________________
(૧૪૮) ત્યાગ કરવા લાયક સાત વ્યસને. द्युतंच मांसंच सुराच वेश्या, पापार्द्धि चौर्ये परदार सेवा । एतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥
તેને ખુલાસ–૧ ઘુત–જુગાર, ૨ માંસ-માંસ, ૩ સુરાદારૂ, ૪ વેશ્યા–વેશ્યા, ૫ પાપાદ્ધિ-શિકાર, ૬ ચૌ_ચેરી, ૭ પરદાર–પરસ્ત્રી–આ સાત વ્યસને નિંદનીક અને તજવા લાયક છે, તે મહા અઘોર નરકમાં લઈ જવાવાળા છે, માટે સમજુ પુરૂએ તેનો ત્યાગ કરવો જોઈએ, આ વ્યસને સેવનારનું વર્તન ઘણું જ નિંદનીક તેમજ નીષ્ફર હૃદયના હોય છે, તેને કઈ પ્રકારને વિચાર હોતો નથી. તેના માટે નીચેના આ પ્રશ્નોત્તરે વાંચે.
સાત વ્યસને આશ્રયી–પ્રશ્નોત્તરે.
એક ગ્રહસ્થ અને ભિક્ષુકનો, સંવાદ. પ્ર. કોઈ એક ગ્રહ એક ભિક્ષુકને પૂછયું કે, શું આ તારી
શિથિલ થયેલી ગોદડી છે? ઉ૦ ત્યારે ભિક્ષુક કહે કે ના ! એ તો માછલા પકડવાની જાળ છે. પ્ર. ત્યારે તેને ગ્રહણે કહ્યું કે શું તું માછલા ખાય છે? ઉ૦ ત્યારે ભિક્ષુક કહે કે હા! હું તે મદિરા સહિત ખાઉં છું પ્ર. ત્યારે ગ્રહસ્થ કહ્યું કે શું તું મદિરા પણ પીયે છે? ઉ૦ ત્યારે ભિક્ષુક કહે કે હા! હું તે વેશ્યાની સાથે પીવું છું. પ્ર. ત્યારે ગ્રહસ્થે કહ્યું કે શું તે વેશ્યા પાસે પણ જાય છે? ઉ૦ ત્યારે ભિક્ષુક કહે કે હા! શત્રુના માથા ઊપર પગ દઈને જાઉં છું. પ્ર. ત્યારે ગ્રહસ્થ કહ્યું કે શું તારે વળી શત્રુઓ પણ છે? ઉ૦ ત્યારે ભિક્ષુક કહે કે હા ! જેના ઘરમાં ચોરી કરવા જઈયે તે. પ્ર. ત્યારે ગ્રહસ્થ કહ્યું કે શું તું ચોરી પણ કરે છે? ઉ. ત્યારે ભિક્ષુક કહે કે હા ! હું તે જુગાર રમવા માટે કરું છું. પ્ર. ત્યારે ગ્રહસ્થે કહ્યું કે શું તું જુગાર પણ રમે છે? ઉ, ત્યારે ભિક્ષુક કહે કે હા! રમું છું. મને એને શેખ છે? પ્ર. ત્યારે ગ્રહસ્થ કહ્યું કે શું તારામાં આ બધાં લક્ષણ છે? ઉ૦ ત્યારે ભિક્ષુકે કહ્યું કે ભ્રષ્ટ થયા પછી વિચાર કે ! દહે–સૌને સરખા કરવા દોડે, બેલે બાત બનાવી
- નાક કટે ક્યું નાત વધારી, ભોળાને ભરમાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org