________________
(૨૭)
સર્વજ્ઞ હિંસા કરે નહિ તે હં સર્વજ્ઞને ઉપાસક થઈ હિંસા કેમ કરૂં ? સર્વજ્ઞ અસત્ય બોલે નહિ તે હું કેમ અસત્ય બેલું ? સર્વજ્ઞ અદત્ત લે નહિ તે હું સર્વસને પુત્ર થઈ અદત કેમ લઉં? સર્વજ્ઞ બ્રહ્મચર્યને ભંગ કરે નહિ તે હું બ્રહ્મચર્યને ભંગ કેમ કરૂં? સર્વજ્ઞ દ્રવ્યથી ને ભાવથી પરિગ્રહ રહિત હતા તો હું પરિગ્રહ કેમ રાખું ? સર્વજ્ઞ ક્રોધાદિ કષાય કરે નહિ તે હું ક્રોધાદિ કષાય કેમ કરૂં? સર્વજ્ઞ અઢારપાપસ્થાનક સેવે નહિ તે હું તેમને પુત્ર થઈ તેમના શગુરૂપ એવા અઢાર વાપસ્થાનકની સેવા કેમ કરૂં ? અહાહા! કેટલી બધી મારી ભૂલ છે? કે મારા પિતાના શત્રુઓને હું માન આપું છું, તેને સંગ કરું છુંપણ હવે તેમ નહિ કરતાં મારે તેમનો ત્યાગ કરવો જોઈએ.
હે પ્રભુ! તું કમળ હું ભ્રમર, તું ચંદ્ર હું ચકર, તું સૂર્ય હું સૂર્યવિકાસી કમળ, તું સેવ્ય હું સેવક તું ધ્યેય હું ધ્યાતા; તું પિતા હું પુત્ર. તું ગુરૂ હું શિષ્ય. તું દેવ હું ઉપાસક એમ તારી અનન્ય ભક્તિ મને ક્યારે પ્રાપ્ત થશે ? હે પરમાત્મા આ સંસારમાં તારા વિના મારૂં કઈ સગુ નથી, તારા વિના અન્ય કોઈ મિત્ર નથી, તારા વિના અન્ય કઈ રક્ષક નથી, તારા વિના અન્ય કોઈ સત્ય માર્ગદર્શક નથી, માટે હું તારૂં જ શરણ ગ્રહણ કરીશ ને હું તારી જ સેવા કરીશ.
હે પ્રભુ! તારાં વચન સત્ય છે, પ્રિય છે ને હિતકર છે. વળી તે મને પ્રમાણભૂત છે. હું તેને કયારે ગ્રહણ કરીશ ? આ કેમ આમ નથી કરતો ? એવો વિચાર મને આવશે ત્યારે હું વિચારીશ કે એ કર્માધીન છે. આ કેમ નથી ભણત ? આ કેમ આવા કામ કરે છે? એવા વિચાર આવશે ત્યારે હું તે કર્માધીન છે એમ વિચારી તેની ઉપેક્ષા કરીશ, પણ નિંદા નહિ કરું. હું બહારનો હેંગ ધારણ કરી દાંભિકપણું કરીશ. નહીં હું શુદ્ધ ભક્ત થઈશ, પણ ખોટે ઠગ ભક્ત થઈશ નહિ. હું શુદ્ધ કર્મ કરીશ પણ બહારની દેખાદેખીથી સમજ્યા વિના માત્ર નામનાની ખાતર ને ગાડરીઆ પ્રવાહની માફક ધર્મકરણીને મલીન કરીશ નહિ. હે પ્રભુ! તારા આશ્રમને કલંક લગાડીશ નહિ, તારી વાણુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org