________________
: ૧૧૫ :
તિતિ ઉપજે તેવાના ઘરે ન જાય. ૧૦ સાધુસાધ્વીને
આહારપાણ ઔષધ વસ્ત્રાદિકનું દાનભક્તિ કરે. પ્ર. કયા દશ કારણથી મેક્ષ મળે? ઉ૦ ૧ પરમાત્માની પૂજાસેવા
ભક્તિથી. ૨ સાધુ મુખથી ભગવંતની વાણું સાંભળવાથી. ૩ શુદ્ધભાવે સુપાત્ર દાન દેવાથી. ૪ ઊત્તમ પ્રકારનું ધ્યાન કરવાથી. ૫ શુદ્ધ શીયળ પાળવાથી. ૬ પ્રભુભજન કરવાથી. ૭ મન વશ કરવાથી. ૮ દેહનું દમન કરવાથી. ૯ ગમ
ખાવાથી. ૧૦ પાપમાર્ગ ત્યાગી શાંત રસનું પાન કરવાથી. પ્રિન્ટ કયા દશ પ્રકારે બુદ્ધિ વધે? ઉ૦ ૧ લાંબુ આયુષ્ય અને
નિર્મળ ચિત્તવાળાની. ૨ વિનયવંત પુરૂષની. ૩ ઊદ્યમ કરનારની. ૪ ઇંદ્રિયને દમનારની. ૫ સૂત્ર ઊપર અત્યંત રાગવાળાની. ૬ કઠણ કાર્યમાં સાવધાન થાય તેની ૭ શંકારહિત હોય તેની. ૮ ગુરૂની પ્રશંસા કરનારની. ૯ મૂખ
પણાથી દૂર રહે તેની. ૧૦ ધર્મ ઊપર દ્રઢતા રાખે તેની. પ્ર. કયા દશ કારણે માણસ દેવગતિમાં જાય ? ઉ૦ ૧ દેવગુરૂ
ધર્મની ભક્તિ કરનાર, ૨ ગઈ વસ્તુને શાચ નહિ કરનાર. ૩ શુભ ધ્યાન કરનાર. ૪ શુદ્ધ સમ્યક્ત્વ પાળનાર. ૫ વૈરાગ્યવાન. ૬ ધર્મધ્યાન કરનાર. ૭ વ્રત પચ્ચખાણ કર
નાર ૮ અપકષાયી. હું દાન આપનાર. ૧૦ અજ્ઞાન તપ કષ્ટ કરનાર. પ્ર. દેવગતિથી આવેલા કયી દશ વસ્તુ પામે ? 1 ધન, ધાન્ય,
ક્ષેત્ર, વસ્તુ, હિરણ્ય, રૂષ્ય, કુષ્યાદિક, દ્વિપદ-ચતુષ્પદાદિક. ૨ સુમિત્ર. ૩ સ્વજનવર્ગ ૪ ઉંચ ગેત્ર. ૫ નિરોગી શરીર. ૬ સુંદર રૂપ ૭ સારી બુદ્ધિ. ૮ ઊત્તમ વિનય ગુણ. ૯ બળવંત. ૧૦ યશવંત. (જસ–કીર્તિ) પ્ર. દશ પ્રકારના ધર્મ કયા? ઉ૦ ૧ ગ્રામ્યધર્મ–વિષયાભિલાષ. ૬ ગ૭ધર્મ—ગચ્છાચાર
૨ નગરધર્મ–નગરઆચાર. ૭ સંઘધર્મચતુર્વિધ સંઘાચાર ૩ રાષ્ટધર્મ–દેશાચાર. ૮ શ્રતધર્મ–દ્વાદશાંગી. ૪ પાખંડીધર્મ–પાખંડી આચાર ૯ ચારિત્રધર્મ–પંચમહાવ્રત. ૫ કુલધર્મ–કુલાચાર. ૧૦ અસ્તિકાયધર્મ-ધમસ્તિકાયાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org