________________
(૧૨) અનુકએ જે એ ગુણે કહેવામાં આવેલા છે, તે અસંખ્યાત ગુણે નિજેરાના કરનારા છે, તેથી એકલાથી પણ અધ્યાત્મની વૃધ્ધિને માટે પ્રયત્ન કરે. ૧૧
શુધ્ધ જ્ઞાન અને શુધ્ધ ક્રિયા એ બે અંશે મોટા રથના બે ચકની જેમ અને પક્ષીની બે પાંખાની જેમ સાથે રહેલા છે. ૧૨
પૂર્વે નિશ્ચયનય અને વ્યવહારને આરોપ માત્ર ઉપચારથી છે, પણ પાંચમા ગુણઠાણાથી માંડીને એ નય ઈચ્છે છે. ૧૩
શુશ્રષા–સેવા કરવી વિગેરે ક્રિયા ચેાથે ગુણઠાણે પણ ઉચિત છે, જેમને સુવર્ણનું આભૂષણ મળે નહીં તેમને રૂપાનું આભૂષણ મળે તે સારું ગણાય છે. ૧૪
અપુનર્બક એટલે થે ગુણઠાણે રહેલાની જે શમ સહિત ક્રિયા છે, તે દર્શનના ભેદથી વિચિત્ર છે અને ધર્મના વિશ્વને સાય કરનારી છે. ૧૫
અશુધ્ધ એવી પણ ક્રિયા સારા આશયથી શુદ્ધ ક્રિયાને હતુ થાય છે. તાંબું બાળી રસને અનુવેધ કરવાથી તે સુવર્ણ પણાને પામે છે. ૧૬
એ કારણ માટે ધીર બુદ્ધિવાળા પુરૂષે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એવા ત્રણ રત્નના માર્ગને વિષે પ્રવેશ કરવાને મિસ્યા દ્રષ્ટિવાળાને પણ દ્રવ્ય સમકિતનો આરેપ કરી ચારિત્ર આપે છે. ૧૭
કદી કઈ એમ કહેશે કે ભાવ જાણ્યા સિવાય-ચારિત્ર આપવાથી સિદ્ધિ અને અસિદ્ધિ હણાઈ જાય છે, તે પછી ભાગ્ય જીને પણ દીક્ષા ન આપવી; પણ તેમ કરવાથી સમ્યગ માગને ઊછેર થઈ જાય છે. ૧૮
એમ અશુધને અનાદર કરે અને શુદ્ધ યોગને અભ્યાસ ન કરે ત્યારે દર્શન જે સમકિત તે પણ શુધ ન થાય, કારણ કે એક નિસર્ગ–સ્વાભાવિક સમકિત ટાળીને શુદ્ધ કરવું તે પણ અભ્યાસથી થઈ શકે છે. ૧૯
શુધ્ધ માર્ગના અનુરાગવડે ઉત્તમ એવા અને ગુણવાન પ્રાણને આધીન રહેનારા પુરૂષના આત્માની જે શુધ્ધતા છે, તે ક્યારે પણ હણાતી નથી. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org