________________
: ૧૩૩ : પંદર રાત્રીના નામ.
મનહર છંદ. ઉત્તમાં પહેલી અને સુનક્ષત્રા ઇલાપત્યા;
યશોધરા સૈમનસી પાંચમી તે જાણવી, શ્રીસંભૂતા વિજ્યાને આઠમી છે વિજયંતિ,
જયંતિ અપરાજિતા દશ દિલ આણવી. ઈચ્છા સમાહારા એમ તેજા તેરમી છે તેમ,
અતિતેજા દેવાનંદા પંદરે પ્રમાણવી, પંદર રાત્રી પ્રમાણ તીથી તેનું જોડાણ, લલિત લાભે સુલ્હાણ શાસ્ત્ર શાખે માનવી.
સોળ વસ્તુ સંગ્રહ
ગૃહસ્થના સોળ સંસ્કાર, गाथा-गर्भाधानं पुंसवनं जन्म चन्द्रार्कदर्शनम् ।
क्षीराशनं चैव षष्ठि तथा च शुचिकर्म च ॥ तथा च नामकरणमन्नप्राशनमेव च । कर्णवेधो मुण्डनं च तथोपनयनं परम् । पाठारम्मो विवाहश्च व्रतारोपोन्तकर्म च । अमी षोडशसंऽकारा गृहिणां परिकीर्तिताः ॥
તે સંસ્કાર,
મનહર છંદ. ગર્ભને શ્રીમંત જન્મ ચંદ્રસૂર્યનું દર્શન,
પયપાન ષષ્ટિ પૂજા છઠ્ઠીની કહાય છે; નાળ છેદ નામપાડે અન્ન પ્રાશનનું નવે,
કાન વિધું મુંડને અગિયાર અંકાય છે. જઈને વિદ્યાભ્યાસ વિવાહ સું વ્રતાપ,
છેવટે મરણ સાથે સોળ પુરા થાય છે; સોળ સંસ્કાર ધાર સમજી શાસ્ત્રથી સાર;
ગૃહસ્થ કરવા કાર લલિત લેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org