પસાર થતાં મંદોદરીએ ઈન્દ્રના રૂપ સમાન એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યું. ઈન્દ્ર સરખું રૂપ હોવાથી ઈન્દ્રજિત્ એવું તેનું નામ પાડ્યું. કેમ કરીને મેઘવાહન નામનો બીજો પુત્ર જન્મે. તે કુમાર નેત્રના ઉત્સવરૂપ અને બધુવને આનન્દ આપનાર હતો. આ પ્રમાણે સ્વયંપ્રભ નગરમાં રત્નથવાને આનંદ આપનાર કુમારે દેવલોકમાં જેમ દેવો તેમ વિષયસુખનો અનુભવ કરતા હતા. રાવણ–વૈશ્રમણના યુદ્ધનું વર્ણન
એક વખત ભાનુકણ બળાત્કારથી ધનદના દેશમાંથી હાથી, ઘોડા, સ્ત્રીરત્ન વગેરે ઉઠાવી લાવ્યા. પિતાના દેશને આ પ્રમાણે પરાભવ થએલો જાણીને ગુસ્સે પામેલા વૈશ્રમણે વચનાલંકાર નામના દૂતને સુમાલિની પાસે મોકલ્યો. ત્યાં જઈને સુમાલિને અને દશમુખને પ્રણામ કરીને તે દૂત જે પ્રમાણે પોતાના સ્વામીએ કહેવરાવેલ તે પ્રમાણે કહેવા લાગ્યો કે, સમગ્ર ત્રણે લોકમાં પ્રગટ પ્રતાપવાળા શ્રમણે આપને કહેવરાવેલ છે કે, “હે સુમાલિ! તમે ઉત્તમકુલમાં જન્મેલા છે, નીતિના જાણકાર છે, માટે તમારા સરખાને કુંભકર્ણ દ્વારા મારા દેશને વિનાશ કરાવો અને એવા ખોટા વ્યવસાય કરવા ઘટતા નથી. અથવા સર્વ રાક્ષસ સન્મુખ યુદ્ધમાં તે સમયે ઈન્દ્ર માલીને હણી નાખ્યા હતા, તે વાત શું ભૂલાઈ ગઈ ? તેને કેમ યાદ કરતા નથી? ઈન્દ્રના યુદ્ધમાં ભયને ન જાણતો તું તે દેડકા સરખો જણાય છે. કાંટા સરખી વિષમ દાઢવાળા સર્પના મુખમાં ક્રીડા કરવા તૈયાર થાય છે. અનીતિ કરનાર તને હજુ માલિના વધથી શાંતિ થઈ જણાતી નથી અને હજુ બાકી રહેલા તારા સ્વજનોનો વધ કરાવવાની અભિલાષા કરતા જણાય છે, એમાં સંદેહ નથી. હવે જે નિબુદ્ધિ આ બાલકને આવાં કાર્ય કરતા નહીં રોકશે, તે હું તેને મજબૂત દોરડાથી જકડી કેદખાનામાં પૂરીશ. હે સુમાલિ! લાંબા કાળથી પાતાલલંકાપુરીને ત્યાગ કરીને તું રહેલો છે, હજુ ફરી તું પૃથ્વીના વિવરમાં પ્રવેશ કરવાની અભિલાષા રાખે છે? હે નિશાચર! હું કે ઇન્દ્ર જે તારા પર ગુસ્સે થયા, તે સમગ્ર ત્રણ લોકમાં તમારું રક્ષણ કરનાર કે શરણ આપનાર કેઈ નહીં મળે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org