________________
( ૧૦ ) નલિની ગુલ્મ વૈમાન–પહેલા સૌધર્મ દેવલેકમાં અને પાંચમાં બ્રહ્મદેવ-લેકમાં છે.
ત્રણ પ્રકારના કિવિષયા દે. આદે–વિમાનીકના છે, પણ તેમની નીચ જાતી છે, તેથી હલકા ચંડાળ સરખા કામે (દાસપણુ આદિ તેમને) કરવા પડે છે.
તેમના રહેવાના સ્થાન–પહેલા ત્રણ પલ્યોપમના આયુવાળા છે, તે પહેલા અને બીજા દેવલેક નીચે રહે છે.
બીજા ત્રણ સાગરોપમના આયુવાળા છે, તે ત્રીજા અને ચોથા દેવલોક નીચે રહે છે.
ત્રીજા તેર સાગરોપમના આયુવાળા છે, તે પાંચમા દેવકની નીચે રહે છે.
નવ પ્રકારના લેકાંતિક દે. તેમના નામ–સાત આદિત્ય વન્ડિ, વરૂણ ને ગતિય
તુષિત અવ્યાબાધ આગ્નેય, રિષ્ટાભ નવમા જોય. તેમના વૈમાન–અરચી ચચલ વેચન, પ્રભાકર ચંદ્રાભ
સૂર્યાભ શુકાભ સક્ષમા, સુપ્રતિષ્ઠાભ રિટાભ. તેને પરિવાર—બે સાતસો બે ચાદ સહસ, બેના સાત હજાર;
તેમજ ત્રણેના નવસે, તે તેને પરિવાર, આ દે –પાંચમા દેવલોકના છેડે ઉત્તર અને પૂર્વ વચ્ચે અરિષ્ટ નામે ત્રીજા પાડાની કષ્ણરાજીમાં ( રહેવાનું સ્થાન ) રહે છે, તેમનું આઠ સાગરેપનું આયુ છે.
આ દેવાને–એવો આચાર છે કે, જ્યારે તીર્થકરને દીક્ષા લેવાનો અવસર થાય, ત્યારે તેમની પાસે આવી વંદન કરી વિનય પૂર્વક કહે કે, આપ દીક્ષા લઈ તીર્થ પ્રવર્તાવે ને સર્વ જગતના જીવોને ઉદ્ધાર કરો એમ વિનતી કરે.
દશ જાતિના દે –૧ ઇંદ્ર, ૨ સામાનીક, ૩ તાયત્રિશંક, ૪ ત્રણ પ્રર્ષદાના, ૫ અંગરક્ષક, ૬ લોપાળ, ૭ કટકના, ૮ પ્રજાના, ૯ કિકર, ૧૦ કિષિીયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org