________________
('૧૫૪) આપનારના ઘરમાં જવા આવવાને પરિચય રાખનાર બે પેઢી સુધીના ત્રીઓને પાંચ દિવસનું સૂતક, લાગે ને તે જન્મ આપી નારના ઘેરે જમતા હોય તે ૨૭ દિવસનું અથવા જન્મ આપ નારના ઘરના માણસો ભેગા બીજા ચુલે બનાવેલ રસોઈ જમતા હોય તે ૧૨ દિવસનું સૂતક લાગે.
૩ જન્મ આપનારના ઘરને પરિચય રાખનાર પાંચ પેઢી સુધીના ગોત્રીઓને ત્રણ દિવસનું સૂતક લાગે, અને સાતમી પેઢી સુધીના ગોત્રીઓને એક દિવસનું તથા પરિચય ન રાખનારે પાંચ પેઢી સુધીના ગોત્રીઓને એક દિવસનું સૂતક લાગે, ઉપરાંત પેઢીવાળા ગોત્રીઓને સૂતક લાગતું નથી.
૪ પાંચ સાત પેઢી અથવા વધારે પેઢીવાળા શેત્રીઓ જન્મ આપનાર માટે જે ચુલે રસોઈ બનાવવામાં આવતી હોય, તેજ ચુલે બનેલી રસોઈ જમતા હોય તો ર૭ દિવસ ને તેજ ઘરમાં બાજા ચુલે બનેલી રસોઈ જમતા હોય તે ૧૨ દિવસ અથવા જન્મ આપનાર ઘરના માણસો સાથે બીજા ઘરમાં બનાવેલ રોક જમતા હોય તે પાંચ દિવસનું સૂતક જાણવું.
૫ જન્મ આપનારના ઘરમાં જાવ આવ કરનાર અન્ય સંબં ધીને ત્યાં ન જમતા હોય તે એક દિવસ ને જમતા હોય તે પાંચ દિવસનું સૂતક લાગે. એટલું વિશેષ કે તેઓ જે જન્મ આપ નારના ઘરના માણસો ભેગા એક યા બે વાર જમે તે પાંચ દિવસ અને વધારે જમે ને જેટલા દિવસ જમે તેટલા દિવસનું સૂતક લાગે.
૬ પરગામથી આવેલા માણસો જન્મ આપનારને ઘેર એક વાર ખાય તે એક દિવસનું અને બે ત્રણ દિવસ સુધી ખાય તે ત્રણ દિવસનું અથવા જેટલા દિવસ ખાય પીવે તેટલા દિવસનું સૂતક લાગે.
૭ જન્મ આપનાર સ્ત્રીને એક મહિના સુધી દેવદર્શન તથા ચાલીસ દિવસ સુધી દેવ પૂજા અને મુનિરાજને વહેરાવવું કલ્પ નહિં. સુવાવડ કરનારી જે જન્મ આપનારના રસોડે જમતી હોય તે તેને પણ ર૭ દિવસ સુધી પૂજાદિ કર્મ ક્રિયા કરવી ક૫તી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org