________________
( ૧૧ ) કરે છે તે અધ્યાત્મ શું કહેવાય?” ગુરૂ ઉત્તર આપે છે–“હે વત્સ ! અધ્યાત્મ શું કહેવાય તે હું શાસ્ત્ર પ્રમાણે તારી આગળ વર્ણન કરી બતાવું છું, તે તું સાંભળ.” ૧
જેમને મહિને અધિકાર નાશ પામે છે, એવા મુનિએને આત્માને અધિકાર કરી જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે તેને જિનેશ્વરે અધ્યાત્મ કહે છે. ૨
જેમ સર્વ ચારિત્રોની અંદર સામાયિક અનુગત છે તેમ સર્વ યુગોની અંદર અધ્યાત્મ અનુગત છે. ૩
અપુનબંધ-ચેથા ગુણઠાણાથી માંડીને ચાદમાં ગુણઠાણું સુધી અનુક્રમે જે આત્માની શુદ્ધિ પ્રગટ થાય છે તે સર્વ અધ્યાત્મ ક્રિયા જાણવી.
ભવાભિનંદી પુરૂષ આહાર ઉપધિને અર્થે, પૂજા પામવાની સદ્ધિના ગારવથી બંધાઈને જે ક્રિયા કરે છે, તે અધ્યાત્મ ગુણની વિરોધી છે. ૫
સુદ્ર-હલકે, લોભમાં પ્રીતિવાળ, દીન, મત્સરી, વ્હીકણું, શઠ અને અજ્ઞાની એ ભાવાભિનંદી જે ક્રિયા કરે છે, તે નિષ્ફળ થાય છે. ૬
શાંત, ઈદ્રિઓનું દમન કરનાર, સદા ગુપ્ત એટલે ત્રણ ગુપ્તિવાળે, મોક્ષને અથી અને વિશ્વ ઉપર પ્રીતિવાળે પુરૂષ જે દંભ વગરની ક્રિયા કરે છે, તે ક્રિયા અધ્યાતમ ગુણની વૃદ્ધિને માટે થાય છે. ૭
એથી પ્રશ્ન કરવાની જેને સંજ્ઞા ઉપ્તન્ન થયેલી છે, એ પુરૂષ પૂછવાની ઈચ્છાથી સાધુની પાસે જવાની ઈચ્છા કરે છે અને ક્રિયામાં રહીને ધર્મને પૂછે છે. ૮
તત્વને અંગીકાર કરી પ્રથમ સમ્યગદર્શનને પ્રાપ્ત થયેલ શ્રાવક તથા યતિ તે ત્રણ પ્રકારના (૧) ઊપશમ (૨) ક્ષયપશમ, (૩) ક્ષાયક સમકિત તે અનંતાનુબંધને અંશ જેણે ખપાવ્યો છે, વળી દર્શનમોહનીયને ખપાવનાર, મોહનીયને . પશમાવનાર એવા ઉપશાંતહી તથા ક્ષપણુને વિષે વત્તી જેણે મોહને ક્ષય કરેલ છે, તેવા સયાગી કેવળી તથા અગી કેવળી ભગવંત જાણવા, ૯-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org