________________
(૧૨૫) અનાજ મધ્યમ રહે, પિષ-મહામાસની સંક્રાંતિએ વર્ષાદ થાય તે અનાજ ઘણું થાય, લેક સુખી રહે. ફાગણ-ચૈત્ર-વૈશાખ-જેઠ માસની સંક્રાંતિએ વર્ષાદ વરસે તે રાજા સુખી, અનાજ ઘણું થાય.
અસાડ માસની સંક્રાંતીમાં વર્ષાદ વરસે તે રોગને નાશ થાય, શ્રાવણ-ભાદરવા માસની સંક્રાંતીએ વર્ષાદ વરસે તે રેગ ઉત્પન્ન થાય આમાસની સંક્રાંતીમાં વર્ષાદ વરસે તે સર્વે સુખી રહે, સૂર્યના મંડળમાં ચંદ્રમા અગ્નિ દિશાના મંડલમાં હોય તો અનાવૃષ્ટિ થાય, દુકાળ અને દુઃખ થાય, વાયવ્ય દિશાના મંડલમાં હોય તે વર્ષાદ વરસે અને દુકાળાદિ દુઃખ જાય, વરૂણ દિશાના મંડલમાં વર્ષાદ થાય તો સુખ ઉપજે અને રેગ જાય, મહેંદ્ર મંડલમાં હોય તો ઘણું વૃષ્ટિ થાય અને લોકમાં સુખાકારી રહે.
મહા મહિનામાં ટાઢ, ફાગણમાં પવન, ચૈત્રમાં આપે આકાશ સ્વચ્છ વૈશાખમાં પચરંગી વાદળાં અથવા વષદના છાંટા પડે, જેમાં તડકે ઘણો માગશરમાં પવન અને આદ્રામાં વર્ષાદ વરસે તો સુકાળ થાય, અને વર્ષાદ ઘણો વરસે અને અષાડ મહિનાની પૂનમે સોમવાર હોય, પૂર્વદિશાને પવન હોય, આ દિવસ અને આખી રાત વાદળાં રહે અને રાત્રિયે આદ્રા બેસે સૂર્ય મૃગશિર્ષ હોય, તથા કૃતિકામાં વરસાદ વરસે તો સુકાળ થાય.
_ દુકાળનાં ચિહ્ન મહામહિનામાં ટાઢ ન પડે, જેષ્ટમાં મૂળ નક્ષત્ર ન હોય તથા આદ્રા વરસે નહિ તે દુકાળ પડે.
શુકન અને અપશુકનની સમજ. સારા શુકન—જિન પ્રતિમા, શ્વેતવસધારી સાધુ, આચાર્ય, રાજા, કપાળે તિલકવાળા એક કરતાં વધારે બ્રાહ્મણ, હાથમાં હથિયાર સહિત ક્ષત્રી, વણિક ખભે તાજવા સાથે, સુતાર લુહાર હાથમાં ઝાર સાથે, હજામ ખભે કોથળી, દરજી હાથમાં ગજકાતર સાથે, ધોબી ધોયેલા સુકા વસ્ત્રો લઈ આવતે, મતીમાણેકાદિરત્ન, વેશ્યા, કુમારિકા, પાણીનું બેડું કે ઘડાઓ ભરી આવતી સ્ત્રી, બાળક કેડમાં લઈ આવતી સ્ત્રી, સૈભાગ્યવતી સ્ત્રી, હાથમાં છાણ લઈ આવતી સ્ત્રી, સારી શુભ વાણી–હાથી–ઘેડા–ગાય-બળદ-હરણ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org