________________
( ૨૦ ) આ દશ જાતિના દેવ ભુવનપતિ, વ્યંતર, અને વૈમાનિક એ ત્રણ સ્થાને હોય છે, તેમાં કપાળ અને તાયન્ટિંશક એ બે જાતિના દેવવ્યંતરના બત્રીશ ઇદ્રોને તથા–તિષીના બે ઈદ્રોને હાય નહિ એમ જાણવું.
જે આગળ કહી આવ્યા તે સર્વે કપદે કહેવાય –
દેવોને ઊત્પત્તિ કાળ અને વસ્ત્ર–ઉત્પત્તિકાળે અંતર મુહૂર્તમાં પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી, અત્યંત તરૂણ પુરૂષ સરખા સર્વે અંગમાં ભૂષણ ધારણ કરનાર હય, જીવાભિગમ સૂત્રના અભિપ્રાય કેઈ કહે છે કે દેવ આભુષણ તથા વચ્ચે કરી રહિત છે, પણ તે ઉત્પત્તિકાળે જાણવું, પરંતુ ઊપપાત સભાએ ઊપજે, અભિષેક સભાએ સ્નાન કરે, અલંકાર સભાએ અલંકાર પહેરે, વ્યવસાય સભાએ-પુસ્તક વાંચી પૂજે પગરણ વ્યવસાય લેવે, પછી સૌધર્મો સભાએ સિદ્ધાયતનને વિષે જિન પ્રતિમા પૂજે, એ સર્વે જુદા જુદા કૃત્ય કરનાર દેવને વસ્ત્ર રહિત કેમ કહેવાય, પણ દે વસ્ત્ર સહિત છે એમ જાણવું.
દેના શરીરની નિર્મળતા–હાડ, માંસ, નખ, રેમ, રૂધીર, વસા, માંસની ચરબી, ચામડી, મૂત્ર, વિષ્ટા, એઓથી રહિત એવું નિર્મળ શરીર હોય છે. કપૂર તથા કસ્તુરી સરખો મુખને શ્વાસ હોય, રજ પરસેવાદિકથી રહિત હોય.
દેવેને આહાર–સર્વ દેવમાં જેનું જેટલા સાગરોપમનું આયુ હોય, તેટલા હજાર વર્ષે આહાર ઈચ્છા થાય, તથા ભુવનપતિ અને વ્યંતરમાં જઘન દશ હજાર વર્ષ આયુવાળાને એક અહોરાત્રીના અંતરે ઈચ્છા થાય, જે દેવનું સાગરોપમથી ઓછું અને દશ હજાર વર્ષથી કાંઈ વધારે આયુ હોય, તે દેવ એકાંતરેથી માંડીને સમયાદિક વૃદ્ધિયે અનુકમે સાગરોપમ આયુ પુરૂ થતા, આહાર ઈચ્છા પણ વૃદ્ધિએ તે એક હજાર વર્ષે થાય છે, પર્યામિ પુરી કર્યા પછી દે માહારી હોય, તેમાં દેવ જે તે મન: કલ્પિત શુભ પુદગલનો સર્વ કાયાએ આહાર કરે અને તે અચિત હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org