________________
(૨૮)
નિંદાવીશ નહિ, તારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહિ, તારી સેવાને અનાદર કરીશ નહિ ને અશુદ્ધ પ્રરૂપક બની નર્કને રસ્તે લઈશ નહિ. સ્યાદ્વાદના રહસ્યનું સ્વરૂપ જાણવાનો પ્રયત્ન કરીશ. તારી અશાતના તજવાને બનતાં લગી ખપ કરીશ. ગચ્છ, પંથ, મત કે વાડા આદિને કદાગ્રહ મૂકી શુદ્ધ ધર્મ જાણવા ખપ કરીશ; શુષ્ક જ્ઞાન, શુષ્ક વૈરાગ, શુષ્ક ક્રિયા અને શુષ્ક ભક્તિ ધારણ કરીશ નહિ, પણ સમ્યગ જ્ઞાન સાહિત્ય ક્રિયા, ભક્તિ અને વૈરાગ્ય ધારણ કરીશ. અધિકારી પરત્વે ક્રિયા કરીશ, અધિકારી જેઈને વતીશ અને અધિકારી થવા પ્રયત્ન કરીશ.
હે પરમાત્મા! મનુષ્ય ભવની દુર્લભતા મને જણાઈ છે, તેની અમૂલ્યતા મને સમજાઈ છે માટે તેને વૃથા ગુમાવીશ નહીં, વૃથા નિંદા-વિકથાદિકરવામાં વખત ગાળીશ નહિ. આળસ–પ્રમાદને ત્યાગ કરી આત્મજ્ઞાન મેળવીશ, તારી આજ્ઞા મસ્તકે ચડાવી શુદ્ધ સ્વરૂપને વિચાર કરીશ, અન્ય દેવ, અન્ય ગુરૂ અને અન્ય ધર્મના દેષ જોઈ તેની ઉપેક્ષા કરીશ, તમારા માર્ગને અનુભવ મેળવી અન્યને આપને માર્ગ પમાડીશ. છેવટે સર્વ જીવ સુખી થાઓ એવી અહોનિશ ઈચ્છા રાખીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org